પ્રખ્યાત અર્થશાસ્ત્રી આત્મશૈનએ પોતાના એક ઇન્ટરવ્યુમાં દેશના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના અનુસંધાનમાં ખુબજ સંવેદનશીલ ટીપ્પણી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, આનો અર્થ માત્ર રસ્તાઓ પહોળા કરવા અને વિજળીની પુર્તી કરી દેવી માત્ર જ નથી. પરંતુ વાસ્તવમાં શિક્ષા અને સ્વાસ્થ્ય પણ તેનો મહત્વપુર્ણ ભાગ છે.
તેમણે આ પણ કહ્યું કે મોદી સરકાર એ પોતાના પ્રથમ બજેટમાં શિક્ષા અને સ્વાસ્થ્ય બંનેનું ફંડ ઓછું કર્યું અને વિજળી અને રસ્તાઓના વાયદાઓ અત્યાર સુધી પુરા નથી થયા, આ નિરાશાનો સમય છે.
શિક્ષાના અનુસંધાનમાં સૈનની આ વાત ખુબજ મહત્વપુર્ણ બની જાય છે જ્યારે દેશમાં શિક્ષાનું સ્તર અત્યધિક પડી ભાંગ્યુ છે. નિતનવા કાંડ અને ઘોટાળાઓ અને કોપીની સાથેસાથે પેપરનું લીક થવું જાણે સામાન્ય વાત બની ગઈ છે. જે પ્રવેશ પરિક્ષાને માટે ગરીબ અને હોંશિયાર વિદ્યાર્થીઓ રાતરાત સુધી વાંચીને પોતાના સ્વપ્નોની દુનિયામાં પાંખો લગાવવા ઇચ્છે છે ત્યાં જ શ્રીમંત અને ઉચ્ચ કુટુંબના બાળકો આ પાંખોને પોતાના પૈસાના જોરે મસળીને તેમની આકાંક્ષાઓ અને ઇચ્છાઓને ચુરચુર કરી નાંખે છે.
આ જ કાંડમાં ‘વ્યવસાયી પરિક્ષા મંડળ’ (વ્યાપમ) ઘોટાળો એક મહત્વપુર્ણ ઉદાહરણ છે. જેના તાર કોટા અને કાનપુર જેવા મુખ્ય શૈક્ષણિક નગરોમાં મેડિકલ અને એન્જીનીયરીંગની તૈયારી કરી રહેલા હોશિયાર વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે. ૧૯૪૭થી ચાલી રહેલી મેકોલેની શિક્ષણ પદ્ધતિ ઉપર પુનઃવિચાર કરવાની આવશ્યકતા છે અને તેમાં ધરમૂળથી પરિવર્તન કરવાની જરૃર છે. કારણકે આજે પણ ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં તે વિષય અને અધ્યાયો ભણાવવામાં આવી રહ્યા છે જેમનો વાસ્તવિક્તા સાથે કોઈ લેવું દેવું નથી. આનું જ એક ઉદાહરણ ફાર્માની દુનિયા છે. જ્યાં અત્યારે પણ એજ દવાઈઓ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જે વૈસ્વિક સ્તર ઉપર પ્રતિબંધિત કરવામાં આવી છે અને તેનો અભ્યાસક્રમ લગભગ પાછલા બે દશકથી અપરિવર્તિત છે. આ જ પ્રકારના અનેક ઉદાહરણો છે જે આપણી શિક્ષણ વ્યવસ્થાને આરોપીના પાંજરામાં ઉભા કરે છે અને પુછે છે કે ૬૬ વર્ષ પુર્વે આઝાદ થયેલા દેશમાં શિક્ષાના નામ ઉપર કયું ઝેર આપવામાં આવી રહ્યું છે? જેનાથી એક સમજદાર વિદ્યાર્થી પણ પોતાના કોશલ્યને થોડાક રૃપિયાની ભેટ ચડાવી દે છે અને તેને પોતાના વ્યવહાર ઉપર જરા પણ પછતાવો નથી થતો કે જો આ કૌશલ્ય સકારાત્મક રીતે દેશની પ્રગતિમાં કામ આવતો તો કેટલું લાભદાયક થતો. તેનો વિશ્વાસ પોતાના કૌશલ્યથી હટીને થોડાક રૃપિયા કમાવવા અને ગેરકાનૂની રીતે પોતાની કળાનું નકારાત્મક સૌદો કરવા માટે નિશ્ચિત થઈ જાય છે. ૨૧મી સદીને જ્ઞાાન અને માહિતીનો યુગ કહેવામાં આવે છે જ્યાં વસ્તુઓ ઝડપથી પરિવર્તિત થાય છે. અને શિક્ષાના ક્ષેત્રમાં તો આ પરિવર્તન ખુબજ તિવ્ર ગતીએ થઈ રહ્યું છે. આવા સમયમાં ભારત જેવા વિશાળ દેશમાં શિક્ષણ વ્યવસ્થા એવા હાથોમાં સોંપી દેવી જેની સ્વંયની ડિગ્રી સંદેહસ્પદ હોય. અને તે પણ એક સાધારણ ડિગ્રી. આ એક ખુબજ ચિંતાનો વિષય છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાનીની સ્વંયની શૈક્ષણિક યોગ્યતા સંદેહના ઘેરામાં હોય જે તેમના જ બે અલગ અલગ સોગંદનામાથી સાબિત થાય છે.
૨૦૦૪ લોકસભા ઇલેકશનને માટે પોતાના સોગંદનામામાં તેમણે જણાવ્યું કે ૧૯૯૬માં દિલ્હી વિશ્વ વિદ્યાલયના સ્કૂલ ઓફ કોરોસ્પોન્ડેસથી બી.એ. કર્યું. જ્યારે કે ૧૧ જુલાઈ ૨૦૧૧ના તેમણે કહ્યું કે તેમની સર્વોચ્ચ શૈક્ષણિક યોગ્યતા બી.યુ.ના સ્કૂલ ઓફ કોરોસ્પોન્ડેસ દ્વારા બી.કોમ. પાર્ટ-૧ સુધી છે. ૧૯૪૭થી ચાલી રહેલી મેકોલેની શિક્ષણ પદ્ધતિને ચેતાવણી આપવી એટલી સરળ નથી કે આપણે આપણા રાષ્ટ્રીય સ્તર પર શિક્ષણ વ્યવસ્થા એવા હાથોમાં આપી દઇએ જેમણે પોતાની શિક્ષા સીનેમા જગતના ડ્રામામાં કામ કરતા કરતા પ્રાપ્ત કરી હોય અને તે પણ માત્ર સ્નાતક સ્તર સુધી અને તે સ્નાતક સ્તર પણ પ્રશ્નાર્થ હોય.
શિક્ષાના આ ખુબજ મહત્વના વિકાસને લઈને આ નિર્ણય ખુબજ હેરાન કરનારો છે જેની ઉપર દેશ પ્રેમીઓ અને રાષ્ટ્રના શિક્ષિત લોકોએ ગંભીરતાથી વિચાર કરવું જોઈએ.
જે રીતે શિક્ષાનું સ્તર પડી ભાંગ્યું છે આવા સમયમાં આ યોગ્યતા અથવા ડિગ્રીના આધાર ઉપર શિક્ષાનું આટલું ઉચ્ચ પદ આપી દેવું કોઈ સારી સમજનું પ્રમાણ નથી. વર્તમાન શિક્ષાના ક્ષેત્રમાં ૯૬ ટકા મેળવનાર વિદ્યાર્થી પણ સારા કોલેજોમાં એડમિશનથી વંચિત રહી જાય છે. ૯૬ ટકા મેળવનાર વિદ્યાર્થી જો એડમિશનને માટે રડી રહ્યો હોય તો એ વિદ્યાર્થીઓની હાલત શું હશે જેમને ૬૦ ટકા અથવા તેનાથી ઓછા ટકા પ્રાપ્ત થયા હોય. તેમને એડમિશન ક્યાં મળશે? તેઓ ક્યાં જશે? શું આને આપણી શિક્ષણ નીતિ અને શિક્ષા પંડિતોની સફળતા માનીશું કે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે સારા ગુણ પણ મેળવી લે છે પરંતુ આગળ એડમિશન મેળવવા માટે દ્વારે દ્વારે ભટકવું પડે છે. આમાંથી કેટલાક પરિવારની આર્થિક સ્થિતિ એટલી પણ નથી હોતી કે તેઓ આ હોશીયાર વિદ્યાર્થીઓની મોટી ફી ભેગી કરીને પ્રાઈવેટ શિક્ષણ સંસ્થાનોમાં એડમિશન અપાવી શકે.
એક તરફ નારો છે કે ‘સબ પઢે સબ બઢે’, ‘સબ કા સાથ સબ કા વિકાસ’ પરંતુ અંતે કેવી રીતે. જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે ભણવાને માટે નિકળે છે તેમનામાંથી કેટલાને આગળ એડમિશન મળે છે. ઇચ્છા મુજબના વિષયો અને કોલેજની વાત તો જવા દો.
જ્યારે આ કાયદો બનાવવામાં આવે છે કે ૮માં સુધી કોઈ વિદ્યાર્થીને નાપાસ નહીં કરવામાં આવે ત્યારે આ કેમ નથી વિચારવામાં આવતું કે આગળ જઈને એટલા સ્કૂલ અને કોલેજ છે કે સહુ ભણી શકે.
જ્યારે ૮મી સુધી કોઈને નાપાસ ન કરવાનો નિયમ બનાવ્યો તો અનેક વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દીધું. તો અનેક અધ્યાપકોએ ભણાવવાનું છોડી દીધું. જ્યારે નાપાસ નથી થવાનું તો ભણવાનો કેમ? જ્યાં સુધી આ ચેતવણી ન હોય મહેનત કોણ કરે છે.
દર વર્ષે સારા ગુણ મેળવ્યા પછી પણ વિદ્યાર્થીઓને સારા કોલેજની માટે ભાગ દોડ કરવી પડે છે તેમ છતાં અનેક હોશીયાર વિદ્યાર્થીઓ સારા કોલેજોમાં એડમિશન નથી મેળવી શકતા. આખરે આવી કોલેજો છે જ કેમ જે સારી નથી? શું તેમને સારી ન બનાવી શકાય? કોલેજ-કોલેજનો આ તફાવત કેમ છે? આ પ્રશ્નોનો ઉત્તર મેળવવો આપણા શિક્ષા વિદ્વાનોનું પરમ કર્તવ્ય છે.
દરેક જગ્યાએ વિકાસ અને સ્વતંત્રતાની વાત કરનારી આ એન.ડી.એ. સરકારનું આ રીતે શૈક્ષણિક સંસ્થાનો અને સંગઠનોમાં હસ્તક્ષેપ કરવો ઉચિત નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) નેશનલ બુક ટ્રસ્ટ (NBT) નાલંદા વિશ્વ વિદ્યાલયમાં સરકારની ભુમિકા દુર્ભાગ્યપુર્ણ છે. આ પરિવર્તન કરવા અથવા લાવવાનો સાચો માર્ગ નથી.