૧૫ ઓગષ્ટ ૧૯૯૫ના રોજ જ્યારે ભારત પોતાનો ૪૮મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યો હતો ત્યારે ભારતના ઇતિહાસનો એક બીજો યાદગાર દિવસ હતો જ્યારે પહેલીવાર ઇન્ટરનેટ વડે ભારતીયોને વિશ્વ સાથે જોડાવા માટે એક નવું માધ્યમ મળી ગયું. પ્રથમ છ મહિનામાં દસેક હજાર લોકો સુધી આ માધ્યમ પહોંચ્યું અને આજે કુલ ૨૪.૩ કરોડ લોકો ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયા છે.
આટલા વર્ષોમાં જ્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ વિના મૂલ્યે કર્યો ત્યારે આજે આપણને કોઈ કહે કે ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવા માટે પૈસા ખર્ચવા પડશે ત્યારે આપણી સ્થિતિ કેવી થઈ તમે કોની આગળ ફરિયાદ કરશોે જ્યારે તમે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવા ઇન્ટરનેટનો સહારો લઈ રહ્યા હોવ અને લાંબા સમય સુધી વિકીપીડિયા ખૂલે જ નહીં તો તમે શું કરશો? જ્યારે યુ-ટ્યૂબ પર વીડિયો જોવા માટે તમારે નાણાં ચૂકવવા પડે? જો ગૂગલ ઉપલબ્ધ ન હોય તો માહિતી શોધવા માટે તમારી પાસે બીજો શું વિકલ્પ હોઈ શકે? આવો દિવસ તમામ વિદ્યાર્થીઓ, ટેકનોક્રેટ્સ અને દરેક વ્યક્તિ માટે કાળો દિવસ સમાન થઈ જાય જેઓ વિના મૂલ્યે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી ટેવાઈ ગયેલ છે.
પાછલા થોડા દિવસોથી નેટ ન્યુટ્રાલિટી શબ્દ ગૂંજ મચાવી રહ્યો છે. આવો આપણે ભયાનક સંભળાઈ રહ્યો છે તે શબ્દને અને તેની વ્યાખ્યાને સમજવાની કોશિશ કરીએ.
ટેલિકોમ કંપનીઓ અને ઇન્ટરનેટની સર્વિસ આપનારી કંપનીઓ તેવું માનવા લાગી છે કે તેમની પાસે અધિકાર છે કે તેઓ તમને ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટે પોતે નિર્ણયો લઈ શકે. આજના સમયમાં માહિતી, જ્ઞાન, સેવાઓ, પોતાની રજૂઆત અને બિઝનેસના ઉપયોગ માટે ઇન્ટરનેટને ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. ઇન્ટરનેટની તમામ સાઈટ્સ લોકો માટે એક સમાન ઉપલબ્ધ હોવી જોઈએ અને તેનો ઉપયોગ કરવા માટે કિલોબાઈટ્સ અને મેગાબાઇટ્સના ભાવ પણ સમાન જ હોવા જોઈએ.
આનો અર્થ એ થયો કે નેટન્યુટ્રનલિટી તે નીચે મુજબ છે;
* ટેલિકોલ કંપનીઓમાં જેમ લાઈસન્સ હોય તેવું ઇન્ટરનેટ કંપનીઓમાં લાઇસન્સ ન હોય.
* તેવા કોઈ ગેટવેઝ ન હોય જે ચોક્કસ વેબસાઈટ્સને રોકે અથવા તેમને આગળ ધરે (આમાં Internet.org અને Airtel Zero જેવી સેવાઓ શામેલ છે.)
* ચોક્કસ વેબસાઇટ્સ માટે વિશેષ ઝડપ
* કોઈ વેબસાઇટ્સને બીજી વેબસાઇટ્સ પર વિશેષ અધિકાર ન હોય
હમણાં સુધી ભારતની ટેલિકોમ કંપનીઓે હજારો કરોડ રૃપિયાનો નફો કરતી આવી છે. આ સમયમાં તેઓ વોઈસ (અવાજ પહોંચાડવાની સેવા) પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતી રહી છે. તેઓ પણ દેશ વિદેશમાં વાત કરવા માટે voip (ઇન્ટરનેટ આધારિત સેવા)નો ઉપયોગ કરતી આવે છે. પરંતુ હવે વોટ્સએપ, સ્કાઈપ અને ગૂગલ હેંગઆઉટ જેવી સેવાઓને કારણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિના મૂલ્યે વાતો કરી શકાય છે. તે બાબત ટેલિકોમ કંપનીઓને ખૂંચી રહી છે અને તેમની આવકો પર અવળી અસર પેદા કરી રહી છે. આ જ કારણે હવે ટેલિકોમ કંપનીઓ ગ્રાહક ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે કરે છે તે આધારે તેનાથી વસૂલી કરવા માટે યોજના બનાવી રહી છે. ભારતી એરટેલના સુનીલ મીત્તલ કહે છે કે આજે ગૂગલ અને યાહૂ જેવી કંપનીઓ બીજાના ભોગે તગડી આવકો ખાઈ રહી છે. બીજા લોકો ઇન્ટરનેટનું માળખું ઊભું કરી રહ્યા છે અને લાભ તેમને મળી રહ્યો છે. જો અવાજ આધારિત સેવાઓ સીધેસીધી ગ્રાહકો સુધી ન પહોંચતી હોય તો ડેટા આધારિત સેવાઓ માટે આવું કેમ થઈ રહ્યું છે. જે આવકો થાય તેનો ન્યાયિક હિસ્સો થવો જોઈએ. જો હાઈવે બનાવવામાં આવે છે તો તેમાં ગાડીઓને પણ વિના મૂલ્યે ફરવા દેવામાં આવતી નથી.
આ આખી દલીલ ઇન્ટરનેટ જે દ્રષ્ટિ સાથે ઊભું કરવામાં આવ્યું હતું તેને તોડી નાખવા સમાન છે.
ઇન્ટરનેટની જે રીતની અનિવાર્યતા છે તો તેની સાથે જાહેર સેવાઓ જેવી કે વિજળી છે તેવું જ વર્તન થવું જોઈએ. જે રીતે વિજળી કંપનીઓ ગ્રાહક કઈ રીતે અને ક્યા ઉપકરણો માટે વિજળીનો ઉપયોગ કરે છે તે આધારે તેમના પાસેથી વસૂલી નથી કરતી ઇન્ટરનેટ સાથે પણ તે જ બાબત અપનાવવી જોઈએ. અને internet.org અને Airtel Zero જેવી યોજનાઓ નવી વેબસાઇટ્સ માટે નુકસાનકારક સાબિત થશે.
આ જ કારણ છે કે નેટ ન્યુટ્રાલિટીનું સમર્થન કરવું જોઈએ અને ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને રોળાવવા દેવું ન જોઈએ.