Friday, December 13, 2024

હૃદય (Heart)

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

જે લોકોએ (આ વાતોને માનવાનો) ઇન્કાર કરી દીધો, તેમના માટે એક સરખું છે કે તમે તેમને ચેતવો કે ન ચેતવો, કોઈ પણ સંજોગોમાં તેઓ માનવાના નથી. અલ્લાહે તેમના હૃદયો અને કાનો પર મહોર મારી દીધી છે અને તેમની આંખો ઉપર પડદો પડી ગયો છે. તેઓ સખત સજાને પાત્ર છે. (૨ : ૬-૭)

કુઆર્ન અને હદીષમાં હૃદયનો શાબ્દિક અર્થ (Literal Meaning) લેવામાં આવ્યો છે, ન કે જીવન-વિજ્ઞાન સંબંધિત અર્થ (Biological Meaning). કુઆર્ન અને હદીસોમાં જે કામો માટે હૃદયનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે જ કામો માટે તબીબી વિજ્ઞાન (Medical Science)માં ‘મગજ’ (Mind) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વની બધી ભાષાઓમાં પણ ‘હૃદય’ શબ્દનો આ જ ઉપયોગ થતો રહ્યો છે.

હૃદય મનુષ્યને સંચાલિત કરવાવાળી એક શક્તિ છે. હૃદયનું યોગ્ય હોવા પર ક્રિયાઓનું યોગ્ય હોવું અને અયોગ્ય હોવા પર ક્રિયાઓનું અયોગ્ય હોવું આધારિત રાખે છે. ઇસ્લામનો લક્ષ્યાંક (Target) હૃદય છે. જ્યાં સુધી મનુષ્યના હૃદયને સુધારવામાં નહીં આવે ત્યાં સુધી તેની સુધારણા ન થઇ શકે.

કુઆર્ન અને હદીષમાં ક્રિયાઓના આધારે હૃદયની ઘણી બધી વિવિધતા છે. જીવંત હૃદય (Safe and Sound Heart), મૃત હૃદય (Dead Heart), હોશિયાર હૃદય (Vigilant Heart), ગાફેલ હૃદય (Negligent Heart), સખ્ત હૃદય (Hard Heart), નરમ હૃદય (Soft Heart) અને બીમાર હૃદય (ill Heart).

અલ્લાહ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન પર ચાલવું, હૃદયનું જીવન છે. અલ્લાહની નાફરમાની, હૃદયનું મુત્યુ છે. અલ્લાહને યાદ કરતા રહેવું, હૃદયની હોશિયારી છે. અલ્લાહને ભૂલી જવું, હૃદયનું ગાફેલ હોવું છે. અલ્લાહના માર્ગદર્શનને નહીં સમજવું, હૃદયનું સખ્ત હોવું છે. અલ્લાહના માર્ગદર્શનને સમજવું, હૃદયનું નરમ હોવું છે અને અલ્લાહની સાથે બીજાઓથી પણ મદદ માગવું, હૃદયની બીમારી છે.

અલ્લાહ કહે છે કે અમોએ દુષ્ટ લોકોના હૃદય પર સીલ મારી દીધી છે, તેથી તેઓ સત્ય સમજી શકતા નથી. એનો અર્થ એ નથી કે અલ્લાહ જુલમ કરે છે. કોઈના હૃદય સત્ય સમજવા માટે ખોલી દે છે અને કોઈના હૃદયને બંધ કરી દે છે.

અલ્લાહે પ્રકૃતિના કાયદા (Law of Nature)ને બનાવ્યા અને તેમણે પોતાનું કાર્ય (Work of God) બતાવ્યું. જે કાર્ય પ્રકૃતિના કાયદાના કારણે થાય છે, તે અલ્લાહના આદેશથી થાય છે. આ વાતને જ્યારે અલ્લાહ બતાવે છે તો કહે છે ‘અમે આવું કર્યું’. મનુષ્ય જ્યારે બતાવે છે તો કહે છે કે ‘પ્રકૃતિના કાયદા’ના કારણે આવું થયું.

જે લોકોના હૃદય ઉપર સીલ લાગી જાય છે તેઓ સત્યને સમજી શકતા નથી. એવું તેમના પોતાના કર્મોના પરિણામે થાય છે. તેમનું હૃદય સત્ય સમજવાના કાબેલ હતુ પરંતુ તેમણે વારંવાર સત્યનો ઇન્કાર કર્યો. સતત ખોટા કર્મો કરવાથી તેમના હૃદયો કાળા થતા ગયા અહીં સુધી કે તેઓ સત્યને જોવા માટે આંધળા થઈ ગયા. તેના જવાબદાર તેઓ પોતે છે, અલ્લાહ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments