૨૦ વર્ષ પહેલા હું ફ્રી ટાઈમમાં સ્લમના ભૂલકાઓને ભણાવતો હતો. ત્યારે બે જોડકા અનાથ ભાઈઓ પણ મારી પાસે ભણવા આવ્યા. જોકે તેઓ સ્લમમાંથી નહોતા. મેં તેમના જોડે લાગણીસભર સંબંધ બાંધી મારા પોતાના બાળકોની જેમ વ્યવહાર કર્યો. હું તેમને દીન તથા જીવન વિશે પણ શીખવાડતો હતો. તેઓ પ્રાથમિક શાળામાં હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું અને માતા કપડા સિવીને ગુજરાન ચલાવતી હતી. ક્રમપૂર્વક અમે પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા અને તેઓ શાળાનું શિક્ષણ પૂર્ણકરી કોલેજમાં પ્રવેશ્યા.
એક દિવસ મને તેમના લગ્નનું નિમંત્રણપત્ર મળ્યું. તેમના જોડે મારા સારા સંબંધના લીધે અને કદાચ તેમને કોઈ નાણાંકીય મદદની જરૃર હોઈ શકે તેમ વિચારીને મેં પ્રસંગમાં જવાનો નિર્ણય લીધો. હું આ વાતથી બિલ્કુલ અજાણ હતો કે તેમની ઓટ ભરતીમાં બદલાઈ ચુકી છે. તે શહેરની વચ્ચે મોઘાંદાટ વિસ્તારમાં ભવ્ય લગ્ન સમારંભ હતો. હું મારા કેટલાક સામાન્ય મિત્રોથી મળ્યો અને અલ્લાહે તે બંનેને સારી રીતે સેટલ કર્યા છે તેના વિષે ખુશી વ્યક્ત કરી. તેમાંથી એકે મને કહ્યું કે તેમનું કાઉન્સિલીંગ કરજો. મને ખૂબ આશ્ચર્ય થયું અને મારી ખુશી દુઃખમાં બદલાઈ ગઈ જ્યારે તેમણે મને કહ્યું કે બંને ભાઈઓ બેંકમાં નોકરી કરી રહ્યા છે અને એપાર્ટમેન્ટ તેમજ કાર ખરીદવા મોટી લોન પણ લીધેલ છે. તેઓ તમને મોટાભાઈ જેવા માને છે. મારા મિત્રે ભારપૂર્વક કહ્યું.
મેં તેમને મળવાનો નિર્ણય કર્ય. તેમનું ઘર વિશાળ હતું અને તેમાંથી એકે લંડનમાં પણ ઘર રાખ્યું હતું મેં તેમનાથી આ સારી પરિસ્થિતિ બાબતે પૂછપરછ કરી તો જણાવ્યું અલ્લાહની કૃપા છે કે તેમણે આવી સમૃદ્ધિ અને દોલત આપી છે. ‘હાઝા મિન ફઝલે રબ્બી’ જે કંઈ છે બધુ અલ્લાહનો ફઝલ છે, તેમાંથી એક ભાઈએ કહ્યું. મેં વચ્ચે અટકાવતા કહ્યું, મારા ભાઈ તમને રોઝીમાં બરકતના દ્રષ્ટિકોણ વિશે કોઈ ગેરસમજ થઈ છે.
આપણામાંથી ઘણા એવા છે જેમને અલ્લાહની કૃપાનો દ્રષ્ટિકોણ શું છે તેમના વિષે ગેરસમજ હોય છે અને દુનિયામાંથી પોતાનો ભાગ મેળવવા ભોતિકવાદના ઢગલાઓમાં કૂદકો મારે છે. ધન આવવું જોઈએ ભલે ગમે તે રીતે આ ઘણા બધા મુસ્લિમોનું સ્ટેટસ બની ગયું છે. વ્યાજવાળી લોન લઈને ઘર બાંધવું અને પછી માત્ર તેની દિવાલો પર ‘હાઝા મિન ફઝલે રબ્બી’ની તખ્તી લટકાવવાથી એ કઈ હલાલ થઈ જતુ નથી. જો તમે તમારા સ્ટેટ્સ માટે બ્રાંડેડ કંપનીના વસ્ત્રો કપડા કે હાર ખરીદો છો તો તમે સ્ટાઈલિશ વ્યક્તિ બની શકો છો,નહીં કે મહાન વ્યક્તિ. એ જ રીતે જો તમે સ્ટેટસ અને ધન-દોલત સામે રાખીને કારકિર્દીની પસંદગી કરો છો તો હંમેશા તેને મેળવવા માટે સક્રીય રહેશો. અહીં સુધી કે મૃત્યુને પહોંચી જશો. જેમકે સૂરઃતકાસુરની પહેલી આયતમાં ઉલ્લેખ છે કે, “તમને લોકોને વધુને વધુ અને એકબીજાથી વધીને દુનિયા પ્રાપ્ત કરવાની ધુને ગફલતમાં નાખી રાખ્યા છે.” આ વિપુલતામાં પ્રતિષ્ઠા, મોભો, સુંદરતા, દોલત વગેરે શામેલ છે.
સફળતાનું માપદંડ એ નથી કે તમે કેટલા પૈસા જમા કર્યા છે. પરંતુ એ કે તેને કઈ રીતે પ્રાપ્ત કર્યા છે અને કઈ રીતે ખર્ચ કરો છો. તમે કેટલા પ્રખ્યાત છો એ મહત્ત્વનું નથી પરંતુ તમે કેટલા ઇજ્જતદાર છો એ મહત્ત્વનું છે. સમૃદ્ધિ આ જ છે કે તમે તમારી અભિલાષા અને લોકોએ જે કંઇ મેળવ્યું છે તેનાથી પ્રેરિત થયા વગર અલ્લાહે તમને જે કંઇ આપ્યું છે તેની કેવી વ્યવસ્થા કરો છો.
– nisaar_yusuf@yahoo.com