Saturday, November 2, 2024
Homeઓપન સ્પેસહઝરત લુકમાન ઉદાહરણરૃપ પિતા

હઝરત લુકમાન ઉદાહરણરૃપ પિતા

હઝરત લુકમાનની પોતાના દિકરાને શીખ એ અત્યંત પ્રખ્યાત છે. કુઆર્ન મજીદમાં તેમની શિખામણનો ઉલ્લેખ વિશેષરૃપે કરવામાં આવ્યો છે. સવિશેષ તેનું વર્ણન મક્કાના કાળની સૂરતોમાં કરવામાં આવ્યું છે. જેનું નામ જ સૂરઃલુકમાન છે. આ એવો સમય હતો જ્યારે ઈમાનવાળા પ્રશિક્ષણના અત્યંત અગત્યના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતાં. તેમને માનવ ઇતિહાસના શ્રેષ્ઠ લોકોની હેસિયતથી તૈયાર કરવામાં આવી રહ્યા હતા. એવા કાળમાં પ્રશિક્ષણનો પ્રત્યેક ઉદાહરણ અત્યંત મહત્વ ધરાવતું હતું. હઝરત લુકમાનની શિખામણને માત્ર ડહાપણ ભરી વાતો ગણવી યોગ્ય ન ગણાય. આ શિખામણ એક ઉચ્ચ દરજ્જાના પ્રશિક્ષણનું સચોટ મથાળું છે. આ શિખામણ અંતર્ગત એ જોવું જોઈએ કે એક હકીમ-ડહાપણભર્યા પિતાએ પોતાના બાળકની કેળવણી કયા પ્રકારે કરી હતી અને એક ઉચ્ચ મિશન માટે કેવી રીતે તૈયાર કર્યો હતો.

એક મો’મિન પિતા તરીકે હઝરત લુકમાને પોતાના બાળકને દરેક પ્રકારના શિર્કથી બચવા અને નમાઝની બહુ જ દરકાર લેવાની કેળવણી આપી. બાળકમાં એકેશ્વરની સાચી કલ્પના-ખ્યાલ પેદા કરવા સારૃ ડગલેને પગલે શિર્કની હકીકતથી સ્પષ્ટપણે વાકેફ કરાવવું જરૂરી હોય છે. શિર્કથી બચવા અને એકેશ્વરને અખ્ત્યાર કરવાનું અમલી દર્શન સૌથી પ્રથમ અને સૌથી અધિક નમાઝની દરકાર લેવાથી થાય છે. વાસ્તવિકતા આ છે કે જે લોકો નમાઝ નથી પઢતા તેઓ તેમના જીવનમાં એકેશ્વરના ખ્યાલની કોઈ સાબિતી નથી ધરાવતા. પૂણ્ય અને સદાચારથી પ્રેમ ધરાવનાર પોતાના બાળકોની કેળવણી બાબતે ચિંતીત હોય છે. તે તેઓને સારી વાતો અખ્ત્યાર કરવાનો આગ્રહ કરે છે અને નરસી વાતોથી બચવાની શીખ આપે છે. પણ પોતાના બાળકોને એ રીતે તૈયાર કરવા કે આગળ જતાં તે લોકોને સદાચારની શિખામણ પણ કરે અને દુરાચારથી રોકે અને બાળપણથી જ તેને એ કળા શિખવવી કે તે બીજાને ભલાઈની શીખ કેવી રીતે આપે. આવી સમજણ બહુ ઓછા લોકોને પ્રાપ્ત થાય છે. ટુંકમાં બાળકોને નેક અને ગુણવાન બનાવવાની ચિંતા તો ક્યાંક ક્યાંક જોવા મળે છે પણ તેમને દાઈ (નિમંત્રક) બનાવવાનો વિચાર તો દૂર દૂર સુધી દેખાતો નથી.

હઝરત લુકમાને પોતાના દીકરાની એવી તો કેળવણી કરી કે તે ન માત્ર પોતે નેકીઓને અપનાવી અને બુરાઈઓથી બચે બલ્કે અન્યોને પણ નેકીઓ અપનાવવા અને બુરાઈઓથી દૂર રહેવાની શીખ આપે. આ કેળવણીની ચરમસીમા છે. પ્રત્યેક મા-બાપે એ લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ.

હઝરત લુકમાને પોતાના બાળકને સારી વાતોની કેળવણી આપી અને તેને ફેલાવવાની અને બુરી વાતોને અટકાવવામાં પડતી તકલીફોને સહન કરતા પોતાના ધ્યેય અને મિશન પર ધૈર્ય અને મજબૂતાઈથી અડગ રહેવા તૈયાર કર્યો. પોતાના વ્હાલા દિકરાને મુશ્કેલીઓને સહન કરવા અને તેના પર અડગ રહેવાની શીખ આપવી સહનશીલતાનું કામ છે, નાની-સૂની વાત નથી. પોતાના બાળક બાબતે માત્ર આ વિચાર કે તેને કોઈ કામમાં સખત મુશ્કેલી પડશે, હૃદય ભાંગી પડે છે. તકલીફોની બધી જ શક્યતાઓ છતાં એવા કાર્યને કરતા રહેવાની  શિખામણ અને આગ્રહ એવો જ પિતા કરી શકે જેનું ઈમાન અને શ્રદ્ધા પર્વત સમાન મજબૂત હોય. અને જે પોતાના લાડકવાયા દિકરા કરતાં પોતાના રબથી વધારે પ્રેમ કરતો હોય. અને ઇચ્છતો હોય કે નયનગમ્ય દિકરો પણ પોતાના જીવથી વધુ પોતાના રબથી પ્રેમ કરે. હઝરત લુકમાને પોતાના દિકરામાં ઉચ્ચ કોટીના દાઈના ગુણ સિંચ્યા. એક દાઈની ચાલ કેવી હોવી જોઈએ. તેનો અવાજ કેવો હોવો જોઈએ તેની પણ પૂરેપૂરી કેળવણી આપી. સારા માણસ બનવા સારૃ દરેક અદા-કર્મને સુંદર અને હૃદયગમ્ય બનાવવું જરૂરી હોય છે. ન ચાલમાં અસમતુલા હોય અને ન જ અવાજમાં, અને ન અવાજ ગધેડા જેવો હોય. હઝરત લુકમાને પોતાના દિકરાના સમાજ પ્રત્યેના વલણ ઉપર ખાસ ધ્યાન આપ્યું. તેનામાં કોઈ પણ પ્રકારનો અહમ-અહંકાર ન આવી જાય. તેમણે પોતાના દિકરાને તાકીદ કરી કે તે પોતાના દિલને પણ અને આચરણને પણ ઘમંડની ગંદકીથી સ્વચ્છ રાખે. જ્યારે દિલમાં ગર્વ-ઘમંડ હોય છે તો આચરણમાં પણ ગર્વ-ઘમંડ દેખાયા લાગે છે. જેના દિલમાં સ્વપ્રશંસાની વૃત્તિ હોય છે. તેને ‘ફખ્ર’ કહેવાય છે. અને જેના આચરણમાં ઘમંડ હોય છે તેને ‘મુખતાલ’ કહેવાય છે. અલ્લાહ ન ‘ફર્ખ્ને પસંદ કરે છે અને ન જ ‘મુખતાલ’ને માણસ ગર્વ-ઘમંડને પોતાના આચરણમાંથી જ બહાર કાઢી ન ફેંકે બલ્કે તેની જડમૂળ સમેત હૃદયમાંથી ઉખાડી ફેંકે.

આની દરકાર તો ઘણા લોકો રાખે છે કે તેમના બાળકોમાં લઘુતાગ્રંથી ન જન્મે. પણ બાળકોમાં ગર્વ-ઘમંડ ન જન્મે તે પ્રત્યે ઘણાની દૃષ્ટિ જતી નથી. બલ્કે બાળકોને તે પ્રત્યેક વસ્તુ મેળવી આપવાના પ્રયત્નો કરવામાં આવે છે જેનાથી તેનામાં Superior complex-supercilious એટલે કે તે ગર્વિષ્ઠ બને. ઘણા માતાપિતા બાળકમાં ગર્વિષ્ઠ વૃત્તી વધે તેવું કંઇ કરે છે અને બાળકો પોતાની અંદર રહેલ ગુરૃ ગ્રંથીને સંતોષવા ઉપયોગ કરે છે. લગુતાગ્રંથીથી બાળકને બચાવવું અનહદ જરૂરી છે પણ ગુરૃતાગ્રંથીથી બચાવવું એનાથી વધુ જરૂરી છે. માતાપિતા એક ભવ્ય અને મોટા મિશન સારૃ બાળકોને તૈયાર કરે અને બાળકો પોતાના માતાપિતાના મિશનને આગળ ધપાવવાને પોતાનું સદ્ભાગ્ય સમજે. તેના માટે સ્વંય પોતાને અને બાળકોને દેખાડાની કેળવણી અને દેખાડાના વર્તનથી  મુઠ્ઠી ઉચેરા ઊંચા કરવા પડશે.

હઝરત લુકમાને પોતાના બાળકને શિખવાડયું કે લોકોની સાથે સારી નૈતિકતાથી કઈ રીતે વ્યવહાર કરે. નોંધવામાં આવ્યું છે કે લોકો આ બાબતે પોતાના અને પરાયામાં ભેદભાવ કરે છે. તે એ લોકોની સાથે સદવર્તન કરવાની શીખ આપે છે જે તેમની દૃષ્ટિમાં તેમના સ્વજનો હોય છે. બાકીના લોકો સાથે તે આની દરકાર લેતા નથી. સાચો સદ્ગુણ એ છે જેમાં પોતાના ને પરાયાનો ભેદ ન હોય. ઉચ્ચ ગુણવાળી વ્યક્તિ હંમેશ અને બધાની સાથે સગુણો જ રહે છે.

જે બધાની સાથે સદ્ગુણ અને સદ્વર્તન આચરે છે. તે પોતાના માતા-પિતાની સાથે વધારે સારુ સદ્વર્તન કરે છે. જેના માતા-પિતા અન્યો સાથે ભૂંડી રીતે વર્તવાની શીખ આપે છે. અથવા તો આવી નૈતિક હીનતા પ્રત્યે ચૂપકીદી સેવે છે અને પછી એવી આશા સેવે છે કે તેમના બાળકો ખૂદ તેમની સાથે સારી રીતે વર્તે. આવા લોકો મૂર્ખાઓના સ્વર્ગમાં વહરે છે. અન્યોની સાથે ગંદી ભાષાનો પ્રયોગ કરનારા ઘણી વખત પોતાના વડીલોની પાઘડી પણ ખેંચે છે. જે લોકો પોતાના બાળકોને અલ્લાહ અને તેના બંદાઓના હક્કો અદા કરવાની શિખામણ આપે છે. અલ્લાહ પાક તેમના બાળકોના દિલમાં પોતાના માતાપિતાની સાથે સદ્વર્તનની ભાવના જન્માવી દે છે. સૂરઃ લુકમાન ધ્યાનપૂર્વક વાંચો અને વિચારી જુઓ કે હઝરત લુકમાનની શિખામણોમાં અલ્લાહ પાકે પોતાના તરફથી મા-બાપ પ્રત્ય સદ્વર્તનની નસીહત સામેલ કરી છે. દુનિયામાં પ્રસરેલી ખરાબીઓના છાજીયા કૂટનારા જો પોતાના સંતાનોની અંદર “મારૃફ ને મુન્કર” અર્થાત્ ભલાઈ ને બુરાઈથી બચવાનું ભાવ જગાડવા અને મારૃફ ને મુન્કર અર્થાત્ ભલાઈ આચરવા અને બુરાઈથી બચવાની ભાવના જન્માવવા ઉપર ખાસ ધ્યાન આપો. આ વાત દુનિયાને શણગારવા અને સમાજને સુધારવાના કાર્યમાં ઘણો અગત્યનો ભાગ ભજવશે. બાળકોને કેળવણી અંગે હઝરત લુકમાન દુનિયાના બધા માણસોમાં શ્રેષ્ઠ નમૂનો છે. અને તેમની નસીહતો નવી પેઢીની કેળવણી કરનારા માટે અમૂલ્ય ભેટ છે. જે નવયુવાનો સારી શિખામણ આપનારા વડીલની તલાશમાં હોય તો તે હઝરત લુકમાનને પોતાનો મુરબ્બી-વડીલ બનાવી શકે છે. આના માટે તેમણે માત્ર નસીહતો ને અપનાવવાની જરૃર છે. જે સૂરઃ લુકમાનમાં હઝરત લુકમાનથી વર્ણવવામાં આવી છે. આ શિખામણો પ્રલયના દિવસ સુધી માર્ગદર્શક છે. માતા-પિતા માટે પણ કે તેઓ કેળવણી કેવી રીતે કરે અને બાળકો માટે પણ કે તેઓ કેવા બને.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments