Friday, December 13, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષકો અને સજા : એક મુશ્કેલ કોયડો

શિક્ષકો અને સજા : એક મુશ્કેલ કોયડો

ઉત્સાહિત સ્મિતના ચહેરાઓ અને તેજસ્વી આંખોએ અત્યંત આનંદપૂર્વક મારૃં સ્વાગત કર્યું. શાળામાં પ્રવેશતાની સાથે હું ગુડમોર્નિંગ અને હાય બોલતા વિદ્યાર્થીઓ વચ્ચે ઘેરાઈ ગયો. આ નિર્ભેળ આનંદ અને હુંફ તમને તમારા શિક્ષક સુધી પહોંચવામાં મદદ કરે છે. બદલામાં જે મને મળ્યું તે અપાર પ્રેમ, સમ્માન અને હિમ્મત પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો, મે દુઃખદ કહાની તેમના નિસ્તેજ ચહેરે સાંભળી જે થોડી મિનિટો પહેલા ઉત્સાહિત હતા. સવારની સભામાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીતના સાચા શબ્દો સિખવાડ્યા વગર આશા રખાય છે કે તેઓ લતા મંગેસ્કર અને સોનંુ નિગમ જેવા શુરમાં ગાય. તેઓ જે ભજન ગાય છે તેનો મતલબ શિક્ષકો સમજાવી નથી શકતા, કારણ કે તે ભાષા આપણે બધા જ સમજતા જ નથી. વાલીઓ, બાળકોને ચાલતા તો શીખવે છે પરંતુ સભામાં સીધી લાઈનમાં કેવી રીતે ચાલવું જોઈએ તે નથી શીખવાડતા. ક્લાસમાં ૬ઠા ધોરણના વિદ્યાર્થીને અંક્ષાશીય અંતર પર આધારિત સમય ન ગણી શકવાને કારણે સજા કરવામાં આવી. જ્યારે એ જ શિક્ષક ૬ઠા ધોરણના અભ્યાસક્રમને ૫માં ધોરણમાં તેની માનસિક અસ્વસ્થ્તાને કારણે ભણાવે છે તો તેને કોઈ સજા કરવામાં નથી આવતી.!!! એક તેજસ્વી વિદ્યાર્થીને કદાચ એટલા માટે નવાજવામાં આવે છે કે તે બીજો આઇન્સટાઈન હશે, જ્યારે સાધારણ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીને અજાણતા જ અવગણવામાં આવે છે. થઈ શકે છે કે તે પોતાના સંપ્રદાયનો સૌથી ખરાબ વ્યક્તિ બની જાય. (અવગણનાને કારણે.)

પોતાના અનુભવો અને શાળામાં તેઓ કેવો અહસાસ ધરાવે છે તેના ઉપર લખવાનું કહેવામાં આવ્યું, તો વિદ્યાર્થીઓએ જે જવાબ આપ્યો, અહિં તેમાના ત્રણ લખાણો અત્રે પ્રસ્તુત છે;

“હું દરરોજ શાળાએ આવું છું અને મારા શિક્ષક કરતા વહોલો પહોંચી જાઉ છું. મારી શાળાથી મને પ્રેમ છે. દરેક શિક્ષક દ્વારા મને સજા કરવામાં આવે છે. છેલ્લા ૯ અઠવાડિયામાં કોઈ દિવસ એવો નથી ગયો કે મને ખખડાવવામાં, સજા કરવામાં કે શાળામાંથી કાઢી મુકવાની ધમકી ન આપવામાં આવી હોય.!!! છતાં હું આવું છું, શાળાએ આવવું મને ગમે છે.” (સની, ધોરણ ૭)

“સર, તમે સારા છો, અને સારૃં ભણાવો છો. પણ જ્યારે તમે ભણાવો છો ત્યારે ખુબજ ઝડપથી બોલો છો. તેથી મહેરબાની કરીને ઝડપથી ન બોલો. અને ક્લાસમાં તમે અમારા પર રાડ પાડો છો. મહેરબાની કરીને રાડ ન પાડો.” (નિલમ, ધોરણ ૮)

“જ્યારે તમે સજા કરો છો તે બહુ કષ્ટદાયક હોય છે.” (દીપ, ધોરણ ૮)

ક્લાસમાં જ્યારે મેં ધ્યાનથી સાંભળ્યું અને જોયું કે વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે. તો હું કેટલીક વાતો સમજી શક્યો. સકારાત્મક વાતોથી શરૃ કરૃં છું, હું આશાવાદી છું. બાળકોએ મારા પર પ્રેમની વર્ષા કરી. આ બતાવવા માટે કે તેઓ મારામાં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ સલામતીનો, કરૃણાનો અને આનંદનો અહેસાસ કરે છે, જ્યારે હું તેમને ભેટું છું, જ્યારે હું તેમને કોઈપણ ઈજાથી સુરક્ષા આપું છું. સનીને ઘણીવાર સજા થઈ, ધમકી આપવામાં આવી છતાં તે શાળાએ આવે છે તેનો મતલબ એમ છે કે તે પોતાને સ્થાનિક સ્તરે આસાનીથી અસામાજિક જુથોના પ્રભાવમાં આવી જવાની અને પોતાનો દુરૃપયોગ થઈ જવાની સરખામણીમાં શાળામાં વધુ સુરક્ષિત સમજે છે. બીજા માટે તે આનંદ અને ખુશી વગર હશે જે તે શાળામાં આવીને મેળવે છે. જ્યારે બીજી તરફ ફકત એક જ મિશન છે, પોતાને રોલ મોડેલ બનાવવો, તેમાં તેમને ઢાળવો કેમકે તેમને પોતાના સંપ્રદાયમાં વખણાવવામાં ફાયદો નથી દેખાતો.

બીજું જ્યારે બાળકનો ધ્યાન ક્લાસમાં ભકટે છે તો તે શું મેસેજ આપે છે? તે એ જ કહેવા માંગે છે જે નીલમે કહ્યું કે હું એટલી ઝડપથી બોલું છું કે જે તેણીની સમજશક્તિથી મેળ નથી ખાતું. પરિણામે વિદ્યાર્થીને કોઈ જ બીજી વસ્તુમાં રસ છે અથવા તે સજા થવાની બીકે શાંતિથી બેઠો છે. બજેટ સેશનમાં જ્યારે સાંસદસભ્ય સંસદમાં ઉંઘી શકે છે તો વિદ્યાર્થીઓએ એવો કયો ગુનો કર્યો છે જો તે મુક બનીને બેસી રહે.!!! કારણ એટલું જ કે તમે જે ભણાવી રહ્યા છો તે વિદ્યાર્થી સમજી શકતો નથી. વિદ્યાર્થી ફકત એટલંું જ સમજાવવા ઇચ્છે છે કે તમારી ભણાવવાની પદ્ધતિ ‘ભંગાર’ છે. વિદ્યાર્થી આ કહી શકતો ન હોવાથી તેનો ધ્યાન આમતેમ ભટકે છે અને બીજાને પણ ભટકાવે છે. અથવા તમારા ક્લાસમાં રસ લેવા કરતા તેને એક ઈંચ રબરના ૧૦૦ ટુકડા કરવામાં વધારે રસ છે.

શિક્ષકો આવા સંદેશાઓ અને વાતચીત સમજી શકવાની પોતાની બિનકાર્યક્ષમતાને કારણે હતાશા જ જન્માવતા રહે છે. શિક્ષકની બિનકાર્યક્ષમતાઓ અને ભૂલો એટલું જ સમજે છે કે સજા જ માત્ર વિદ્યાર્થીને આજ્ઞાકારી બનાવી શકે છે. અસંવેદના બાળકને તેના વલણમાં ક્રોધને જન્મ આપે છે અને તેની નિરસતાને છતી કરે છે.

ઉપાય: સ્નાતક પછી ટીચર ટ્રેનિંગ કોર્સ એક સારા ટીચર બનાવવા માટે પુરતા નથી. (અહીં ઘણા કાંડો હોવા છતાં, ઇશ્વર શિક્ષણમંડળને બચાવે) ૬ મહીનાના કે એક વર્ષના રેગ્યુલર અંતરમાં નવા કોર્સિસ ખૂબ જરૂરી છે. શિક્ષકો માટે કાઉન્સિલીંગ સેશન અને ફુલ ટાઈમ કાઉન્સિલરની નિમણુંક દરેક સ્કૂલમાં થવી જોઈએ. આ ઓછામાં ઓછુ સરકારી શાળાઓમાં જરૃર થવુંુ જોઈએ. કામગીરી સુધારણા પ્રશિક્ષણ (Performance Enhancement Training) અને કામગીરી આધારિત કદર અને ઈનામ આપવા જોઈએ. રાઈટ-ટુ-એજ્યુકેશન ધારા કલમ-૪ મુજબ વિદ્યાર્થીઓ માટે શિક્ષકોનું ખાસ જરૂરતો આધીન પ્રશિક્ષણ થવું જોઈએ જે તેમના ધ્યાન ભટકવા અને રસ ન દાખવવા બદલ જવાબદાર છે.

એક શિક્ષકે સમજવાની જરૃર છે, “તમે હંમેશા તે નથી મેળવતા જે તમે ઇચ્છો છો, તમે તે મેળવો છો જેના માટે તમે કાર્યો કરો છો.” જો હું મારી ક્લાસના દરેક વિદ્યાર્થી માટે કામ કરીશ તો મને બધા વિદ્યાર્થીઓ મળશે. વિદ્યાર્થીઓને સજા કરીને પોતાની કાર્યક્ષમતા પર પડદો પાડવાને બદલે શિક્ષકે કરૃણામય બની બાળકની ભુલોને રજૂ કરવી જોઈએ. વિદ્યાર્થી સમસ્યાના નિરાકરણનો રસ્તો પોતે બતાવશે.

છેલ્લા શબ્દો, ‘મહત્વનું બનવું સારી બાબત છે, પરંતુ સારા બનવું અતિમહત્વનું છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments