Saturday, October 5, 2024
Homeમાર્ગદર્શનકુર્આન... સત્યની સેવા માટે કટિબદ્ધ રહો

… સત્યની સેવા માટે કટિબદ્ધ રહો

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

૧૯૦. ધરતી અને આકાશોની રચનામાં અને રાત અને દિવસના વારાફરતી આવવામાં તે બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે ઘણી નિશાનીઓ છે.

૧૯૧. જેઓ ઉઠતાં-બેસતાં અને સૂતાં, દરેક સ્થિતિમાં અલ્લાહને યાદ કરે છે અને આકાશો અને ધરતીની સંરચનામાં ચિંતન-મનન કરે છે, (તેઓ સહસા બોલી ઉઠે છે) “પાલનહાર! આ બધું તે નિરર્થક અને નિરૃદ્દેશ્ય નથી બનાવ્યું, તું પવિત્ર અને મહાન છે એનાથી કે વ્યર્થ કામ કરે. પછી હે રબ! અમને દોજખ (નર્ક)ની યાતનાથી બચાવી લે.

૧૯૨. તે જેને નર્કમાં નાખ્યો, તેને હકીકતમાં ભારે અપનાનિત અને ફજેત કર્યો, અને પછી આવા અત્યાચારીઓનો કોઇ મદદગાર નહીં હોય.

૧૯૩. માલિક! અમે એક પોકારનારને સાંભળ્યો જે ઇમાન તરફ બોલાવતો હતો અને કહેતો હતો કે પોતાના રબ (માલિક અને પાલનહાર)ને માનો. અમે તેના આહવાન્ (સંદેશ)ને સ્વીકારી લીધું, તો હે અમારા રબ! જે ભૂલો અમારાથી થઇ છે તેને માફ કરી દે, જે બૂરાઇઓ અમારામાં છે તેમને દૂર કરી અને અમારો અંત નેક લોકો સાથે કર.

૧૯૪. હે અમારા રબ! જે વાયદાઓ તેં પોતાના રસૂલો (ઇશદૂતો) મારફતે કર્યા છે તેમને અમારા સાથે પૂરા કર અને ક્યામતના દિવસે અમને ફજેત ન કરે, નિઃશંક તું પોતાના વાયદાથી વિપરિત કરવાવાળો નથી.”

૧૯૫. જવાબમાં તેમના રબે ફરમાવ્યું, “હું તમારામાંથી કોઇનું કર્મ વ્યર્થ જવા દેવાનો નથી. ચાહે પુરૃષ હોય કે સ્ત્રી, તમે સૌ એક-બીજા જેવા છો. તેથી જે લોકોએ મારા માટે પોતાના વતન છોડ્યા અને જેમને મારા માર્ગમાં પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને પજવવામાં આવ્યા અને મારા માટે લડ્યા અને માર્યા ગયા, તેમની બધી ભૂલો હું માફ કરી દઇશું અને તેમને એવા બાગોમાં દાખલ કરીશ જેની નીચે નહેરો વહેતી હશે. આ તેમનો બદલો (ઇનામ) છે અલ્લાહને ત્યાં, અને સૌથી શ્રેષ્ઠ બદલો અલ્લાહના જ પાસે છે.”

૧૯૬. હે નબી! દુનિયાના દેશોમાં અલ્લાહના અવજ્ઞાકારી લોકોની ગતિવિધિઓ તમને કોઇ ભ્રમમાં ન નાખી દે.

૧૯૭. આ માત્ર ટૂંકા જીવનનો થોડો આનંદ છે, પછી આ બધા જહન્નમ (નર્ક)માં જશે, જે સૌથી ખરાબ ઠેકાણું છે.

૧૯૮. તેનાથી વિપરિત જે લોકો પોતાના રબ (પ્રભુ)નો ડર રાખીને જીવન વિતાવે છે, તેમના માટે એવા બાગો છે જેમની નીચે નહેરો વહે છે, તે બાગોમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તરફથી આ મિજબાનીનો સામાન છે તેમના માટે, અને જે કંઇ અલ્લાહ પાસે છે સદાચારી લોકો માટે તે સર્વ-શ્રેષ્ઠ છે.

૧૯૯. ગ્રંથવાળાઓમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ અલ્લાહને માને છે, તે ગ્રંથ ઉપર ઇમાન લાવે છે જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે અને તે ગ્રંથ ઉપર પણ ઇમાન ધરાવે છે જે આ પહેલા સ્વંય તેમના તરફ મોકલવામાં આવ્યો હતો. અલ્લાહ સમક્ષ ઝૂકેલા છે, અને અલ્લાહની આયતોને થોડી કિંમતમાં વેચી નાખી નાખતા. તેમનો બદલો તેમના રબના પાસે છે અને અલ્લાહ હિસાબ ચૂકવી આપવામાં વાર નથી લગાડતો.

૨૦૦. હે લોકો, જેઓ ઇમાન લાવ્યા છો! ધૈર્યથી કામ લો, સત્ય વિરોધીઓના મુકાબલામાં દૃઢતા દાખવો, સત્યની સેવા માટે કટિબદ્ધ રહો, અને અલ્લાહથી ડરતા રહો. આશા છે કે સફળતા પ્રાપ્ત કરશો.

સૂરઃઆલે ઇમરાન – ૩ (મદીનામાં અવતરિત થઇ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments