Sunday, October 6, 2024
Homeસમાચારવરંગલમાં એક નિર્દોષ છોકરીના બળાત્કાર અને હત્યાના કેસમાં એસ.આઈ.ઓ એ તાત્કાલિક પગલાં...

વરંગલમાં એક નિર્દોષ છોકરીના બળાત્કાર અને હત્યાના કેસમાં એસ.આઈ.ઓ એ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી

એસ.આઈ. ઓ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ શાફી એ તેલંગણાના વારંગલ જીલ્લામાં નવ મહિનાની છોકરીના બળાત્કાર અને ક્રૂર હત્યાના બનાવ પર દુઃખ વ્યક્ત કર્યું છે . લબીદ શાફી એ કહ્યું કે “સ્ત્રીઓ સામેના ગુનાઓ માં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે અને પાછલા દિવસોમાં કેટલીક એવી ઘટનાઓ થઈ જે ઘટનાઓમાં દોષીઓ એ ક્રુરતાની હદો વટાવી નાંખી છે.”

વરંગલમાં નવ મહિનાની બાળકી સાથે બળાત્કાર ની આ ઘટના અમાનવીય અને વ્હેસિયાના છે. આ મામલામાં પીડિત પરિવાર ને તત્કાલ ન્યાય મળવું જોઈએ . પરંતુ આ ઘડના પર કાર્યવાહી ની સાથે સાથે આપણ ને એક સારા સમાજના નાગરિક હોવાના હેસિયત થી , પોતાની સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થા ઉપર ગંભીરતા થી વિચાર કરવાની જરૂર છે. જે આવી ઘટનાઓ ને પ્રોત્સાહિત કરવાનું કામ કરી છે .

એસ.આઈ.ઓ ના કાર્યકર્તાઓ સાથે પીડિત પરિવારએ વાત કરતા કહ્યું કે તેઓ તેમના પરિવાર સાથે ટેરેસ પર સૂઈ રહ્યા હતા ત્યારેજ તેમની બાળકી અચાનક ગાયબ થઈ ગઈ . બાળકીને શોધતા માતાપિતાએ બાળકી અપરાધી સાથે મળી. બાળકીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ગુનેગારને પોલીસને સોંપવામાં આવ્યો. એસ.આઈ.ઓ ના કાર્યકર્તાઓ એ પીડિત પરિવાર ને ન્યાય અપાવવા માટે દરેક પ્રકારની સહાય ની ખાતરી પણ આપી.

લબીદ શાફી એ કહ્યું કે ” આવા બનાવો માં તત્કાલ ન્યાય આપવા માટે આવશ્યક છે કે ન્યાયની વર્તમાન પ્રણાલીમાં સુધારો કરવામાં આવે. ફક્ત આ કાયદો અને વ્યવસ્થાની સાથે શક્ય નથી પરંતુ આની સાથે અમારા સમાજની “નૈતિક સમીક્ષા” ની પણ જરૂર છે. મહિલાઓનો આદર અને ગૌરવના હવાલા થી જે વિચાર નવયુવાનો ને આપવામાં આવી રહ્યા છે તેના પર સમીક્ષા કરવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments