Friday, December 27, 2024
Homeઓપન સ્પેસભાવનાત્મક વિકાસના સાધનો

ભાવનાત્મક વિકાસના સાધનો

ભાવનાત્મક વિકાસ સુનિયોજીત જીવનનું એક મુખ્ય પરિમાણ છે. મનુષ્યની માનસિક સ્થતિ તેના વિચારો અને વ્યવહારોને અસર કરે છે. ભાવનાઓ સમયની સાથે બદલાતી રહે છે. માનસિક સુખ અને માનસિક તણાવ એ વ્યક્તિની અંદર ઉત્પન્ન થતી ભાવનાઓનું પરિણામ છે. ભાવનાઓ પર અંકુશ કે સંતુલન વ્યક્તિમાં ઊંડી સમજ જન્માવે છે અને જીવનને શાંતિમય બનાવે છે. નકારાત્મક ભાવનાઓ પર અંકુશ મેળવવાથી વ્યક્તિત્વમાં આકર્ષણ અને જીવનમાં સુખ અને શાંતિ સ્થપાય છે.
આજે જગતમાં ભાવનાત્મક સમસ્યાઓની અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઇ છે. ભાવનાત્મક બુદ્ધિ ચાતુર્ય પોતે જ એક વિસ્તૃત વિષય છે. જે રીતે બુદ્ધિને માપવામાં આવે છે અને તેનું નિર્ધારણ કરવામાં આવે છે, તે જ પ્રકારે ભાવનાત્મક બુદ્ધિમત્તા એક નવી જ શબ્દાવલી છે. આપણે આપણી ભાવનાઓને ઓળખી પરિસ્થતિ અનુસાર આપણી ભાવનાઓને નિયંત્રિત કરવાની ક્ષમતા કેળવીએ. આપણે હંમેશ એ બાબતે તત્પર રહીએ કે આપણે નવી નવી વસ્તુઓ શીખીએ અને સકારાત્મક વિચાર કેળવીએ.

આપણે પોતાનામાં એવી લાયકાત પેદા કરીએ કે જ્યારે આપણે કોઈથી વાર્તાલાપ કરતા હોઈએ કે અથવા અન્ય કોઈ બાબત હોય તો સામેવાળી વ્યક્તિની ભાવનાઓ શું છે. પછી તે જેવો હોય તે પ્રમાણે સંબંધોને આગળ વધારીએ. આ એક કૌશલ્ય-આવડત છે અને આની જ અનુભૂતિ સારુ એક વિશેષ બુદ્ધિમત્તાની જરૂર હોય છે. આના માટે ભાવનાત્મક કે માનસિક સમતુલા જન્માવવી અનહદ જરૂરી છે.

પ્રવર્તમાન કાળમાં આપણે ઘણી બધી સમસ્યાઓ જાેઈ રહ્યાં છીએ. તે માત્ર ભાવનાત્મક સમસ્યાઓ સવિશેષ છે. ચિંતા, ગભરામણ, ક્રોધ, અપરાધ, હીન-ભાવના અને માનસિક અસુરક્ષા જેવી સમસ્યા જ્યારે હદથી વધી જાય છે ત્યારે વ્યક્તિ એ વિચારતી થઈ જાય છે કે દુનિયા મારા લાયક રહી નથી, અને હું દુનિયાને લાયક રહી નથી. આવી પરિસ્થતિમાં તે ક્યારેક ક્યારેક ખોટા પગલા ભરી બેસે છે.

ઈશ્વરે મનુષ્યમાં ભાવનાઓને વ્યર્થ રાખી નથી. ક્રોધ, ભય અને નિરાશાની પાછળ પણ તેની તત્વદર્શિતા-હિકમત કાર્યરત્‌ હોય છે. પરંતુ તેનો ખોટો ઉપયોગ કરવો હાનિકારક હોય છે.

આજે સમગ્ર જગતના લોકોમાં નકારાત્મક ભાવનાઓનો અતિરેક એક જટીલ સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાનો અસરકારક ઉપાય કુર્આન, પૈગમ્બર મુહમ્મદ નું જીવન અને તેમની તાલીમ છે. આપણી ભાવનાઓ કેવી હોવી જાઈએ? કુર્આનમાં અનેક જગ્યાએ ભાવનાઓને નિયંત્રિત, સંતુલિત રાખવા અને સુંદર આકાર આપ ની તાલીમ આપવામાં આવી છે.

પૈગંબર મુહમ્મદ નું જીવન ભાવનાત્મક સ્વરૂ૫ે અત્યંત સંતુલિત વ્યક્તિત્વનું ઉત્તમ ઉદાહરણ – નમૂનો છે. આપ નો વ્યવહાર હરહંમેશ સકારાત્મક વિચારનો દર્શક રહ્યો છે. આપ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખતા હતા અને સામેવાળાની ભાવનાઓનો ખ્યાલ પણ રાખતા હતા. આપ લોકો સાથે મધુર સંબંધ રાખવાની કલા ખૂબ જાણતા હતા અને આ કળા આપે દુનિયાને પણ શિખવાડી.

મનુષ્યના અંતરમાં માંદગીનું એકત્રિત થવું અસંતુલિત ભાવનાઓનું પરિણામ છે. જ્યારે આપણે ભાવનાત્મક રૂપે સંતુલન ખોઈ બેસીએ છીએ તો ભાવનાઓ આપણા માટે વિષ-ઝેર બની જાય છે, અને માનવી અનેક વિધ બિમારીઓમાં સપડાઈ જાય છે. આપણે જ્યારે આપણી અંદર નકારાત્મક ભાવનાઓ જન્માવી લઈએ છીએ તે ઝેર સમાન હોય છે અને સમય જતાં આ ઝેર પોતાની અસર દેખાડે છે.

જેને આપણે બીમારી કે રોગ કહીએ છીએ તો એનો મતલબ આ છે કે આપણે સ્વયંથી ખુશ કે પ્રસન્ન ન હોઈએ તો આપણે બીમાર થઈ જઈએ છીએ. ભાવનાત્મક સંતુલનનું ન હોવું એ માનસિક બીમારીઓનું સૌથી મોટું કારણ છે. પ્રવર્તમાન સમયમાં આપણી સૌથી અગ્રીમ આવશ્યકતા એ વાતની છે કે આપણે સ્વયંને ભાવનાત્મક રૂપે પ્રબળ અને સંતુલિત કરીએ.
આના માટે એક માપદંડના આધારે ૧ થી લઈ ૧૦ સુધી આપ જુઓ કે આજે આપની ભાવનાત્મકતા કયા સ્તરે છે? આપ ૧ ઉપર છો ? કે પછી ર ઉપર કે ૩ ઉપર? લખો અને નોંધ કરો કે ભાવનાત્મક દૃષ્ટિએ સ્વંયંને ઊંચાઈએ લઈ જવાનું છે. માની લો કે તમારે તમારા ક્રોધને નિયંત્રિત કરવો છે તો આગલા છ મહિના માટે સારી રીતે એનું આયોજન કરો.

આના માટે આપણે નક્કી કરીને ક્રોધને નિયંત્રિત કરવા સારૂ વર્કશોપમાં જાેડાઈશું. આપણે આને દૂર કરવા માટેના પુસ્તકો વાંચીશું. આપણે પોતાની આસપાસ અને પરિવારના લોકોથી નમ્ર વાર્તાલાપ કરીશું. આપણે લોકોથી સારા સંબંધ કેળવવા માટે કેળવણી મેળવશું. માર્ગમાં ચાલતા કોઈ ભૂલ દેખાશે તો આપણે ઉગ્રતા ધારણ નહીં કરીએ. આના માટે સુનિયોજીત રીતે પ્રયાસ કરીશું અને યુટ્યૂબ કે ડિજિટલ માધ્યમ અને વેબસાઇટનો ઉપયોગ કરીશું.

પોતાની ભાવનાઓને નિયંત્રિત તથા સંતુલિત રાખવા માટે આપણે યોજના બદ્ધ રીતે પગલાં ભરવા જાેઈએ કે જેથી આપણું વ્યક્તિત્વ ભાવનાત્મક રીતે મજબૂત અને સ્થિર થાય. –•–


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments