પાછલા સત્રોમાં સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા સાથે વિવિધ હોદ્દાઓ પર સક્રીય એવા શાહનવાઝ અલી રૈહનનો ઓક્ષફોર્ડ યુનિવર્સીટીમાં “સામ્યવાદી શાસન હેઠણ મુસલમાનો” વિષય પર સંશોધન માટે પી.એચ.ડી.ના વિદ્યાર્થી તરીકે પ્રવેશ થયો છે. તેમણે જાન્યુઆરી ૨૦૧૪થી હિલેરી સત્ર દરમિયાન પ્રોફેસર ફૈસલ દેવજીના નિરીક્ષણ હેઠણ પોતાનો અભ્યાસ શરૃ કરી દીધા છે.
શાહનવાઝ અલીનો સંબંધ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લા સાથે છે. તેઓ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી રહ્યો છે અને એક એક્ષચેંજ પ્રોગ્રામમાં યુ.એસ.એ.નો પ્રવાસ પણ કરી ચૂક્યા છે. કોલેજ કાળમાં તેઓ એસ.આઇ.ઓ.ની નજીક આવ્યા અને તેનાથી પ્રભાવિત થઇ તેમાં જોડાઇ ગયા. તેઓ મર્હુમ મૌલાના ડૉ. અબ્દુલ હક અંસારી દ્વારા સ્થાપિત ઇસ્લામી એકેડમીમાં જોડાયા હતા અને ત્રણ વર્ષ દરમિયાન મૌલાનાના સાનિધ્યમાં રહ્યા હતા. જેઓ પોતે હાર્વડ યુનિવર્સિટી ખાતેથી સૂફીવાદ પર પી.એચ.ડી.ની પદવી મેળવી ચૂક્યા હતા. શાહનવાઝ અલી પત્રકારત્વ ક્ષેત્રે પણ સક્રીય રહ્યા છે. તેઓ શરૃઆતમાં સ્પોર્ટ્સ પત્રકાર પણ રહ્યા છે અને હાલમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના એ સમય નામના બંગાળી દૈનિકમાં ચીફ કોપી એડીટર તરીકે સેવા આપી રહ્યા હતા. એસ.આઇ.ઓ.માં તેઓ રાષ્ટ્રીય સ્તરે પબ્લિક રીલેશન સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય સલાહકાર સમિતીના પણ સદસ્ય રહ્યા છે.