Saturday, July 27, 2024
Homeસમાચારસરકારી પોલિટેકનિકલ કોલેજ વડનગરના મિકેનિકલ વિભાગના યુવા લેકચરર પૂર્વેશ ડોડિયા અને આકાશ...

સરકારી પોલિટેકનિકલ કોલેજ વડનગરના મિકેનિકલ વિભાગના યુવા લેકચરર પૂર્વેશ ડોડિયા અને આકાશ પટણીએ યુવી સેનિટાઈઝેશન બોક્સ બનાવ્યું

કોરોના મહામારીના સમયમાં ઉપયોગી ઉપકરણ

આ બંને લેકચરર આવનાર સમયમાંઅનેક લોકોને ઉપયોગી, સરળ અને સસ્તા ભાવે વેચી શકાય તેવા નવીન ઉપકરણો બનાવવાનું વિચારી રહ્યા છે.

કહેવાય છે કે જરૂરિયાત એ શોધની જનેતા છે હાબ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં આ પંકિતને સાર્થક કરતા અવનવા સંશોધનો થયા છે અને થઈ રહ્યા છે. ત્યારે આવી મહામારીના સમયમાં લોકો શાકભાજી કરિયાણું અને મોબાઈલ સહિતની વસ્તુઓને સેનિટાઈઝ કરી વાયરસ મુકત બનાવી કોરોનાના સંક્રમણને અટકાવી શકે એ માટે સરકારી પોલિટેકનિક કોલેજ વડનગરના મિકેનિકલ વિભાગના યુવા લેકચરર પૂર્વેશ ડોડિયા અને આકાશ પટણીએ યુવી સેનિટાઈઝેશન બોકસ બનાવ્યું છે. જે માત્ર ૧૦ મિનિટમાં જ કોરોના સહિતના વાયરસનો નાશ કરી નાખે છે. વળી બજારમાં વેચાતા મોંઘા મશીનોની તુલનામાં આ યુવી બોકસ ઘણું જ સસ્તુ છે. ભૂતકાળમાં ખાનગી કંપનીમાં સાથે નોકરી કરનાર પૂર્વેશ ડોડિયા અને આકાશ પટણીએ સ્પર્ધાત્મક પરીક્ષા પણ સાથે પાસ કરી એક જ કોલેજમાં લેકચરર બન્યા. જયારે યુવી સેનિટાઈઝેશન બોકસ બનાવવામાં પણ આ બંને સાથે રહ્યા. ડબલ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના અલ્ટ્રા વાયોલેટ કિરણો કોરોનાના ડીએનએનો મૂળમાંથી નાશ કરે છે એવા અનેક ન્યૂઝ જાેઈ બંને લેકચરરોને આ યુવી (અલ્ટ્રા વાયોલેટ) બોકસ બનાવવાનો વિચાર આવ્યો અને એ દિશામાં આગળ વધ્યા. જાે કે લોકડાઉનનો કારણે જરૂરી સાધનો મેળવવામાં થોડોક સમય લાગ્યો પણ કામગીરી શરૂ થઈ અને રિસર્ચનો આધાર લઈ આગળ વધ્યા. આ કાર્યમાં કોલેજના પ્રિન્સિપાલ ફાલ્ગુની વત્સરાજ અને મિકેનિકલ વિભાગના વડા એસ.એમ. પટેલે પ્રેરણા અને પીઠબળ આપ્યું. બંને યુવા લેકચરર પોતાના કામમાં લાગી ગયા અને તૈયાર કર્યું ૧૮x૧૩x૧૩ની સાઈઝનું ૩પ લિટરની ક્ષમતા ધરાવતું યુવી સેનિટાઈઝેશન બોકસ માત્ર બે ડીમલાઈટમાં વપરાય તેટલી જ વીજળીના વપરાશથી ચાલતા આ યુવી બોકસમાં માત્ર ૧૦ મિનિટમાં કરિયાણું, શાકભાજી, ફળ, મોબાઈલ, લેપટોપ, કપડા તેમજ ડોકયુમેન્ટ પણ સેનિટાઈઝ થઈ વાયરસ મુકત બની જાય છે જાે કે આ યુવી બોકસમાં તમે શરીરના કોઈ અંગ (હાથ વગેરે)ને સેનિટાઈઝ કરી શકતા નથી તે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. હાલ જયારે બજારમાં ૧૦ હજાર જેટલી કિંમતમાં આવા યુવી બોકસ મળે છે ત્યારે માત્ર પપ૦થી ર૦૦૦ રૂપિયા સુધીની કિંમતે આ યુવી બોકસ બજારમાં ઉપલબ્ધ બની શકે છે આ માટે કોલેજ રેવન્યુ જનરેટ કરી યુવી બોકસ બજારમાં મુકવાનું વિચારી રહી છે. જયારે જેમણે આ યુવી બોકસ બનાવ્યું છે તેઓ કોલેજ નિયમિત શરૂ થતા વિદ્યાર્થીઓને સાથે રાખી સેનિટાઈઝેશન ટનલ બનાવવાનો પ્રોજેકટ તૈયાર કરવાનું વિચારી રહ્યા છે. બંને લેકચરરની આ કામગીરીને હાલ કોલેજ કક્ષાએ બિરદાવાઈ રહી છે. જયારે આ બંને લેકચરર આવનાર સમયમાં અનેક લોકોને ઉપયોગી, સરળ અને સસ્તા ભાવે વેચી શકાય તેવા નવીન ઉપકરણો બનાવવાનું વિચારી રહ્યા છે.


(મથાળા સિવાય, આ સમાચાર “યુવાસાથી” ટીમે સંપાદિત કર્યા નથી … સૌજન્યઃ ગુજરાત ટુડે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments