Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વની આગળનો વિચાર; 'મેક ઇન ઇન્ડિયા' આંદોલન

વ્યક્તિત્વની આગળનો વિચાર; ‘મેક ઇન ઇન્ડિયા’ આંદોલન

પ્રતિ સ્લોગન વિકગર હુગો, “વિચારોની તાકાત જોડે કોઈ પણ સેના સડી શકતી નથી.” આ છે વિચારોની તાકાત, તે એક મજબૂત કવચ સમાન છે અને તે નવી દૃષ્ટિ તરફ જોવાનો માર્ગ છે. વડાપ્રધાન દ્વારા હાલમાં જ શરૃ કરાયેલી ચળવળ “મેક ઇન ઇન્ડિયા” પણ એક વિચારથી કમ નથી. આ વિચાર યુવાનો તથા વેપારીઓમાં ઉત્સાહ ઉત્પન્ન કરનારો છે. એક નવો બદલાવ લાવવાનો વિચાર અને એક એવો વિચાર કે જેનામાં ઘણી જ તાકાત છે. પણ શું આ વિચારના આવવા માટેનો સમયે છે? આનો જવાબ આશાવાદ અને નિરાશાવાદના ઘણા અંશો પર રહેલો છે.

વેપારની બાબતમાં ભારત પાસે મદદરૃપ પર્યાવરણ નથી. આપણે બધા આ બાબત સાથે ખૂબ જ સંમત છીએ કે નવો સાહસ લાવવા માટેની પદ્ધતિ અને કાર્યક્ષમતા એ પારદર્શિતા અને ગૂંચવણોથી ભરેલી છે. તેથી જ્યારે “મેક ઇન ઇન્ડિયા” જેવું આંદોલન ચલાવવામાં આવે તો આપણે ક્યા ઉભા રહેવુ અને શું કરવું.

એક કડવું સત્ય એ છે કે ભારત પાસે મર્યાદિત શ્રમ નિયમો છે કે જે શ્રમ અચળતા માટેનું મુખ્ય કારણ છે જે પરિણામે શ્રમ સઘન ઉત્પાદન શાખા દ્વારા સાહસિક રીતે નિકાસ તરફ દોરી જાય છે. જો શ્રમ શાખા વિશે વાત કરવામાં આવે, તો ભારત વૈશ્વિકરૃપે લડત આપનાર દેશ છે પરંતુ ઉદ્યોગ ક્ષેત્ર નથી. ઉદ્યોગની બાબતમાં ચીન મોખરે રહ્યુ ંછે.

સાધારણ મનુષ્ય તરીકે એ જાણવું કે ભારત માથાદીઠ આવકની બાબતમાં લોકશાહીની બાબતમાં અને હકની બાબતમાં ધન્ય છે અને આ બાબત મને ખુશ અને રોમાંચિત કરી દે છે. પણ ખરેખર શું આપણે આપણા લાભરૃપી આ આર્શિવાદોને વાપરવા સક્ષમ છીએ? ભારતને શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રે ઘણા જ બદલાવ લાવવાની જરૃર છે. જે માથાદીઠ આવક અને બાંધકામ ક્ષેત્રોને જોડનારી કડી છે. જે ખૂબ જ ઓછુ છે જો આપણે શંકાસ્પદ નિષ્ણાંતોને માનીએ તો.

જ્યારે “મેક ઇન ઇન્ડિયા” વિશે વિચાર થાય ત્યારે મારી જેમ ઘણાય માનવીઓના મસ્તિષ્કમાં ઘણા સવાલો પેદા થાય. “મેક ઇન ઇન્ડિયા” ચળવળ કરશે શું? શું તે ભારતીયો માટે ભારતમાં જ વસ્તુઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરશે કે પછી મલ્ટી નેશનલ કંપનીઓ માટે કરશે? જેવી રીતે ચીને કર્યું. આપણી ઘરેલુ વપરાશ આને રાતોરાત તો સફળતા નહિ અપાવી શકે પણ ઉત્પાદનના સાહસને દરેક ક્ષેત્રે વૈશ્વિક રૃપે સ્પર્ધાત્મક બનાવવું એ સફળતા માટે અવરોધ બનવાનો મુખ્ય પરિબળ રહેશે.

જોકે એક સમિતિ પહેલાથી બનાવેલ છે કે જે પુરાતન ક્ષેત્ર અને શ્રમ નિયમોને દૂર કરનારી છે. જે ફકત સંજોગવસાત નકામા નિયમોને ઝીણવટપૂર્વક તપાસવા માટે છે.

ઉત્પાદનક્ષેત્ર સંશયવાદીઓ માટે લાંબા સમય સુધી અનૂકૂળ રહ્યું નથી. પણ હું માનું છું ત્યાં સુધી જો નવા આવનાર લોકો માટે ઉપયોગી વાતાવરણ બનાવી દેવામાં આવે તો અનુકૂળતા સધવાઈ શકે છે. જો સાચી દિશામાં કામ કરવામાં આવે તો કામને પણ સાચા માર્ગ તરફ લઈ જઈ શકાય છે. ઘણી વિવિધતાએ “મેક ઇન ઇન્ડિયા”ને સફળ બનાવવા ભાગ ભજવ્યો છે. જેમાં કાયદાકીય સુધારાએ અને શાસનીય માળખાએ બાંધકામ ક્ષેત્રે અને આસન લેવડદેવડની પદ્ધતિઓએે નવા આવનાર વેપારીઓ માટે મુખ્ય ભાગ ભજવ્યો છે. અને બીજા આર્થિક ક્ષેત્રોમાં ચાલતી આર્થિક પદ્ધતિઓએ પણ.

“મેક ઇન ઇન્ડિયા”એ અલગથી જોવા કે વિચારવા માટેનો વિચાર નથી પણ સાથે અને પૂર્ણ રીતે વિચારવાનો વિચાર છે. કારણ કે માનવ વિકાસ ક્ષેત્રે આપણે ખૂબ ઊંચો આંક મેળવવાનો છે. અને હું આશા રાખું છું કે આ આંદોલનના આંદોલનકારીઓ પણ મારા આ વિચારથી સેહમત હોય. —

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments