Thursday, September 12, 2024
Homeમનોમથંનસોશ્યલ મીડિયાની નફરતની આગથી દેશને બચાવો

સોશ્યલ મીડિયાની નફરતની આગથી દેશને બચાવો

સોશ્યલ મીડિયાના માધ્યમથી કોઈ વ્યક્તિ અથવા સંગઠન જ્યારે આપણા ધર્મ અને આસ્થા ઉપર અભદ્ર ટિપ્પણી કરે છે, આપણી ધાર્મિક ભાવનાને ભડકાવવા ઇચ્છે છે અને તેને જોઈ, વાંચી અને સાંભળીને તમે ગુસ્સે થઈ જાવ છો, આપણી સહિષ્ણુતા સમાપ્ત થઈ જાય છે અને પછી તે બધાને તમે એ જ ભાષામાં જવાબ આપવા ઇચ્છો છો અથવા આપી રહ્યાં છો, તો સમજી લો કે આપ તે લોકોના એજન્ડા ઉપર કાર્ય કરી રહ્યાં છો, જે સોશ્યલ મીડિયાના માધ્યમથી સમાજના વાતાવરણને ખરાબ કરવા માંગે છે. આપણી દરેક પ્રતિક્રિયા અથવા ગુસ્સાની હાલત, તે જ લોકોની ભાષામાં જવાબ આપવો તેઓના એજન્ડાને સફળ બનાવે છે.

એવી પરિસ્થિતિમાં ઘણા જ સંયમ, ધૈર્ય અને સહિષ્ણુ રહેવાની જરૃર છે અને એવી પોસ્ટ અથવા વીડિયોની અવગણના કરવી જોઈએ. જો આના પછી પણ તમે જવાબ આપવા વ્યાકૂળ છો તો આપને એવી ભાષા અને પરિભાષાનો ઉપયોગ કરવો પડશે જેનાથી તે વ્યક્તિ અથવા સંગઠનના એજન્ડા સફળ ન થાય.

ફેસબુક ઉપર વારંવાર આપણે દરેક વાતનો જવાબ આપવા લાગીએ છીએ જે રીતે પરિક્ષા-ખંડમાં પરિક્ષા આપી રહ્યા હોઈએ. બલ્કે ક્યારેક તો પરિક્ષામાં પણ આટલી સક્રિયતા નથી દેખાતી. આપ જોતા હશો કે ક્યારેક આપણે પરિક્ષામાં કોઈ પ્રશ્નના ઉત્તરમાં ઘણા પૃષ્ઠો ભરી દઈએ છીએ પરંતુ તે પ્રશ્નોના ઉત્તર નથી લખતા જે વાસ્તવમાં પૂછવામાં આવ્યા છે. એમ જ અમુક નુસ્ખો ફેસબુક અથવા સોશ્યલ મીડિયા ઉપર પણ અપનાવવો જોઈએ જેનાથી તે વ્યક્તિ અથવા સંગઠનને જવાબ આપી શકાય જે અંધાધૂંધી ફેલાવવા માગે છે.

સરળ માર્ગ આ છે કે જ્યારે કોઈ ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરે અને મુસ્લિમ નામની આઈડીથી હિંદુ ધર્મને લક્ષ્ય કરે અને તમે હિંદુ છો તો કહો કે ઇસ્લામ તો ઘણો સારો ધર્મ છે જેમાં બધાને સમાન બતાવવામાં આવ્યા છે જે ભાઇચારો અને શાંતિને પ્રોત્સાહન આપે છે. તેથી પોસ્ટ કરવાવાળો મુસ્લિમ બનીને હિંદુ ધર્મને લક્ષ્ય કરી રહ્યો હોય તો તેની પાસે કોઈ જવાબ નહીં હોય.

આ જ રીતે જો પોસ્ટ કરવાવાળો હિંદુ બનીને કોઈ હિંદુ નામની આઇડીથી ઇસ્લામ વિષે અભદ્ર વાત કહે છે, પયગમ્બર અને કુઆર્ન માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે તો તેનાથી કહો કે હિંદુ ધર્મ દુનિયાના અમુક પ્રાચીન ધર્મોમાંથી એક છે જેની સંસ્કૃતિથી દુનિયા આકર્ષેય છે, જે પ્રેમ અને ભાઈચારાના પ્રલોભન છે. તો પોસ્ટ કરવાવાળો ઘબરાઈ જશે કે તેના વિષનો અસર કેમ નથી થઈ રહ્યો. ભાષાનો વળતો ઉત્તર આપવાથી તમે ક્યારે સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકતા. કોઈ ફેસબુક ઉપર ગોળી આપે અને તમે પણ ગોળી આપો તો ગોળીઓની નવલકથા અથવા મહાકાવ્ય તો તૈયાર થઈ શકે છે પરંતુ કોઈ સમસ્યાનો સમાધાન નથી થઈ શકતો બલ્કે સમસ્યામાં વધારો જ થશે.

આ જ રીતે તે વાતનો જવાબ નહીં આપો જે આપથી બળજબરી બોલાવવા માગે છે બલ્કે શાંતિપૂર્વક બધા ધર્મોની જે પણ વિશેષતા તમે જાણો છો તેને લખી દો. તમે જોશો કે ફેસબુક ઉપર ઝેરી ભાષા વાળા અમુક દિવસોમાં જ ગાયબ થઈ જશે.

તમે એવી પોસ્ટ ઉપર ફરિયાદ પણ કરી શકો છો જે ધાર્મિક ભાવનાને ઉશ્કેરે છે પરંતુ પોસ્ટ આટલી વધારે જોવા મળે છે કે જો આપ ફરિયાદ કરવા ઉપર આવી જાઓ તો પોતાની જોબ છોડવી પડશે.

જોકે બધા હિંદુ મુસ્લિમ યુવાનો જે સમાજમાં શાંતિ ઇચ્છે છે અને સોશ્યલ મીડિયાની નફરત અને તેની આગથી દેશને બચાવવા માંગે છે તેઓને આગળ આવવા પડશે અને પોતાની ભાષા અને કાર્યથી, આસ્થાને સુરક્ષિત કરવો પડશે જેથી આવનારી પેઢી  એ સુંદર હિંદુસ્તાન જોઈ શકે જેને આપણા વડીલોએ પોતાના જીવ કુર્બાન કરીને તૈયાર કર્યો હતો. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments