આઝાદી પછી જ્યારે દેશમાં નવું બંધારણ લાગુ થયું અને ડોકટર રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા તો એકવાર તેઓ કોઈ સરકારી કામથી મોટરગાડીઓથી કયાંક જઈ રહ્યા હતા. રસ્તામાં કોઈક મંદિર કે ધાર્મિક સ્થળ આવ્યું. તેઓ થોડીક મિનિટો માટે ત્યાં રોકાવા ઈચ્છતા હતા, પરંતુ સુરક્ષા અધિકારીએ આવું કરવાથી તેને રોકી દીધા. કહ્યું : ‘સર ! તમે સ્ટેટના (દેશના) હેડ (વડા) છો, અને સરકારી કામથી નીકળ્યા છો. તમે પોતાની ધાર્મિક ઓળખ જાહેર નથી કરી શકતા.’ એક અન્ય રાષ્ટ્રપતિ સી.વી.રમનની સાથે પણ એક વખત આવું જ બન્યું હતું. સુરક્ષા અધિકારીએ તેમને હાથથી રોકી દીધા. ત્રીજા રાષ્ટ્રપતિ ડોકટર ઝાકિર હુસેન એક પ્રવાસ દરમ્યાન કોઈક મસ્જિદ કે ઐતિહાસિક ધાર્મિક સ્થળને જાેવા ઈચ્છતા હતા. પરંતુ સરકારી અધિકારીઓએ તેમને પ્રોટોકોલનો હવાલો આપીને રોકી દીધા.
અગાઉ સરકારી ઈમારતોનું ભૂમિપૂજન થયું ન હતું. સરકારી કાર્યક્રમોમાં પૂજા-પાઠ થતું ન હતું, એટલું જ નહીં બલ્કે આ પ્રકારના ખાનગી કાર્યક્રમોમાં પણ સરકારી જવાબદારો સામેલ પણ થતાં ન હતા, પરંતુ એ એક સમયની વાતો છે કે જ્યારે દેશમાં બંધારણ લાગુ કે અમલી હતું, તેના પર યોગ્ય કે નિયમિત રીતે પાલન પણ કરાતું હતું. હવે શું છે ? બંધારણ તો મૌજૂદ છે પરંતુ આ પ્રકારની બાબતોમાં કોઈ પણ તેની પરવાહ નથી કરતા. તા.પમી ઓગસ્ટના રોજ અયોધ્યામાં જે કંઈ થયું તેને જાેઈને શું આ કહી શકે છે કે આ લોકોએ આ જ બંધારણનું સોગંદનામું લીધું છે ?
વાસ્તવમાં દેશના બંધારણના ઉલ્લંઘનની પ્રક્રિયા શરૂ થઈ હતી ઈ.સ.૧૯૮૦થી કે જ્યારે ઈન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવ્યા હતા. આ વખતે તેઓ આરએસએસથી કરાર કરીને આવ્યા હતા. જનતા પાર્ટીની સરકારના પતન બાદ જે ચૂંટણીઓ થઈ હતી તેમાં આરએએસ તથા શિવસેનાએ ઈન્દિરા ગાંધીની વિધિસર હિમાયત કરી હતી. હવે તે કોંગ્રેસના કલ્ચરનો ભાગ બની ચૂકેલ છે. આ વખતે પણ કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓએ અયોધ્યામાં ભૂમિ-પૂજનની હિમાયત કરી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના નેતા કમલનાથે પોતાના ઘર ઉપર હનુમાન ચાલીસો કરાવડાવ્યો. છત્તીસગઢના કોંગ્રેસી મુખ્યમંત્રી શ્રીરામના માતાજી જાનકીનું મંદિર બનાવી રહ્યા છે. પ્રિયંક ગાંધીએ પમી ઓગસ્ટના ભૂમિ-પૂજનની જાેરદાર હિમાયત કરી છે. અલબત્ત આ જરૂર બન્યું કે કોંગ્રેસના કેટલાય મોટા નેતાઓએ આ નિવેદનને રદ કરી દીધો. કેરાલાના મુખ્યમંત્રી વિઝયને સાચું કહ્યું છે કે કોંગ્રેસ જાે સેકયુલરિઝમ (ધર્મ-નિરપેક્ષતા)ને તેની સાચી દિશામાં લઈ જતી તો આજે દેશની આ સ્થિતિ ન હોત. આ દેશમાં સેકયુલરિઝમનો મતલબ આ છે કે સરકારનો કોઈ ધર્મ નહીં હોય. તે કોઈપણ ધર્મની ન તો હિમાયત કરશે અને ન તો વિરોધ કરશે. આ ધર્મ-પ્રધાન દેશ છે. અહીં અનેક ધર્મ તથા મઝહબ છે. દરેકને પોતપોતાના ધર્મ પર ચાલવાની પૂરેપૂરી આઝાદી છે.
પરંતુ આરએસએસ એ દેશની આ હૈસિયત અને તેના બંધારણને અમલની દૃષ્ટિએ બેકાર બનાવી ચૂકયો છે. કોરોના વાયરસના જમાનામાં પણ તે પોતાના એજન્ડા પ્રત્યે ગાફેલ નથી. પહેલાં તો તેણે એક દીન-ધર્મ તથા તેના અનુયાયીઓને આ દેશ તથા અહીંના વાસીઓને દુશ્મન ઠેરવી દીધા. પછી આ ઉપજાવી કાઢેલા દુશ્મનો વિરુદ્ધ શાળાઓથી લઈ કોલેજાે દ્વારા લોકોને એટલી હદે ગેરમાર્ગે દોર્યા કે પમી ઓગસ્ટનું મેદાન તૈયાર થઈ ગયું. આ સંગઠનને પ્રતિભાઓને બનાવવી અને જરૂરત મુજબ તેમને બગાડવી એ તેમને બહુ જ આવડે છે. ગુજરાતમાં એક સમૂહનો વંશોચ્છેદ સંઘને એટલી હદે યોગ્ય લાગ્યો કે તેણે એ સમયના ત્યાંના મુખ્યમંત્રીનેને દેશના સર્વેસર્વાની સત્તા આપી દીધી. વડાપ્રધાન પોતે પણ આત્મ-પ્રશંસા પ્રિય છે, અને પોતાની સામે કોઈને પણ કાબેલ નથી માનતા. નોટબંધીના એલાન માટે રિઝર્વ બેંકના ગવર્નર કે નાણામંત્રી જેવી વ્યક્તિઓ ઉચિત હોઈ શકતી હતી, પરંતુ વડાપ્રધાને ખ્યાતિ કે નામના માટે આ કામ પોતે જ કર્યું. પમી ઓગસ્ટની પાયાવિધિ માટે લાલકૃષ્ણ અડવાણી ‘યોગ્ય’ હતા, કારણ કે આ શોર-બકોર કે હંગામો તેમના દ્વારા જ ઉભો કરાયેલ હતો, પરંતુ તેનો પણ વડાપ્રધાને પોતાના રાજકારણ માટે ઉપયોગ કર્યો- હવે હિંદુત્વનો આ એજન્ડા કોના દ્વારા કયાં સુધી પહોંચશે એની તો બસ કલ્પના જ કરી શકાય છે. રામમંદિર પૂરી રીતે એક રાજકીય ખેલ (રાજ-રમત) છે જેમાં હિંદુ કહેવાતા લોકોને મજબૂતીથી જકડી લેવામાં આવ્યા છે. પમી ઓગસ્ટને લોકો નવા-નવા નામ આપી રહ્યા છે. ‘નવા ભારતનો પાયો’, ‘નવા ઈન્ડિયન કલ્ચરનો પાયો’ ‘હિંદુ રાષ્ટ્રનો પાયો’ વિ. વિ…. (દા’વતના સૌજન્યથી)