Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવૈજ્ઞાનિક કથાકાર નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન - ચૂંટણી કમિશનનું સમાપન

વૈજ્ઞાનિક કથાકાર નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન – ચૂંટણી કમિશનનું સમાપન

ઓગસ્ટ ૨૦૦૮ની એક સવારે અમે ચેન્નાઇથી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચ્યા હતાં. દુનિયાભરમાંથી આવેલા ડઝનો અંતરિક્ષ-પત્રકારોની વચ્ચે ગામ ગલી કવર કરવાવાળા પણ પહોંચી ગયા હતા. ભારત તેનું પહેલું મૂન મિશન ચંદ્રયાનનું પ્રક્ષેપણ કરવાવાળું હતું. ત્યાં દુનિયાભરમાંથી આવેલ એવા પત્રકાર હતા, જે ઘણા વર્ષોથી અંતરિક્ષ પ્રક્ષેપણ કવર કરી રહ્યાં હતાં. આ જ તેમનું કાર્યક્ષેત્ર પણ હતું. તે ભારતની સફળતાને શંકા અને અચરજથી જોઈ રહ્યાં હતાં. ભારતની તરફથી બે ચાર જ અનુભવી પત્રકાર હતાં. અન્ય ફોટો પાડી રહ્યા હતા અને વિડિયો બનાવી રહ્યા હતા.

જે કંઈ પણ હોય વરસાદના છાંટા થોડી ક્ષણ માટે રોકાયા અને એટલી જ વારમાં ચંદ્રયાન તેના લક્ષ્યની તરફ નીકળી ગયું. તે ક્ષણ જોવું અને દર્શકોને દેખાડવું બંને ગર્વની વાત હતી. તેના પછી અમે બધા અગાશી પરથી નીચે આવીને એક મોટા સભાખંડમાં પ્રવેશ થયા, જ્યાં ચંદ્રયાન પ્રોજેક્ટ સાથે સંકળાયેલ વૈજ્ઞાનિકોએ અમને બધાને જણાવ્યું. તે સમયે ઈસરોના પ્રમુખ પણ માધવન હતા. સેંકડો કેમેરાના સામે દેશના વૈજ્ઞાનિક દેશ સાથે વાતો કરી રહ્યા હતા. ત્યાર બાદ કેટલાક દિવસો સુધી તે જ વૈજ્ઞાનિક કેટલીક ન્યૂઝ ચેનલો પર જઈને પોતાની સફળતા વિશે જણાવતાં હતા.

ઑગસ્ટ ૨૦૦૮ની સફળતા કોઈ સામાન્ય વાત નથી. તે સમયે પણ ભારતમાં એક પ્રધાનમંત્રી હતા, જેમનું નામ મનમોહન સિંહ હતું. તેમણે અભિનંદન આપ્યા અને બાકીનું વૈજ્ઞાનિકો પર છોડી દીધું કે તે દેશ સાથે સંવાદ કરે. ઘણા બધા કેમેરાની સામે ઇસરોના વૈજ્ઞાનિકો હતા. મનમોહન સિંહ અને તેના પહેલાના પ્રધાનમંત્રીએ ઈસરોની સફળતાને પોતાના ચૂંટણી પોસ્ટરમાં ક્યારેય પણ ઉપયોગ નથી કર્યો. બુધવારે મિશન શક્તિના સફળ થતાં જ વોટ્સએપ યુનિવર્સિટીમાં મિસાઈલના ફોટોની સાથે નરેન્દ્ર મોદીના પોસ્ટર બનાવીને શેર થવા લાગ્યા.

એટલું જ નહિ ૨૭ માર્ચે જ્યારે ભારતે એ-સેટ મિસાઈલની ક્ષમતાનું પરીક્ષણ કર્યું તો કેમેરાના સામેથી બધા વૈજ્ઞાનિકોને અદ્રશ્ય કરી દીધા. ફક્ત અને ફક્ત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે હતા. આ સફળતાની એક જ છબી જનતાના વચ્ચે પહોંચી છે. રાષ્ટ્રના નામે સંબોધનવાળી નરેન્દ્ર મોદીની છબી. તેમના સહયોગી આને નિર્ણય લેનારી સરકારની સિદ્ધિ બતાવી રહ્યા છે. પ્રક્ષેપણ અને પરીક્ષણના સમયે ઉજવણી કરી રહેલ વૈજ્ઞાનિકોના ફોટા પણ સામે ન આવ્યા.

એનડીટીવીના આર્કાઇવમાં ૧૯ એપ્રિલ ૨૦૧૨નો એક વિડિયો ફૂટેજ છે. તે સમયે ભારતે લો-ઓરબીટમાં ઉપગ્રહને મારવાવાળી મિસાઈલ અગ્નિ-૫નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. વીડિયોમાં ત્યારના DRDOના નિર્દેશક ઉજવણી કરતા દેખાઈ રહ્યાં હતાં. ૨૭ માર્ચ ૨૦૧૯ના દિવસે પણ DRDOના નિર્દેશક હોદ્દા પર ડો. જી સતીશ રેડ્ડી આસનસ્થ છે, પરંતુ તે મીડિયામાંથી અદ્રશ્ય હતાં. તેમની ટીમ અદ્રશ્ય હતી. તેમની જગ્યાએ DRDOના નિવૃત્ત અને નીતિ આયોગના વર્તમાન સભ્ય વિજય સારસ્વત મીડિયામાં આના વિશે જ્ઞાન આપી રહ્યા હતા. વર્તમાન ચેરમેન અને વૈજ્ઞાનિક દેશના સામેથી અદ્રશ્ય રહ્યા. એક નિવૃત્ત થયેલ ચેરમેન જ્ઞાન આપી રહ્યા હતા, જેથી તે આ બહાને યુપીએ સરકાર પર પ્રહાર કરી શકે કે તેમણે મિશન શક્તિની અનુમતિ ન આપી. ત્યાર બાદ એમના જ વિધાનના સહારે અરુણ જેટલી બીજેપી મુખ્યાલયમાં કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા હતા. વર્તમાન ચેરમેન આ વાત નથી કરી શકતા, કેમ કે ચુંટણીના કારણે આચાર સંહિતા અમલમાં છે.

જ્યારે કે આ જ વી કે સારસ્વતે ૧૦ ફેબ્રઆરી ૨૦૧૦ના રોજ કહ્યું હતું કે ભારતની પાસે ઉપગ્રહને તોડી પાડનારી મિસાઈલ ક્ષમતા છે, પરંતુ તે ખરા ઉપગ્રહને તોડીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન નહિ કરે. ભારત આની જરૂરત મહેસૂસ નથી કરતું, કેમ કે આનાથી અંતરિક્ષમાં કચરો પેદા થાય છે. આ કચરાથી અંતરિક્ષમાં ઉપગ્રહની સિસ્ટમને નુકસાન પહોંચે છે. તે સમયે DRDO ચીફ રહેલા વી કે સારસ્વતે જે કહ્યું માની લેવામાં આવ્યું. આજે તે નીતિ આયોગના સભ્ય બનીને સારસ્વત યુપીએ સરકાર પર નિશાનો સાધી રહી છે. તમે તેના વિધાનને ઈન્ટરનેટમાં શોધી શકો છો. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારની જેમ વી કે સારસ્વતે પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

દેખીતી રીતે આ રાજનીતિ છે. ઈસરો અને રક્ષા અનુસંધાનનો ઉપયોગ નરેન્દ્ર મોદી પોતાના રાજનૈતિક હિત માટે કરી રહ્યા છે. તેમનું રાષ્ટ્રના નામે સંબોધન કરવું એ કશું જ નહોતું બલ્કે મતદાતાઓ ને પ્રભાવિત કરવું હતું. તે પુલવામા પછી એવું કંઇક ઇચ્છતા હતા જેનાથી પાંચ વર્ષની નિષ્ફળતા પર ચર્ચા અને સવાલો ગાયબ થઈ જાય. જે સંવાદદાતા ઉજ્જવળ યોજનાની ખામીઓની રિપોર્ટિંગ વ્યવસ્થિત રીતે નથી કરી શકતા તે બુધવારે આખો દિવસ અંતરિક્ષ વિજ્ઞાનના એક્સપર્ટ બની ગયા. એમની રિપોર્ટિંગમાં વિજ્ઞાન ઓછું હતું, મોદીના ગુણગાન હતા અને વિપક્ષનો ટીકા.

સપ્ટેમ્બર-૨૦૧૪થી ઈસરો દેશના નામ પર ભાજપા અને નરેન્દ્ર મોદીની રાજનીતિનું કેન્દ્ર બની ગયું. જ્યારે મંગળયાનના સમયે પ્રધાનમંત્રી મોદી પોતે વૈજ્ઞાનિકોની વચ્ચે ઉપસ્થિત હતાં, તે દિવસે જ નક્કી થઈ ગયું હતું કે ભારતની વૈજ્ઞાનિક પ્રસિદ્ધિ વૈજ્ઞાનિકોની નહિ હોય, પ્રધાનમંત્રી મોદીની હશે. ચીને પણ આ ક્ષમતાનું પરીક્ષણ કર્યુ, પરંતુ તેમણે ટેલિવિઝન પર આવીને દુનિયાને દેખાડો નથી કર્યો. આ જ પરંપરા રહી છે. અંતરિક્ષ વિજ્ઞાનની સફળતા વૈજ્ઞાનિકો પર મૂકી દેવામાં આવે છે. પરંતુ હવે આ બધુ મોદી માટે પ્રોપેગેન્ડા ન એક ભાગ છે.

ચૂંટણી કમિશન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના નામ સંબોધનની તપાસ કરી રહી છે. કમિશનના કાનૂની સલાહકાર રહેલા મેન્દિરત્તા એ ધ પ્રિન્ટથી કહ્યું કે તેમણે આચાર સંહિતા અમલ થયા પછી પણ ક્યારેય પ્રધાનમંત્રીને આવું કરતા નથી જોયા. પ્રધાનમંત્રીના સંબોધનમાં એવા ઘણા શબ્દોનો ઉપયોગ થયો છે, જેમનો તે રાજનૈતિક મંચ પર કરે છે. આ કમિશનની પરિક્ષા છે. મને સંદેહ છે કે કમિશન કશું કરશે. શું આપણે એક સંસ્થાના રૂપમાં ચૂંટણી કમિશનનું સમાપન જોઈ રહ્યા છીએ?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments