Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસસાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીઓની ભૂમિકા

સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સ્ત્રીઓની ભૂમિકા

શગુફતા યાસમીન
પ્રોફેસર – ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાઇન્સ, એસ.કે.એમ. યુનિવર્સિટી, દુમકા – ઝારખંડ

સ્ત્રીઓ સાંપ્રદાયિક સૌહાર્દ પેદા કરવામાં જે વિવિધ ભૂમિકા ભજવે છે. તે છે એક માં, શિક્ષિકા, પત્નિ, મિત્ર, એક્ઝીક્યુટયુ, સેલ્ફ હેલ્પ ગ્રુપના મેમ્બર વગેરે રીતે સ્ત્રીઓ આ ભૂમિકા નવા ઝગડાઓનો ઉકેલ લાવી દેશના એકીકરણ માટે યોગદાન આપી શકે છે. સ્ત્રીઓની ભૂમિકા ખુબજ મહત્વ ધરાવે છે. કારણ કે તેઓ બાળઉછેર દરમ્યાન સૌથી વધારે જવાબદારી ઉઠાવે છે. બાળ શિશુના શરૃઆતના વર્ષો ખુબજ અગત્યના હોય છે. કેમ કે આ ગાળા દરમ્યાન તેમનો માનસિક વિકાસ થાય છે. આમ તે સ્ત્રી જ છે જે બાળકોનો સ્વસ્થ્ય માનસિક વિકાસ કરી શકે છે જે આગળ જતા દેશના નાગરિકો બનવાના છે. રચનાત્મક વર્ષોમાં જે સાંપ્રદાયિક મૂલ્યો (જેમ કે ધૈર્ય, બીજાઓનો આદર વગેરે)નું સિંચન કરવામાં આવે છે તે જ બાળકના આગળના વર્ષોના વિકાસ માટે નિર્ધારિત તત્વ સાબિત થાય છે. શરૃઆતના અધિગમ તબક્કામાં બાળકને માતા દ્વારા તે શિખવાડવામાં અને જે નૈતિક અને ભાવનાત્મક પ્રોત્સાહન આપવામાં આવે છે તે બાળકને સુરક્ષિત હોવાનો એહસાસ પેદા કરે છે અને ભવિષ્યમાં લોકો માટે આક્રમક વલણના વિકાસને રોકે છે.

સાંપ્રદાયિક સૌહાર્દને ફેલાવવામાં સ્ત્રીઓની ભૂમિકા એટલા માટે પણ નિર્ણાયક છે કે સાંપ્રદાયિક ટકરાવમાં તેમને સૌથી વધુ માઠી અસર પહોંચે છે. દરેક જગ્યાના તણાવને દૂર કરવા માટે સ્ત્રી જ ઉપાય બને છે. સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દને ફેલાવવા માટે તેઓ મહત્ત્વના અને અગત્યના સહભાગી બને છે. સ્ત્રી તેના નરમ અને સહાનુભુતિવાળા પ્રભુત્વ દ્વારા તેના સગા-સંબંધિઓને બીજા ધાર્મિક લોકો સામે આક્રમક આવેગની પરિસ્થિતિને સાંત્વનાદાયક ચર્ચાથી દબાવી શકે છે.

એક શિક્ષિકા તરીકે પણ સ્ત્રી સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્રની એકતાના વિકાસમાં ફાળો આપી શકે છે. બાળકો પર તેના કુટુંબ અને ખાસ કરીને માતા પછી તેની શિક્ષિકાનું પ્રભુત્વ વધુ જોવા મળે છે. ભાગલાવાદી સંસ્થાઓ દ્વારા ફેલાવવામાં આવતા ઝેરને જેર કરી શકે તેવા ભવિષ્યના નાગરિકો બનાવવા માટે જરૂરી છે કે તેમને મુલ્ય આધારિત શિક્ષણ અને વિજ્ઞાાન આધારિત શિક્ષણ એમ બંને આપવામાં આવે. તેઓ બિન-સાંપ્રદાયિક મૂલ્યોનું જતન કરી અને પરિસ્થિતિનો સાચો ચિતાર મેળવી ધાર્મિક સંસ્થાઓના સંકુચિત અને સીમિત લાભોને ઓળખી સ્વંય નિર્ણય લઈ શકે. શિક્ષણનો ધ્યેય છે કે તે એવી મનોવિજ્ઞાાનિક મનોવૃત્તિનો અને સ્થિતિનો વિવિધ દૃષ્ટિકોણથી જોઈ શકવાની ક્ષમતાનો વિકાસ થાય. લોકોમાં પક્ષપાત અને પૂર્વગ્રહોને સમજવાની સમજશક્તિનો વિકાસ થાય તેવો શિક્ષણ પણ આપવો જોઈએ. આમ બાળકોને ઇચ્છિત શિક્ષણ શિક્ષિકાઓ આપી તેમને દેશમાં સાંપ્રદાયિક શાંતિ અને એકતાના વિકાસ માટે એક જવાબદાર નાગરિક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે.

સ્ત્રીઓનો રાજનેતિક સશક્તિકરણ પણ રાષ્ટ્ર એક્તાના પ્રયત્નોમાં અને સાંપ્રદાયિક સૌહાર્દની પરિસ્થિતિને પેદા કરવામાં મદદરૃપ બની શકે છે. સ્ત્રીઓ સમાજમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. તેઓ સમાનતા અને સમાન દરજ્જાની તકોની માગ કરે છે. સ્થાનિક સરકારોમાં તેમનું સશક્તિકરણ તેમના સામાજીક સ્તરને ઊંચુ લાવવામાં મદદગાર પુરવાર થયું છે. તેનું આત્મસન્માન પણ વધ્યું છે અને તેના વિકાસ માટે નિર્ણય લેવામાં તેમનો પણ ભાગ હોય છે. સ્ત્રીઓની વધેલી આ અગત્યતા અને સત્તાનો ઉપયોગ સીમિત ધાર્મિક લાભો માટે કરવાને બદલે તેમના પોતાના વિકાસ માટે કરવો જોઈએ. સ્ત્રીઓનો લોકહિત ચાહનારૃં વલણ તેમને તેમના રાજકીય તાકાતનો ઉપયોગ ઉન્નતી અને વિકાસ તરફ દોરી જશે. આમ સ્ત્રી સશક્તિકરણ ધાર્મિક પૂર્વગ્રહોને વધતા અટકાવશે અને સાંપ્રદાયો વચ્ચે કોમી સૌહાર્દને ફેલાવી સમાજમાં સામાજીક એકતા તરફ લઈ જશે.

સ્ત્રીઓ સીધી રીતે ભવિષ્યની પેઢી પર પોતાનું પ્રભુત્વ ધરાવે છે. બાળકોને ઉન્નતિની દિશા બતાડવા અને તેમનો વિકાસ કરવા તેમજ બાળકોને સામાજીક મૂલ્યોનો સિંચન કરવા માતા બાળકોની પ્રથમ શાળા છે. બાળકોમાં રાષ્ટ્રીય લાક્ષણિકતાના બીજ રોપણથી દેશના સામાજીક તાતણો મજબૂત થશે અને દેશની એકતા મજબૂત બનશે. આમ દેશની એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દને પેદા કરવામાં સ્ત્રીઓ તેમની બહુમુખી અને વ્યાપક ભૂમિકા ભજવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments