વ્યવસાયે એન્જીનિયર એવા ડો. અબ્દુલકદીરે, બીદર જિલ્લામાં ૧૭ વિદ્યાર્થીઓને ઈ.સ. ૧૯૮૯માં એક ઓરડામાં ભણાવવાની શરૂઆત કરી હતી. આ જિલ્લો કર્ણાટકનો છેક ઉત્તરમાં આવેલો છે. એ વખતે એમણે કદાચ એવી કલ્પના પણ નહીં કરી હોય કે એમના પ્રયત્નો શૈક્ષણિક ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરી લેશે. દરેક કોમ અને જ્ઞાતિ માટે સુલભ એવા શિક્ષણના કેન્દ્ર સ્થાપવાના આશય સાથે એક ઓરડામાં સ્થાપવામાં આવેલ સંસ્થા હવે શાહીન ગ્રુપ ઓફ ઇન્સ્ટ્ટીટ્યુશન્સ તરીકે ઓળખાય છે, જે ૯ શાળાઓ ૧૭ યુનિવર્સિટી-કોલેજા અને બેંગ્લોર અને મૈસૂરમાં શાખાઓ ધરાવતી એક ડિગ્રી કોલેજ ધરાવે છે.
ઈ.સ. ૨૦૧૨માં એમાંથી ૭૧ વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં મોકલવામાં આવ્યા જ્યાં વ્યવસાયી અભ્યાસ પણ ચલાવવામાં આવે છે. આ સંખ્યામાં દર વર્ષે વધારો થતો ગયો. ઈ.સ. ૨૦૧૩માં ૮૯, ૨૦૧૪માં ૯૩, ૨૦૧૫માં ૧૧૧, ૨૦૧૬માં ૧૫૮ અને ૨૦૧૭માં ૨૦૦૦ વિદ્યાર્થીઓને વ્યવસાયી અભ્યાસક્રમોમાં મોકલવામાં આવ્યા.
ઓળખી કાઢેલા ૯૦ ટકા કરતાં વધારે વિદ્યાર્થીઓ દર વર્ષે વ્યવસાયી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવતાં રહ્યાં છે. ૧૭૬૪ વિદ્યાર્થીઓએ મેડિકલ, એન્જીનિયર અને અન્ય વ્યવસાયી અભ્યાસક્રમોમાં ઈ.સ. ૨૦૦૮થી પ્રવેશ મેળવ્યા છે. શાહીન ગ્રુપ્સ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓએ લગભગ ૯૦૦ એમબીબીએસમાં સફળતા મેળવી છે અને આ રીતે સફળતાનો નવો વિક્રમ સ્થાપ્યો છે.
શાહીન સંસ્થાના એક વિદ્યાર્થીએ તો ગત વર્ષે કર્ણાટક સેટ (KCET)માં તબીબી ક્ષેત્રે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. શાહીન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ સમગ્ર દેશમાંથી જુદા જુદા અભ્યાસક્રમોમાં આવતા વિદ્યાર્થીઓને રહેવાની સગવડ પૂરી પાડે છે. તેના વિદ્યાર્થીઓ માટે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રથમ નંબરે આવવું કોઈ નવાઈની વાત નથી. કર્ણાટક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મારફત સરકારી કોલેજામાં મેળવેલ બેઠકોની સંખ્યામાં સતત વધારો થતો ગયો છે. આ પરીક્ષામાં સફળતા મેળવનારાઓને વિવિધ પૂર્વ સ્નાતકો તથા વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે.
આ સમાજ માટેની નિઃસ્વાર્થ સેવા માટે તેના સ્થાપક ડોકટર કદીરને ગુરૂકુલ એવોર્ડ (૨૦૦૪), ચિત્રદુર્ગ મઠ તરફથી શિક્ષણ રત્ન પ્રશિસ્તિ એવોર્ડ (૨૦૧૧), કોમી સુમેળ માટે ડો. મુમતાઝખાન એવોર્ડ (૨૦૧૨) અને કર્ણાટક ઉર્દૂ એવોર્ડ (૨૦૧૨)માં એનાયત થયો છે.
શિક્ષણ, કળા, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય સંભાળ માટે ગુલબર્ગ યુનિવર્સિટીએ એના ૩૩મા પદવીદાન સમારંભમાં ડોકટરેટની ડિગ્રીથી ડા. કદીરને સંમાનિત કર્યા છે.
મુસ્લિમ મિરરની ખુશ્બૂ ખાને એમને પોતાના ૨૫ વર્ષ જુના પ્રવાસમાં શિક્ષણવિદ્ તરીકેની પામેલ અને તેમણે ઝીલેલા પડકારો અંગે વાતચીત કરી હતી. તેના કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે.
ખુશ્બૂખાનઃ આપ એક ટેકનોક્રેટમાંથી શિક્ષણવિદ્ કઈ રીતે બની ગયા એ વિષે જણાવશો.
ડા. અબ્દુલકદીરઃ હું મારા સૌથી નાના ભાઈ હન્નાનને શિક્ષણ આપવા માગતો હતો. અમે એને દારૂલહુદા હૈદ્રાબાદમાં પ્રવેશ અપાવ્યો. પરંતુ ત્રણ દિવસમાં વિવિધ બહાનાઓ કરી પાછો આવી ગયો. અને એનો અહેસાસ થયો કે તેને ભણવામાં બિલ્કુલ રસ નથી. આ બાબતે મારા જીવનની દિશા બદલી નાખી. મેં હજારો કુટુંબોને જેમના બાળકો ભણવામાં રસના અભાવે અને અભ્યાસમાં નબળાઈના કારણે અધવચ્ચેથી અભ્યાસ છોડી દે છે એમને સુવિધા પૂરી પાડવાનું નક્કી કર્યું.
ડિસેમ્બર, ૧૯૮૯માં મેં એક ઓરડામાં પ્રાથમિક શાળા શરૂ કરી. માત્ર ૧૭ વિદ્યાર્થીઓ હતા. જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી તો અમે શાળાને ભાડાના મકાનમાં ખસેડી લીધી.
હવે ૨૮ વર્ષ પછી અમારી શાખાઓ બેંગ્લોર, ઔરંગાબાદ, બીદર, વગેરેમાં છે, જેમાં સમગ્ર્ર દેશના ૨૫ રાજ્યોના ૧૭૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અખાતના આઠ દેશોના વિદ્યાર્થીઓ પણ અહીં અભ્યાસ માટે આવે છે. શાહીન ગ્રુપ ઓફ સ્કૂલના લગભગ ૧૦૦૦ વિદ્યાર્થીઓ રાજ્ય અને દેશની વિવિધ મેડિકલ કોલેજામાં અભ્યાસ કરી રહ્યાં છે.
ખુશ્બૂ ખાનઃ તમે વિદ્યાર્થીઓને તૈયારી કેવી રીતે કરાવો છો?
ડા. અબ્દુલકદીરઃ અમે તેમને સખત મહેનત અને શિસ્તના પાઠ શીખવીએ છીએ. અમે વિદ્યાર્થીઓને એવું સ્પર્ધાત્મક વાતાવરણ પૂરૂં પાડીએ છીએ. જ્યાં તેઓ સ્પર્ધા કરવાનું શીખે છે. અમે ટ્યુશન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા નથી. કારણ કે અમે એને એક પ્રકારની બીમારી ગણીએ છીએ. દેશમાં બીદર ટ્યુશન મુક્ત જિલ્લો છે. અહીં છેલ્લા ૧૫ વર્ષથી ટ્યુશનના ટ્રેન્ડનું કોઈ અસ્તિત્વ નથી. અમારા શિક્ષકો વિદ્યાર્થીઓની નબળાઈઓને શોધી કાઢીને તેમાં સુધારો લાવવા મદદરૂપ થાય છે. હવે બીજી સંસ્થાઓ પણ અમારી પેટર્નનું અનુસરણ કરી રહી છે.
ખુશ્બૂ ખાનઃ તમારા ૨૫ વર્ષના પ્રવાસમાં તેમે કેવા કેવા પડકાર ઝીલ્યાં?
ડા. અબ્દુલકદીરઃ જ્યારે તમે કાંઈ પણ નવું કરવાની કોશિશ કરો છો અને એક હયાત ઝોક – ટ્રેન્ડ તોડો છો ત્યારે તમારો વિરોધ અને ટીકા થાય છે. મેં પણ આ બધું સહન કર્યું છે. પરંતુ મેં તેની અવગણના કરી અને હું મારા ધ્યેયની દિશામાં વધતો રહ્યો. જ્યારે અમને સફળતા મળવા લાગી તો લોકોની અમારા માટેની છાપમાં પણ સુધારો થયો અને હવે તેઓ અમારા પ્રયત્નોની કદર કરે છે.
ખુશ્બૂ ખાનઃ શું તમારી સંસ્થાઓમાં માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓ જ છે?
ડા. અબ્દુલ કદીરઃ ના, અમારી પાસે વિવિધ સમાજના વિદ્યાર્થીઓ છે. ખરેખર તો અમારે ત્યાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છે. માતા-પિતા અમે જે ગુણવત્તા સભર સિક્ષણ પૂરૂં પાડીએ છીએ તેની કદર કરે છે. તેઓ શાહીનના કેમ્પસના વાતાવરણની પણ કદર કરે છે. અમે એમ માનીએ છીએ કે વિવિધ એથિનસીટીના વિદ્યાર્થીઓના પ્રવેશથી દેશમાં ભાઈચારો અને સાંસ્કૃતિક મૂલ્યો મજબૂત થશે. હું માનું છું કે હિંદુ અને મુસ્લિમ શાહીનના બે હાથ છે જે આ દેશને વૈશ્વિક સફળતા અપાવશે.
ખુશ્બૂ ખાનઃ શાહીન જૂથ મુખ્યત્વે પ્રિ-યુનિવર્સિટી સુધીનું શિક્ષણ આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. શું તમારી પાસે મેડિકલ, એન્જીનિયરિંગ તથા વ્યવસાયિક અભ્યાસક્રમોનું શિક્ષણ આપતી કોલેજા નથી? શા માટે ?
ડા. અબ્દુલ કદીરઃ હા, અમે નવી મડિકલ અને એન્જીનિયરિંગ કોલેજા સ્થાપવાનું જરૂરી માનતા નથી, કારણ કે ભારત સરકાર દ્વારા ઘણી પ્રતિષ્ઠિત કોલેજાનું સંચાલન કરવામાં આવે છે. અને એનું ફી માળખું પણ નજીવું હોય છે. અમે સારૂં સ્કૂલ શિક્ષણ મળે એના માટે કાર્યરત્ છીએ જેથી વિદ્યાર્થીઓ ધ્યાન કેન્દ્રિત કરે અને ઉત્પાદન બને. દેશની બહુ ઓછી સંસ્થાઓ એવી છે જે ધ્યાન ભટકાવવાને બદલે સારૂં શિક્ષણ પૂરૂં પાડે છે, બાકીની સંસ્થાઓ તો પૈસા બનાવવાનો વ્યવસાય કરે છે.
ખુશ્બૂ ખાનઃ શું તમારી પાસે મદ્રસાની પશ્ચાદ્ભૂમિ વાળા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની કોઈ યોજના છે?
ડા. અબ્દુલ કદીરઃ હા, સાર્વત્રિક શિક્ષણ સાથે અમે હાફિઝો (જેમણે સમગ્ર કુઆર્ન કંઠસ્થ કરેલ) માટે એક અભ્સાસક્રમની શરૂઆત કરી છે. અમે તેમે આધુનિક શિક્ષણ પૂરૂં પાડવાની કોશિશ કરીએ છીએ જેથી તેઓ વકીલો અને શિક્ષકો બની શકે અને આધુનિક ક્ષેત્રમાં પણ સ્પર્ધા કરી શકે.
શાહીન ગ્રુપની શાળાઓમાં કુઆર્ન શીખવાડવા નિયમિત વર્ગો ચલાવવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીઓ બંને પ્રકારનું શિક્ષણ કોઈ બાહ્ય બોજા વિના મેળવી શકે. મેં એવી ઘણી સંસ્થાઓ જાઈ છે જે આ બંને પ્રકારનું શિક્ષણ ૫૦ઃ૫૦ પ્રમાણમાં પૂરૂં પાડે છે અને આ પ્રયત્ન આશીર્વાદ સ્વરૂપ નીવડ્યો છે.
ખુશ્બૂ ખાનઃ તમારા ત્યાં માત્ર હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે.. દિવસના વિદ્યાર્થીઓ પણ છે?
ડા. અબ્દુલ કદીરઃ ખરેખર અમારા ત્યાં શાળાના વિદ્યાર્થીઓ કાં તો શહેર બહારના હોય છે અથવા જુદા જુદા રાજ્યોના હોય છે – ખાસ કરીને બિહારના. આથી શાહીનના હોસ્ટેલોમાં રહેવાનું વિદ્યાર્થીઓ માટે સુવિધાજનક રહે છે.
ખુશ્બૂ ખાનઃ શાહીન ગ્રુપ મુખ્યત્વે વિજ્ઞાન ઉપર શા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે, હ્યુમનટીસ-માનવ વિદ્યાર્થીઓ ઉપર શા માટે નહીં?
ડો. અબ્દુલ કદીરઃ અમે એ વિદ્યાર્થીઓ આટ્ર્સ (વિનયન)નું શિક્ષણને પૂરૂં પાડવાની પણ કોશિશ કરી રહ્યા છે. આ મદ્રેસાઓમાંથી આવે છે જેથી તેઓ સિવિલ સર્વિસિસની પરીક્ષા આપી શકે અને કાયદા અને અધ્યાપનમાં અભ્યાસ કર્યા પણ પ્રવેશ મેળવી શકે.
ખુશ્બૂ ખાનઃ ફી સ્ટ્રકચર શું છે?
ડા. અબ્દુલ કદીરઃ અમારી ફી એક લાખ રૂપિયા વાર્ષિક છે. પરંતુ હાફિઝો માટે આ ફી માત્ર ૩૬૦૦૦/- છે. આ ઉપરાંત અમે નબળા આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓને ૨૦ ટકા ડોનેશન પણ આપીએ છીએ. હું એ તમામ સક્ષમ વાલીઓ અને સંસ્થાઓને મદદ કરવા અનુરોધ કરૂં છું કે તેઓ એવા વિદ્યાર્થીઓની મદદ કરે જેઓ આર્થિક રીતે નબળા છે.
ખુશ્બૂ ખાનઃ તમે કહો છો કે સંસ્થા વિદ્યાર્થીઓને મોબાઈલ ઇન્ટરનેટ અને અન્ય ગેજેટ ઉપયોગ કરવાની પરવાનગી નથી આપતી. જેથી તેઓનું ધ્યાન કેન્દ્રિત રહે. હવે તેઓ ટકે એવી કેવી રીતે બનશે અને દુનિયામાં બનતા કેવી રીતે માહિતગાર રહેશે?
ડા. અબ્દુલ કદીરઃ હું સમજું છું કે તેઓ એવી દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં તેમને જુદી જુદી પશ્ચાદ્ભૂમિકાના લોકો સાથે સામનો કરવા મળશે. આમ એમને સાચા-ખોટા વચ્ચે ભેદ પાડવાની છૂટ આપીએ છીએ. આના કારણે તેઓ આપમેળે દુનિયાની વધુ સારી સમજ મેળવશે.
ખુશ્બૂ ખાનઃ હવે પછીના પાંચ વર્ષ પછી આપ શાહીન ગ્રુપને ક્યાં જુઓ છો?
ડા. અબ્દુલ કદીરઃ અત્યારે, રાજ્યમાં શાહીન ૬ ટકા મેડિકલ બેઠકો ઉપર વર્ચસ્વ ધરાવે છે અને દેશમાં ૦.૩ બેઠકો ઉપર વર્ચસ્વ ધરાવે છે. અમે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સુધારો કરવા માગીએ છીએ. –•–
સાભારઃ www.muslimmirror.com