Saturday, July 27, 2024
Homeમાર્ગદર્શનમધુરવાણીસત્તા અયોગ્ય લોકોને સોંપવી

સત્તા અયોગ્ય લોકોને સોંપવી

હઝરત અબૂહરૈરહ રદિ. વર્ણવે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફરમાવ્યું, જ્યારે અમાનત વેડફી નાખવામાં આવે તો ક્યામતની રાહ જુઓ.
સવાલ કરનારે પૂછ્યું, અમાનત કેવી રીતે વેડફી નાંખવામાં આવશે? ફરમાવ્યું : જ્યારે રાજ્યના મામલાઓ અયોગ્ય લોકોના હાથમાં સોંપી દેવામાં આવે તો પછી ક્યામતની રાહ જૂઓ. (બુખારી – કિતાબુલ ઇલ્મ)

સમજૂતી :

આ હદીષમાં ચેતવણી છે એ લોકો માટે જે સત્તા અયોગ્ય લોકોના હાથમાં આપી દે છે. આ બાબતમાં ખૂબ મામૂલી ગણવામાં આવે છે જો કે આ સર્વવ્યાપી બગાડ અને ધરતી ઉપર બગાડ માટેનું મોટું કારણ છે. અયોગ્ય લોકોના હાથમાં જ્યારે રાજ્યસત્તા આવી જાય છે તો તેઓ બગાડયુક્ત વિચારસરણીઓ ફેલાવવામાં, બુરી અને નિર્લજ્જતાની વાતો લોકોમાં ફેલાવવામાં, હરામનો માલ ખાવા-ખવડાવવામાં, સત્તાની ખુરશીના લાલચૂ બનાવવામાં અને કોમને પણ સત્તા લાલસૂ બનાવવામાં, અત્યાચાર કરવામાં અને લોકોમાં નૈતિક તેમજ અમલી બગાડ ફેલાવવામાં કોઇ કચાશ રાખતા નથી. બલ્કે એમની નેતાગીરી નીચે દરેક પ્રકારની બુરાઇઓ વિકસે છે અને બુરાઇઓને ઉત્તેજન મળે છે. આના પછી આમ લોકોની સુધારણા ખૂબ જ મુશ્કેલ સમસ્યા બની જાય છે.

“અલ્લાહ તમને હુકમ આપે છે કે અમાનતોને અમાનતદાર લોકોને સોંપો.” (સૂરઃનિસા – ૫૮)
કયામત ત્યારે આવશે જ્યારે માનવ સમાજ પડતીની દૃષ્ટિએ અંતિમ કક્ષાએ પહોંચી ગયું હશે અને માનવતાને આ ખીણમાં ધકેલવાનું કામ એ જ લોકો કરશે જે અયોગ્ય અને બિનજવાબદાર હોવા છતાં આમ જનતાના ટેકાથી સત્તાની ખુરશી ઉપર બેઠાં હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments