Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસસફળ જીવનના ૭ રહસ્યો

સફળ જીવનના ૭ રહસ્યો

તમારા બધાની સાથે ઘણી વાર એવું થયું હશે કે તમે કોઈ મોટિવેશનલ વિડિઓ જોયો અથવા બૂક્સ વાંચી કે પછી કોઈ મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કર્યો હોય ત્યારે તમારો મોટિવેશન ખુબ જ હાઈ હોય છે અને તમે વિચારો છો કે હવે હું ટોટલ કામ પર ફોકસ કરીશ અને મારો કિંમતી સમય વેડફીશ નહીં, પણ થોડા સમય પછી એ મોટિવેશન ડાઉન થઇ જાય છે અને તમે ફરી એજ આળસી લાઈફ જીવવાનું શરૂ કરી દોે છો. આ એક બહુ મોટી અને કોમન સમસ્યા છે.

આજે હું તમને ૭ એવી ટેક્નિક બતાવીશ જે તમને હંમેશા મોટીવેટેડ રાખશે અને તમારા જીવનમાં સફળ થવા મદદરૂપ થશે.

૧ – તમારા દરેક લક્ષને સમય મર્યાદા સાથે બાંધો

કોઈ પણ રમતમાં પ્લેયર્સને એક ચોક્કસ સમય આપવામાં આવે છે એટલે કે તમારે આટલી ઓવસમાં રન કરવા ના અથવા તો વિકેટ લેવાની છે અથવા તો ફૂટબૉલની રમતમાં સમય આપવામાં આવે છે કે તમારે આટલા સમયમાં Goal કરવાના રહેશે. આવું કરવાથી પ્લેયર્સ પુરી તાકત સાથે અને ફુલ કોન્સન્ટ્રેશન સાથે રમે છે. હવે માની લો કે એમને કોઈ સમય મર્યાદા ના આપવામાં આવે અને કેહવામાં આવે કે તમારી પાસે કોઈ ઓવેર મર્યાદા નથી અને તમે સતત રમતા જ રહો તો વિચારો કે શું એમનો same કોન્સન્ટ્રેશન રહેશે?

નહીં રહે, એમને લાગશે કે એમની પાસે ઘણો સમય છે અને એમના જોશ અને પ્રયત્નોમાં કંઈ આવી જશે. અને એમનો ફોકસ અને મોટિવેશન પૂરો થવા લાગશે. આપણા જીવનમાં પણ આપણે કંઈ ક આજ રીતે જીવતા હોઈએ છીએ, આપણને લાગે છે કે આપણી પાસે જે સમય છે એ ક્યારે પણ પૂરો નહીં થાય. આપણને એમ થાય છે કે આરામથી જીવીશ અને બધું કામ બહુ જ આરામથી કરીશ. આવું વિચારીને આપણે આપણા સમય અને તકોને વેડફતા હોઈએ છીએ. આ લખીને હું તમને ખોટા પાડવા નથી માંગતો પણ ફક્ત એટલું કહેવા માંગુ છું કે તમારા જીવનમાં જેટલો સમય છે એનો યોગ્ય ઉપયોગ કરો અને સમય મર્યાદામાં જ તમારૂં ધારેલું બધું જ કામ પૂરૂં કરો.એવું ના થવું જોઈએ કે તમને લાગે કે હવે ઘણું મોડું થઇ ગયું છે અને હવે તમે કશુ જ નથી કરી શેકતા.

ગેરી વેનાચક, કે જે અનેક બૂક્સ લખી ચુક્યા છે એમને એક વાર એક મહિલાએ પૂછ્યું કે મને ૩ એવા શબ્દો કહો જેનાથી મારૂ મોટિવેશન વધે. તો એમણે કહ્યુંઃ“you will die”

આ સાંભળીને પહેલા તો એ મહિલા બહુજ દુઃખી થઇ ગયી પણ પછી એ ગેરીના કહેવાનો મતલબ સમજી ગયી કે આપણી પાસે બહુ જ લિમિટેડ ટાઈમ છે અને આ જ લિમિટેડ ટાઈમમાં આપણે જીવનના બધા જ સપના પુરા કરવાના છે અને એક પણ સેકન્ડ વેસ્ટ કાર્ય વગર લક્ષની તરફ દોડવાનું છે.

૨ – લક્ષ સુધી પહોંચ્યા બાદ ની સફળતા વિષે વિચારતા રહો

માની લો કે હું તમને એક મજબુત પણ સાંકડા લાકડાના ટુકડા પર ચાલવાનું કહું અને એ લાકડાને જમીન પર રાખું તો તમે ઘણી આસાનીથી એ લાકડા પર ચાલીને એને પર કરી નાખશો પણ એ જ લાકડાને હું બે ૨૦ માળની બિલ્ડીંગ્સની વચમાં મુકું અને પછી તમને ચાલવાનું કહું તો તમે એ નહીં કરી શકો અને જાે ચાલવાનો પ્રયત્ન કરશો તો કદાચ નીચે પણ પડી જશો. બંને પરિસ્થિતિઓ સમાન છે પણ જ્યારે પાટીયું જમીન પર હોય છે ત્યારે તમારો ફોકસ લાકડા પર હોય છે અને તમે એને આસાનીથી પાર કરી નાખો છો પણ જ્યારે એ જ પાટિયું બે બિલ્ડીંગ્સની વાંચવા મુકવામાં આવે છે તો તમારો ફોકસ પાટિયા પર નહીં પણ ઊંચાઈ પર હોય છે અને એ ઊંચાઈ પર ના ફોકસ ને કારણે તમે પડી જાઓ છો.

બસ આ જ રીતે આપણે આપણો ફોકસ આપણા ગોલ અને એ ગોલ એચિવ કરવાથી થતા ફાયદાઓ વિષે વિચારવાના બદલે નિષ્ફળતાના ડર અને નકારાત્મક સંભાવનાઓ તરફ કરીયે છીએ.

આ બધા કારણો થી આપનો મોટિવેશન ડ્રોપ થઇ જાયે છે અને ગોલ સુધી પહોંચવાની પેલા જ આપણે થાકી જઇયે છીએ.

જયારે પણ તમે પોતાના જીવન માટે કોઈ લક્ષ નીર્ધાર કરો તો હંમેશા તમારા ફોકસ અને વિચારોમાં લક્ષ પ્રાપ્તિ પછીની સફળતાને વિસુઅલાઈઝ કરતા રહો, હંમેશા હકારાત્મક સંભાવનાઓ ના ખયાલ કરો અને નકારાત્મક વિચારો અને માણસોથી દૂર રહો.

૩ – લક્ષ ને મેળવવા ની ભૂખ હંમેશા પોતાના મોં જગાડતા રહો

૧૯૭૬માં જયારે હોલિવૂડના ફેમસ એક્ટર આર્નોલ્ડ પોતાની સફળ કારકિર્દી બોડી બિલ્ડીંગ છોડીને ફિલ્મોમાં પ્રવેશ મેળવી રહ્યા હતા ત્યારે એક પત્રકારે એમનો ઇન્ટરવ્યૂ લીધો. આ સમયે આર્નોલ્ડ બહુ ફેમસ નહોતા અને એટલે જ પત્રકારને પણ એમનો ઇન્ટરવ્યૂ લેવામાં કઈ ખાસ રસ નહોતો પણ જોબ છે એટલે કરવી પડશે એમ વિચારીને ઇન્ટરવ્યૂ લીધો,

પત્રકારે પહેલો સવાલ કર્યો કે : હવે જ્યારે તમે બોડી બિલ્ડીંગ છોડી રહ્યા છો તો આગળ જઈને શું કરશો?

આર્નોલ્ડએ જવાબ આપ્યો કે હું હોલિવૂડનો એક ખુબ સફળ હીરો બનીશ. આ જવાબ સાંભળીને પત્રકારને હસી આવી ગયી કારણ કે એ જમાનામાં કોઈ પણ બોડી વાળો હીરો ચાલતો જ નહોતો અને કોઈ પણ ડાઈરેક્ટર આવા હીરોને લેતા પણ નોહતા તો પત્રકાર પોતાની હસી છુપાવીને પૂછે છે કે આ કઈ રીતે શક્ય બનશે? તો આર્નોલ્ડ જવાબ આપે છે કે એ જ રીતે જેમ મેં મારા બોડી બિલ્ડીંગના કેરીઅર ને સફળ બનાવ્યો. એક વિઝન બનાવીને, એના વિષે લગાતાર વિચારતા રહીને, જે મેળવવું છે એની દિશામાં કાર્ય કરીને અને મારે જે મેળવવાનું છે એ મને મળી જ ગયું છે એવો મક્કમ વિશ્વાસ કેળવીને.

પત્રકારને આ વાત બહુ સમજ માં ના આવી પણ એણે આ વાત લખીને રાખી અને થોડાક મહિનાઓ પછી જ્યારે એમને ટી.વી. પર સમાચાર જોયા તો તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા કેમકે આર્નોલ્ડની બીજી જ ફિલ્મ “THE TERMINATOR”એ બોક્સ ઓફિક પર ધમાલ મચાવી દીધી હતી અને તેઓ એક સ્ટાર બની ગયા હતા. એટલું જ નહીં પણ બાકી સ્ટાર લોકોએ પણ એમનાથી ઇન્સ્પાયર થઇને બોડી બનાવવાનું ચાલુ કરી દીધું હતું. બોડી બિલ્ડીંગનો આ ટ્રેન્ડ આજે પણ હોલિવૂડમાં ચાલુ છે અને આજે પણ આર્નોલ્ડ એક ખુબ મોટા સ્ટાર છે. આ બધું થયું એક સિમ્પલ પ્લાનના કારણે અને આ હતું Staying Hungry plan.

ઉદાહરણ તરીકે તમારી સાથે ઘણી વાર એવું થયું હશે કે તમને ભૂખ લાગી છે અને એવી ભૂખ લાગી છે કે તમારા મગજમાં ફક્ત ફૂડ ફૂડ જ ચાલી રહ્યું હોય, જો તમારી સાથે આવું થયું છે તો આ એક સારી વાત છે અને આ જ વસ્તુ તમે તમારા ગોલ અચિવમેન્ટ્‌સ માટે પણ કરી શકો છો મતલબ કે હંમેશા વિચારતા રહો તમારા ગોલ વિષે અને જેમ આર્નોલ્ડએ કર્યું એમ ગોલ પૂરો કરીને જ પોતાની દમ લો.

૪ – પોતાની જાતને સતત વિશ્વાસ અપાવતા રહો

લાસ્ટ પોઇન્ટમાં એક વાત જે પત્રકારને સમજમાં આવી નોહતી એ અહીં ક્લીઅર થાય છે.

સાઇકોલોજી એવું કહે છે કે ઘણી વાર તમે પોતાની જાત સાથે કોઈ નાનું અને નિર્દોસ જૂઠ બોલીને પણ ફાયદો મેળવી શકો છો. ઉદાહરણ તરીકે ઘણી વાર તમે ડીપ્રેસ્સ છો પણ તમે એવું મહેસુસ કરવાની કોશિશ કરો છો કે હું બહુ જ ખુશ છું, આવું કરવાથી તમારા મગજને એક હેપ્પી સિગ્નલ જશે અને થોડી વારમાં તમે સાચે જ સારૂં ફીલ કરશો.

આ જ રીતે જ્યારે તમે પોતાની જાતને કહેશો કે, હા હું આ કરી શકું છું, અથવા મારા માટે બધુ જ શક્ય છે અથવા તો હું સૌથી શ્રેષ્ઠ છું તો આ બધી માન્યતાઓ તમને મોટીવેટેડ રાખશે અને તમારા જીવનના લક્ષને મેળવવામાં તમને મદદ કરશે.

૫ – વિકટ પરિસ્થિતિઓ માટે પોતાની જાત ને તૈયાર રાખો

આર્મીમાં એક કેહવત છે કે આરામના દિવસામાં વધુ પરસેવો વહાવો નહીં તો લડાઈમાં એનાથી વધારે લોહી વહાવવું પડશે. હવે આ વાતનો સફળતા સાથે શું સંબંધ છે એ તમને થોડી વારમાં જ ખબર પડશે.

વસીમ અને આસિફ બે ભાઈયો છે એ દરરોઝ બેઝ બોલ રમતની પ્રેકટીસ કરતા હોય છે, એમની સાથે રમવા વાળા બીજા પ્લેયર્સ એમના કરતા ઉંમરમાં મોટા હોય છે એટલે આ બંને ભાઈયો હંમેશા હારતા રહે છે, હવે આ લોકો એ આઈડિયા શોધ્યો. બંને ભાઈયો ઘરે ગયા અને ક્રિકેટના ટેનિસ બોલ પર વધુ નજીકથી બેઝ બોલની પ્રેકટીસ કરવા લાગ્યા. એક તો બોલ નાનો અને નજીકથી વધુ સ્પીડમાં પણ આવે, પરંતુ વારંવાર પ્રેકટીસ કરવાથી તેઓ શાર્પ થઇ ગયા, હવે જ્યારે બેઝ બોલની એક્ચુઅલ મેચ હતી તો બંને ભાઈયો જીતી ગયા કેમ કે બેઝ બોલ એમને ફૂટબૉલ જેવો મોટો દેખાવા લાગ્યો અને સ્પીડ પણ સ્લોવ્‌ લાગી.

આ કહાની આપણને શીખવે છે કે જો આપણે મુશ્કિલમાં મુશ્કિલ પરિસ્થિતિ માટે પણ તૈયાર રહીયે તો આપણા લક્ષ તરફ જવાનો રસ્તો આપણને આસાન લાગે છે અને આપણું મોટિવેશન પણ બનેલું રહે છે.

અહીં શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે તમે ફિલ્મ દંગલને પણ લઇ શકો છો, આમિર ખાન એની ડોટર્સને છોકરાઓ સાથે કુસ્તી કરાવે છે એટલે જ્યારે એ ખરી લડાઈમાં છોકરીઓ સાથે લડે તો એમને એ આસાન લાગે.

તમે પણ પોતાની જાતને મુશ્કિલથી મુશ્કિલ પરિસ્થિતિઓ માટે તૈયાર રાખો, આ વસ્તુ તમને મજબૂત બનાવશે અને જીવનમાં હંમેશા મોટીવેટેડ રહેશો.

૬ – પોતાની જાત ને સારી રીતે જાણો

તમે એરોપ્લેનનો કોકપીટ તો જોયો જ હશે, સાચો નહીં તો ફિલ્મામાંં તો જોયો હશે. કોકપીટમાં અલગ અલગ બટન હોય છે જે અલગ અલગ કામ કરે છે. હવે વિચારો કે જો પાઇલોટને એ ખબર જ ના હોય કે કયો બટન કયા કામ માટે છે તો શુંુ પેસસેન્જર માટે આ સારૂં કહેવાય? શું એ પ્લેનને સારી રીતે ચલાવી શકશે ?

આજ રીતે આપણે પણ આપણી જિંદગીના પાઇલોટ છીએ અને આપણા સ્વભાવમાં પણ અલગ અલગ ટ્રીગર હોય છે જે આપણને મોટીવેટેડ રાખવામાં મદદ કરે છે જેમકે કેટલાક સોન્ગ્સ એવા હોય છે જે આપણને ખુશી મહેસુશ કરાવે છે અને કેટલાક ગીત એવા પણ હોય છે જે આપણને દુઃખી કરે છે. આ જ રીતે કેટલાક મિત્રોની વાતો આપણને હંમેશા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે તો કેટલાક મિત્રો એવા પણ હોય છે કે જેઓ હંમેશા દુઃખી અને હતાશા વાળી વાતો કરે છે.

આવી જ ઘણી બધી વાતો છે કે જે તમને જિંદગીમાં અલગ અલગ ઈમોશન્સ ફીલ કરાવે છે. તમારા માટે જરૂરી છે કે તમે તમારા તમામ પોઝિટિવ અને નેગેટિવ બટન્સ વિષે જાણો અને નેગેટિવ બટન્સથી દૂર રહો.

૭ – તમારા દરેક એચીવમેન્ટ ની નોંધ કરતા રહો

મારા એક ટ્રેનિંગ સેશનમાં મને એક સવાલ પૂછવામાં આવ્યો કે હું ઘણા બધા કામો તો સારી રીતે શરૂ કરી દઉં છું પણ એને પુરા નથી કરી શકતો તો એવું શું કરૂં કે મારા તમામ કામો સારી રીતે પુરા થાય ?

આનો જવાબ એ છે કે તમારે તમારા બીલીવ સિસ્ટમને સ્ટ્રોંગ કરવો પડશે, આના માટે સિમ્પલ સોલ્યુસન છે, તમે સૌથી પેહલા તમારી જાતને બહુ જ નાના નાના ટાસ્ક આપો અને એક એક કરીને એને પુરા કરો, દરેક કામને પૂરૂં કર્યા બાદ તમારી નોટબૂકમાં એને નોંધી રાખો.

એક એક કરીને જ્યારે તમે દરેક ટાસ્કને નોંધી રાખશો તો તમારો બીલીવ સિસ્ટમ મજબૂત બનશે અને તમને તમારા પોતાના પર વિશ્વાસ પણ આવી જશે કે હું આ બધુ જ સમય પર પૂર્ણ કરી શકું છું.

આશા રાખું છું કે આજનો મારો આ લેખ તમારા મોટિવેશન લેવલને મેન્ટેન કરવામાંં ઉપયોગી થશે અને તમે તમારા ગોલ એટલે કે લક્ષને પ્રાપ્ત કરવાની દિશામાં પોઝિટિવલી આગળ વધશો.


Irfan Mogal
Irfan Mogal
કોર્પોરેટ ટ્રેનર, મોટિવેશનલ સ્પીકર અને પર્સનલ કાઉન્સેલર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments