૮૪ વર્ષીય પાદરી અને માનવાધિકાર કાર્યકર્તા ફાધર સ્ટેન સ્વામીની રાજ્ય દ્વારા પ્રાયોજિત હત્યા એ સરકાર, તેની તપાસ એજન્સીઓ અને ત્યાં સુધી કે ન્યાયપાલિકાના અમાનવીય ચહેરાને ઉજાગર કરી દિધો છે. તેમની એક બનાવટી ષડ્યંત્રના મામલામાં ખોટા આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેમની વૃદ્ધાવસ્થા અને બગડતાં જતાં સ્વાસ્થ્ય છતાં જામીન પર મુક્ત કરવા તથા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો.
ફાધર સ્ટેનને ન્યાયિક કસ્ટડીમાં તેમના દ્વારા કરવામાં આવેલા કોઈ પણ ગુના દ્વારા મારવામાં આવ્યા નથી, બલ્કે ન્યાય માટે તેમની સતત લડાઈ એ શક્તિઓને અસહજ કરી રહી હતી. આ મામલાને ફરી એક વખત યુએપીએ અને અન્ય કઠોર કાયદાઓના મૂળ રુપથી અન્યાયપૂર્ણ થવાને ઉજાગર કર્યા છે. તમામ કાયદા જે રાજ્યને યોગ્ય પ્રક્રિયા વગર લોકોને કેદ કરવાની અનુમતિ આપે છે, તેને રદ કરી નાખવા જોઈએ.
ફાધર સ્ટેનની મૃત્યુ આપણી ગુનાહિત ન્યાય પ્રણાલી માટે એક જાગૃતિ અભિયાનના રૂપમાં કાર્ય કરવી જોઈએ. અદાલતોને ભીમા કોરેગાંવ, દિલ્હી રમખાણો અને આ પ્રકારના અન્ય ખોખલા ‘ષડયંત્ર’ ના મામલાને રદ કરી નાખવા જોઈએ અને તમામ રાજનૈતિક કેદીઓને એક તત્કાળ સુનાવણીમાં મુક્ત કરી દેવા જોઇએ. અમે આ પણ માંગ કરીએ છીએ કે જેલોમાં બંધ તમામ વૃદ્ધો અને ગંભીર રૂપે બીમાર વિચારાધીન કેદીઓને શક્ય તેટલી જલ્દી જામીન પર મુક્ત કરવામાં આવે. આમાં કેટલાક વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અને વકીલ પણ શામેલ છે જેમને ભીમા કોરેગાંવ મામલામાં બનાવટી આરોપસર ધરપકડ કરી લીધી છે.
અમે ફાધર સ્ટેનની મૃત્યુથી ખૂબ જ હતાશ છીએ અને તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી લાગણી વ્યક્ત કરીએ છીએ. અમને આશા છે કે ભારતના આદિવાસી આબાદીના અધિકારોની લડાઈ વધુ જુસ્સા સાથે ચાલુ રહેશે.
પ્રસ્તુતકર્તા:
મીડિયા સચિવ, એસ આઈ ઓ
+91 72086 56094
Media@sio-india.org