Tuesday, September 10, 2024
Homeસમાચારસ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા (SIO)ને મળેલી વધુ એક મોટી સફળતા

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા (SIO)ને મળેલી વધુ એક મોટી સફળતા

સુપ્રિમ કોર્ટનો નિર્ણય : ર૦૧૮-૧૯ના શૈક્ષણિક સત્રથી ઉર્દુમાં પણ થશે નીટ (NEET)ની પરીક્ષા

સુપ્રીમ કોર્ટે હાલમાં જ કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી કે, મેડિકલમાં પ્રવેશ માટે ર૦૧૮-૧૯ના શૈક્ષણિક સત્રમાં યોજાનારી નીટની સામાન્ય પરીક્ષામાં ભાષા તરીકે ઉર્દૂનો પણ સમાવેશ કરવામાં આવે. જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટીસ એ.એમ. ખાનવિલકર અને એમ.એમ. શાંતનાગોદરની ખંડપીઠે સાતમી મે, ર૦૧૭થી શરૃ થઈ રહેલી નીટ માટે માધ્યમ તરીકે ઉર્દૂને પણ સમાવવા માટે આદેશ માટે અરજી કરનારા અરજદારને જણાવ્યું હતું કે, ‘આ વર્ષે સરકાર માટે ઉર્દૂને, સમાવવાનું શકય નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે, અમે વર્ષ ર૦૧૮-૧૯ના શૈક્ષણિક સત્રથી નીટની પરીક્ષામાં ઉર્દૂને સમાવવા માટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે.

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ વર્ષે નીટ માટે ઉર્દૂનો સમાવેશ આપોઆપ જ થઈ શકે છે જ્યારે બેંચે જણાવ્યું હતું કે, ‘સમસ્યા એ છે કે આ કામ આ વર્ષે શકય નથી તેમાં ઘણી મુશ્કેલી છે. બેંચે એમ કહ્યું કે તમે સમજવાનો પ્રયત્નો કરો કે અમે કેન્દ્રને ચમત્કાર સર્જવા ન કહી શકીએ. સાતમી મેએ પરીક્ષા છે અને આજે ૧૩મી એપ્રિલ થઈ છે. આમાં ઘણી બધી પ્રક્રિયા સામેલ છે.’ બીજી તરફ કેન્દ્ર તરફથી કોર્ટમાં હાજર રહેલા સોલીસીટર જનરલ રણજીતકુમારે જણાવ્યું હતું કે, ‘અમે આગામી ર૦૧૮ના શૈક્ષણિક વર્ષથી ઉર્દૂ માધ્યમને પણ નીટની પરીક્ષામાં સમાવવાની સલાહનો વિરોધ કર્યો નથી. સોલીસીટર જનરલે ૩૧મી માર્ચે સુપ્રીમ કોર્ટમાં એમ જણાવ્યું હતું કે, નીટની પરીક્ષામાં ઉર્દૂનો સમાવેશ કરવાની માગ કરતા વિદ્યાર્થી જૂથે કેન્દ્ર પર કોમવાદી હોવાનો આરોપ મૂકયો હતો.

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા (SIO)ના રાષ્ટ્રીય સચિવ તૌસીફ અહેમદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફીડેવિટ દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ચાલુ શૈક્ષણિક વર્ષથી નીટ માટે ઉર્દૂને એક માધ્યમ તરીકે લાવવું શકય નથી. હાલમાં નીટની પરીક્ષા હિંદી, ઈંગ્લીશ, ગુજરાતી મરાઠી, ઓડિયા, બંગાળી, આસામી, તેલુગુ, તમિલ અને કન્નડ એમ ૧૦ ભાષામાં લેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર, એમસીઆઈ, ડીસીઆઈ અને સીબીએસઈને નીટ ર૦૧૭ માટે ઉર્દૂનો સમાવેશ કરવા સલાહ આપી હતી.
સ્પષ્ટ રહે છે ઉર્દુ ભાષા ભારતમાં બોલવામાં આવનારી છઠ્ઠી સૌથી મોટી ભાષા છે. ૧૦માં અને ૧૨માં ધોરણના ઘણા બધા વિદ્યાર્થીઓ ઉર્દુ બોલે અને સમજે છે. ઉર્દુથી ઓછુ બોલનારી ભાષાઓમાં ગુજરાતી, કન્નડ, ઉડીયા અને આસામી ભાષાઓ છે જે નીટ પરિક્ષાના માધ્યમમાં સામેલ છે પરંતુ ઉર્દુ ભારતની છઠ્ઠી સૌથી વધારે બોલવામાં આવનારી ભાષા હોવા છતાં પરિક્ષામાં સામેલ કરવામાં આવી ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments