Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસામાજિક ન્યાય માટે દલિતોનો સંઘર્ષ

સામાજિક ન્યાય માટે દલિતોનો સંઘર્ષ

જુલાઈ ૨૦૧૭માં ગુજરાતના મહેસાણામાં દલિત અધિકાર મંચના નેજા હેઠળ સરઘસ કાઢી રહેલા દલિતોની ધરપકડ કરવામાં આવી. આ સરઘસ દલિતો વિરુદ્ધ ગાયના મુદ્દા ઉપર કરવામાં આવેલી ભયાનક હિંસાના એક વર્ષ પૂરા થવા પર કાઢવામાં આવી રહ્યો હતો. ઉના ઘટના પછી, યુવા નેતા જિગ્નેશ મેવાણી અને તેમના સાથી,  દલિત અત્યાચાર લડત સમિતિ (દલિતોના વિરુદ્ધ અત્યાચારોથી લડવામાં માટે સમિતિ)ના નેજા હેઠળ એકત્ર કરવાના પ્રયાસો કરી રહ્યા છે.  તેમના સૂત્ર છે, “અમને જમીન આપી દો, ગાયની પૂંછડી તમે પકડી રાખો.” તેઓએ પહેલા મૃત ઢોરોને ઠેકાણે લગાવવાથી નકાર્યું અને મૃત ગાયોના મૃતદેહોનો ઢગલો કલેકકરના કાર્યલયની સામે લગાવી દીધા હતા. આ આંદોલનના નેતાઓનું કહેવું છે કે દલિતોને પ્રતિષ્ઠિત જીવન જીવવા માટે જમીન જોઈએ.

આ આંદોલન, દલિત જાતિઓના સંઘર્ષના ઇતિહાસમાં સિમાચિહ્નરૃપ છે. આમાં કોઈ શંકા નથી કે સ્વતંત્રતા પછી દલિતોની સ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ આ સુધારો કાચબાની ગતિથી થઈ રહ્યો છે. આ પરિવર્તનના માર્ગમાં ઘણા રોડા છે. જેમાં મુખ્ય છે દલિત નેતૃત્વની નિષ્ફળતા.  હિંદુ રાષ્ટ્રના હિમાયતી સરકારના સત્તામાં આવ્યા પછી, ગત અમુક વર્ષોમાં દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે. ઉચ્ચ જાતિના લોકો આક્રમક થઈ ગયા છે, જે સહારનપુરમાં જોવા મળ્યુ.  ત્યાં ઉચ્ચ જાતિના ઠાકુરોએ આંબેડકરની મુર્તિને લગાવવા નહીં દીધી. આના વિરોધમાં દલિતોએ ધમકી આપી કે તેઓ બૌદ્ધ ધર્મ સ્વિકારી લેશે.

હાથથી ગંદકી સાફ કરવાની પ્રથા દેશમાં આજે પણ પ્રચલિત છે. સ્વચ્છતાના કાર્યોમાં લાગેલા લોકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ભારત સરકારનો સ્વચ્છતા અભિયાન ફકત નેતાઓ અને અધિકારીઓના ઝાડુ હાથમાં લઈને ફોટો પડાવવા સુધી મર્યાદિત છે. સ્વચ્છતાથી સંબંધિત સમસ્યાઓના ઉંડાણપુર્વક અભ્યાસ અને તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ નથી થઈ રહ્યો. ગરીબી અને જાતિઓની સંસ્કૃતિ, જે સમુદાયના એક વિશેષ ભાગને સ્વચ્છતાના કામોમાં લગાવી રહેવા ઇચ્છે છે, તે સફાઈ કામદારોની દુર્દશા પાછળ જવાબદાર છે. વર્તમાન સરકારના સત્તામાં આવ્યા પછી દલિતોની મહત્ત્વકાંક્ષાઓને કચડવાના કાર્યો ઝડપથી વધ્યા છે. આઈઆઈટી મદ્રાસમાં પેરીયાર સ્ટડી સર્કલ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને રોહિત વેમ્યુલાની સંસ્થાકીય હત્યા કરવામાં આવી. આ કમનસીબ છે કે રાજ્યો આ પરિસ્થિતિઓનો સામનો કરવા અને દલિતોની સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે કોઈ પ્રયાસો નથી કરી રહ્યા.

સમાજના ભાગલા પાડવા માટે સાંપ્રદાયિક રાજનીતિને મજબૂત કરવા માટે ગૌહત્યા અને ગૌમાંસના મુદ્દા ઉછાળવામાં આવી રહ્યા છે. આ અભિયાનના નિશાના ઉપર મુસલમાન તો છે જ, આથી દલિતોનો એક મોટો વર્ગ અને બધાં સમુદાયોના ગરીબ ખેડૂતોને પણ નુકસાન ભોગવવો પડ્યો છે. ઊનાની ઘટના તો એક ઉદાહરણ માત્ર છે. આ બાબતે દલિતોમાં અસંતોષ અનેક્રોધને ઉપર લાવી મુક્યો છે. રોહિત વેમ્યુલાની મૃત્યુ પછી આ વિરોધ સડકો ઉપર આવવા લાગ્યો. પારંપરિક દલિત નેતૃત્વ પાસે આ સમસ્યાઓ માટે સમય નથી. રોહિત વેમ્યુલાની આત્મહત્યા પછીથી દલિતો ઉપર અત્યાચારના મુદ્દા ઉઠાવવાવાળાને રાષ્ટ્ર વિરોધી કહેવામાં આવ્યા. અત્યારે દલિતોનો એક નવો અને યુવાન નેતૃત્વ સામે આવ્યો છે. જે દલિતોની મુક્તિ અભિયાને નવી રીતથી ચલાવવામાં માની રહ્યો છે.

આંબેડકર અને જોતિરાવ ફૂલે આ આંદોલન માટે પકડી લેવામાં આવ્યાં હતાં. જેણે સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રોમાં દલિતોની બરાબરીનો મુદ્દો ઉઠાવ્યો. ભારતીય સંવિધાને એ દલિતોને સમાન દરજ્જો આપ્યો. આરક્ષણની વ્યવસ્થાથી તેમની સ્થિતિમાં સુધારો આવ્યો છે. પણ માત્ર આરક્ષણ, દલિતો માટે સર્વરોગની દવા નથી. ભારતમાં સાર્વજનિક શિક્ષણ વ્યવસ્થા અને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ઉદય એ દલિતોને પોતાના પગ ઉપર ઉભા થવામાં મદદ પુરી પાડી છે. ઈ.સ. ૧૯૮૦ના દશકા પછીથી આ પ્રક્રિયાને નબળી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અને આ માટે ઓળખથી સંબંધિત મુદ્દાઓ જેમ કે રામમંદિર, ગાય, ઘર વાપસી, લવજિહાદ વગેરે ઉઠાવવામાં આવી રહ્યા છે. મંડલ આયોગની રિપોર્ટને લાગુ કર્યા પછી જાતિ વ્યવસ્થાઓને એક મોટા પડકારના સ્વરૃપમાં જોવામાં આવ્યો અને પ્રતિક્રિયા રૃપે રામમંદિર આંદોલનને જોશથી ચલાવવામાં આવ્યું. આવા મુદ્દાઓ ઉપર ઉઠેલા અવાજોએ સામાજિક બદલાવના મૂળ એજન્ડાને હાસિયામાં મુકી દીધો છે.

હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિએ ઓળખની રાજનીતિને બદલી નાખી છે. હિંદુ રાષ્ટ્રવાદીઓએ ઉદિત રાજ, રામવિલાસ પાસવાન અને રામદાસ અઠાવલે જેવા નેતાઓને પોતાની સાથે રાખી લીધા છે. આમાંથી ઘણાને માત્ર ખુરશીથી  લગાવ છે. અત્યારે આર.એસ.એસ દ્વારા પ્રશિક્ષિત એક દલિત રામનાથ ગોવિંદને ભારતનો રાષ્ટ્રપતિ નિયુક્ત કરીને દલિતોને રિઝાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોશિયલ એન્જીનીયરીંગના હોશિયારીપૂર્વકના ઉપયોગથી દલિતોના એક મોટા ભાગને દક્ષિણપંથી અભિયાનોનો ભાગ બનાવવામાં આવ્યો છે. ત્યાં સુધી કે તેઓને હિન્દુ રાષ્ટ્રવાદીઓ તરફથી રસ્તાઓ ઉપર લોહિલુહાણ કરવામાં આવી રહ્યા છે. દલિતોના મહાનાયકોનો જીવન અને કાર્યોને એવી રીતે પ્રસ્તુત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જાણે કે તેઓ દક્ષિણપંથી સમજૂતીની પ્રતિ સહાનુભૂતિની ભાવના રાખે છે.

સામાજિક સપાટી ઉપર સામાજિક સમરસ્તા મંચ જેવા સંગઠનો, દલિતો અને અન્ય જાતીઓની સાથે જોડી દેવાના કામો કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જાતિગત, ઊંચનીચ, મુસ્લિમ આંક્રાતિઓની સાથે દેશમાં આવી છે. એવું કહેવું આબંડકરની આવી અવધારણાની વિરુદ્ધ છે કે જાતિ પ્રથાની જડ હિન્દુ ધર્મગ્રંથોમાં છે અને આ ધર્મગ્રંથ, મુસલમાનોના દેશમાં આવવાના પહેલાથી નહીં પરંતુ ઇસ્લામના જન્મથી પહેલા લખવામાં આવ્યા હતા. આંબેડકરન અનુસાર દલિત રાજનીતિનો અંતિમ લક્ષ્ય  જાતિનો ઉનમુલન હોવું જોઈએ. હિન્દુત્વવાદી, સમરસતાના નામે જાતિ ઉનમૂલન અને ક્ષમતાના લક્ષ્યથી દલિત આંદોલનને ભટકાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. દલિત આંદોલનને તેના મુખ્ય લક્ષ્ય – ક્ષમતા અને જાતિ ઉનમૂલનથી દૂર કરી દેવામાં આવ્યું છે.

રોહિત વેમ્યુલાની મોત અને ઊનાની ઘટના પછી શરૃ થયેલાં આંદોલનો અને અભિયાનોથી એવી આશા જાગે છે કે દલિત આંદોલન ફરીથી પોતાની પટરી ઉપર પાછો ફરશે અને નવા આંદોલન અને અભિયાન ફૂલે અને આંબેડકરના માર્ગ ઉપર ચાલીને જાતિ ઉનમૂલન માટે કામો કરશે. દલિતોનો નવો નેતૃત્વ માત્ર ઓળખથી જોડાયેલા મુદ્દાઓ અને આરક્ષણની ઘિસીપિટી માંગની આસપાસ ફરી રહ્યા નથી. તેઓ દલિતો માટે જમીન અધિકાર ઇચ્છે છે અને તેઓ તેમને ગરિમાપૂર્ણ જીવન આપવા ઇચ્છે છે. આ મુદ્દાઓ ઘણા સમયથી દલિત આંદોલનથી ખોવાયેલ હતાં. /

(લેખક આઈ.આઈ.ટી. મુંબઈમાં ભણાવતા હતા અને ઈ.સ. ૨૦૦૭માં નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડથી સન્માનિત છે.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments