Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસહંમેશા હકારાત્મક વિચારો રાખો

હંમેશા હકારાત્મક વિચારો રાખો

પોતાના વિષે તમારા વિચારો તમારા વ્યક્તિત્વ પર ઊંડી અસર નાખે છે. મનમાં થતી હીન ભાવનાને કારણે તમારો આ વિચાર કે મારાથી કશુ નહીં થાય, હું કોઈ કામનો નથી, તમને વાસ્તવમાં નકામો બનાવવા પર ઉતરી આવે છે, જ્યારે આત્મવિશ્વાસ, સકારાત્મક વિચાર તમને કંઈક કરી જવા માટે પ્રોત્સાહિત કરે છે.

મીના લાલવાનીની પાસે એક સુંદર બગીચો હતો. વહેલી સવારે ઊઠીને એ જ્યારે બગીચામાં જતા, માળીની ટીકા કરવાનું શરૃ કરી દેતા. આ માણસ બહુજ કામચોર છે, આહીંયા સુકાયેલા પાંદડા પડેલા છે, આ ક્યારી સાફ નથી થઈ, આ કુંડૂ ત્યાં મુકવાનું હતુ, આ પાઈપ બહાર જ મુકીને જતો રહ્યો, કહેવાનો અર્થ એ કે એમની સવારની શરૃઆત જ નકારાત્મક વિચારા લઈ ને થતી હતી.

ત્યાં મીનાના પાડેશી મીસ્ટર બાલકૃષ્ણ જાડેજા પોતાના ઘરમાંથી તેમના બગીચાના ફૂલ જોઈને બહુજ ખુશ થતા અને પોતાની પત્નીને પણ બતાવી ને કહેતા, “મીનાજીનો માળી પોતાના કામમાં બહુજ એક્સપર્ટ છે. તેણે બગીચાની કેટલી સરસ સંભાળ રાખી છે કે જોઈને દીલ ખુશ થઈ જાય છે.”

જો કોઈ દુશ્મનાવટની વાત કરવામાં આવે તો આ એક કડવી સચ્ચાઈ છે કે તમે લાખ તેના વિષે વિચારવાનું ટાળો પરંતુ આ દુશ્મનીની સ્ટ્રોંગ ફીલીંગ તમારો પીછો નથી છોડતી. એનો ઉપાય એ છે કે તમે દુશ્મનના સારા ગુણ જુઓ, દુર્ગુણ ભુલી જાઓ. પોતાનાઓથી મળવાનો રસ્તો પણ ત્યારે તેે ચોખ્ખો થશે કે જ્યારે આ એક મોટો બ્લોક હટશે. નકારાત્મક વિચારોને પોતાના મગજ માંથી કાઢી મુકીએ. “હું બહુ જ ગુસ્સાવાળો છું, શું કરૃં ગુસ્સામાં મારો મારી જાત પર કાબૂ નથી રહેતો, ” આવુ કહેતા રહેવાથી કોઈ લાભ થવાનો નથી. એના સિવાય એ સમય કે જ્યારે તમે બહુ શાંત રહેતા હોવ, ખુશ રહેતા હોવ, ધૈર્ય ધરાવતા હોવ, તે સમયને મહત્ત્વ આપી તમે એવુ સમજો કે વાસ્તવમાં હું ધૈર્યવાન અને ખુશમિજાજ છું.

વર્તમાનમાં જીવવાનું શીખીએ, તમે કાલે શું હતા અથવા કાલે શું બનશો, આ જ વિચારતા રહેવાના બદલે વર્તમાનને સારી રીતે માણીએ. નફો નુકશાન જીવનમાં થતો રહે છે, નુકશાનને લઈને હતાશ ન થઈએ.

વસીમે રૃા. ૨ લાખનો પ્લોટ રૃા. ૩ લાખમાં વેચી દીધો, પરંતુ જ્યારે એને સમાચાર મળ્યા કે એ જ પ્લોટ આગળ વાળી વ્યક્તિએ ચાર લાખમાં વેચી દીધો, તો તેને પોતાને એક લાખ રૃપિયાનો ફાયદો થયો એ તો યાદ ના રહ્યું, તેના માટે એક લાખનું નુકશાન વઘુ મહત્ત્વનું થઈ ગયું. એનો મૂડ ખરાબ રહેવા લાગ્યો, ત્યાંજ તેની પત્ની આઈશા એક લાખ રૃપિયાના નફા ને  લઈને ખૂબજ ઉત્સાહીત હતી. તે મનમાં ને મનમાં એવી યોજના બનાવી રહી હતી કે તે આ પૈસા દ્વારા પોતાની કઈ કઈ ઇચ્છાઓને પુરી કરી શકશે.

તમારો આ વિચાર કે કોઈ તમારી મશ્કરી કરે છે, એ વાત તમને જો ડીપ્રેશનમાં નાખતી હોય તો તે મશ્કરી કરનાર ને સશક્ત બનાવે છે. કારણકે એ તમને નીચો દેખાડવા માંગતો હતો અને તમે એની ઇચ્છા પૂરી કરી નાખી. આવુ ન થવા દેવું જોઈએ. તમારે એવું વિચારવું જોઈએ કે એ તમારા જેટલો સમજુ નથી એટલે મશ્કરી કરીને પોતાનું વેર કાઢી રહ્યો છે.

દરેક સમયને એ રીતે જીવો કે આ અંત સમય છે. આ વિચાર જીવનને નવા રંગ પુરા પાડે છે. જીવનમાંથી કંટાળો દૂર કરે છે કે જે દરેકના જીવનમાં કોઈને કોઈ રીતે પ્રવેશ કરે જ છે. હંમેશા સકારાત્મક રીતે વિચારો, ત્યારે જ જીવનમાં આગળ વધી શકાશે. આ વિચારીને કે આપણી પાસે જે મહત્ત્વની વસ્તુઓ છે તે ના હોત, જોવાની શક્તિ ના હોત, સાંભળવાની ક્ષમતા ન હોત, રોટલી માટે પૈસા ના હોત, આ હવા, તડકો, છાંયડો, દિવસનો પ્રકાશ, મિત્રો, સંબંધીઓ ના હોત તો શું થાત. તમને આ જરૂરી વસ્તુઓનું મહત્ત્વ જણાઈ જશે અને તમારૃ મન એમ વિચારીને ખુશીથી ભરાઈ જશે કે તમે કેટલા ખુશનસીબ છો.

પોતાને સ્વિકારો, પોતાના ગુણો ને વિનમ્રતાના લીધે ન નકારો, તેને ખોલીને પોતાની સામે મૂકો, વારંવાર મૂકો. આનાથી તમારી અંદર નકારાત્મક વિચારોનું જોર ઓછું થઈ જશે. પ્રેક્ટીકલ થવું જરૂરી છે. હવામાં મહેલ બનાવવાથી કામ નહીં ચાલે. પોતાની યોગ્યતાને ઓળખીને જ કોઈક ખાસ ક્ષેત્રમાં પગ મુકવા. તમને શાયરીમાં રસ છે, લેખન તમારી પ્રતિભા છે તો તમે લેબ.માં શું કરશો? પોતાના મગજની લેબ.માં જાઓ અને શબ્દો અને કલ્પનાઓથી અલગ અલગ પ્રયોગ કરો.  સફળતા ત્યાંજ મળશે. આપણા આવા જ વિચારો આપણને સફળ બનાવે છે. જ્યારે આપણે સકારાત્મક વિચારને સકારાત્મક કાર્યોમાં પરિવર્તિત કરીએ છીએં, તો એવુ માનીને ચાલીએં કે આપણે પોતાનો વિકાસ કરી રહ્યા છીએં.  *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments