Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસસાંપ્રદાયિકતા સાથે સંઘર્ષ

સાંપ્રદાયિકતા સાથે સંઘર્ષ

એસ.એસ. હુસૈની

આપણા દેશમાં ઘણાં લોકો શાંતિ, સામાજિક સંવાદિતા અને સમાનતા ઇચ્છે છે. ભારતમાં વિવિધ ધર્મોમાં માનનારા લોકો સદીઓથી હળીમળીને રહે છે. આ આપણી સાચી તાકાત, આદર અને આપણી ઓળખ છે. આ ઘણાં દુર્ભાગ્યની વાત છે કે સાંપ્રદાયિકતા આપણાં દેશની સૌથી મજબૂત તાકાત અને ઓળખને દૂર કરવા તૈયાર છે. આના લીધે સાંપ્રદાયિકતા આ દેશની સૌથી મોટી દુશ્મન છે. જે આની સૌથી મોટી વિવિધતા અને આની સૌથી વિશેષતાને ખતમ કરવા પર આગ્રહી છે.
ક્યારેક-ક્યારેક સાંપ્રદાયિક રમખાણોનું થઈ જવું, રાજનૈતિક ફાયદાઓ માટે સાંપ્રદાયિક ભાવનાઓને ભડકાવવાની ઘટનાઓ આપણા દેશમાં બનતી રહે છે. પરંતુ આ સમયે પરિસ્થિતિ ગંભીર છે. કેમ કે માહોલ હવે સામાજિક વિભાજનનું રૂપ લઈ રહ્યું છે.

જ્યારે સમાજ વિભાજિત થઈ જાય છે અને એક જ દેશમાં રહેવાવાળા જુદા-જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. ત્યારે કેવી અરાજકતા ઉદ્‌ભવે છે અને તેના પરિણામો શું હોય છે તેનું ઉદાહરણ આપણને આપણા આજુ-બાજુના દેશોમાં દેખાઈ આવે છે. જે લોકો આપણા દેશને આ પ્રકારનું નર્ક બનાવવાનું ઇચ્છે છે તેઓ આ દેશના સૌથી મોટા દુશ્મન છે. સાંપ્રદાયિકતાની આ વિચારધારા આ દેશ માટે સૌથી વધુ જીવલેણ નુકસાન પહોંચાડનારી છે.

આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ સંબંધે વધુ જાગૃકતા લાવવામાં આવે. જાગૃકતા લાવવા માટે સૌથી પહેલાં આપણા ધાર્મિક અને સામાજિક સંગઠન આગળ આવે. સામાજિક કાર્યકર્તા અને બૌદ્ધિક લોકો તેમજ આપણા ધાર્મિક નેતાઓ આગળ આવે.

જગતનો કોઈ પણ ધર્મ નફરતનો સંદેશ આપતો નથી. આ આપણા ધાર્મિક ગુરૂઓની જવાબદારી છે કે તેઓ આગળ આવીને શાંતિ અને સદ્‌ભાવનાનો સંદેશ સમગ્ર દેશમાં ફેલાવે. સાંપ્રદાયિકતા કેટલી નુકસાનકારક છે અને તેનાથી બચવું કેટલું જરૂરી છે, આ વાત માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ગામડે-ગામડે, ગલી-ગલી અને ઘર-ઘર સુધી પહોંચવી જરૂરી છે.
સમાજમાં સંદેશ આપવાની સાથે-સાથે આ પણ જરૂરી છે કે જે લોકો સમાજ ઉપર અસર ધરાવે છે તેઓને જાેડવામાં આવે. આ સમયે સાંપ્રદાયિકતાનું સ્વરૂપ છે તે સંસ્થાકીય છે. આ માટે આનો મુકાબલો આપણે સંયુક્ત થઈને કરવો જાઈએ. જે લોકો સમાજમાં સૌહાર્દ ઇચ્છે છે તે લોકો એક મંચ ઉપર આવે અને સંયુક્ત રીતે હળી-મળીને આ સંદેશને પહોંચાડે.
સમાજના બૌદ્ધિક અને સામાજિક કાર્યકર્તાઓથી અતિરિક્ત આ સમસ્યાનો મોટો સંબંધ આપણા ધાર્મિક ગુરૂઓથી છે. દેખીતી રીતે સાંપ્રદાયિકતા ધર્મના નામે ફેલાવવામાં આવે છે. ધર્મનો દુરૂપયોગ સાંપ્રદાયિકતાની સૌથી મોટી તાકાત છે. જ્યારે આપણા ધાર્મિક ગુરૂઓ નક્કી કરે કે અમે આ દેશમાં સાંપ્રદાયિકતાને ફેલાવવા નહીં દઈએ તો આ સમસ્યાનું સમાધાન સરળતાથી થઈ શકે છે.

આ કામ માત્ર નેતૃત્વ પૂરતુ ન થવું જાેઈએ. પરંતુ નીચલા સ્તરે કરવામાં આવે. એકબીજાની વાતચીત વગર સાંપ્રદાયિકતાની શક્તિઓનું સૌથી મોટું હથિયાર જુદા જુદા સમુદાયોની વચ્ચે સંવાદ અંતરની પરિસ્થતિ ઊભી કરવામાં છે. અકેબીજાની વચ્ચે ગેરસમજ અને અફવાઓ ફેલાવવામાં આવે. ઘણાં સામાજિક અભ્યાસ ઉપલબ્ધ છે, જે આપણને બતાવે છે કે જુદા-જુદા સમુદાયો વચ્ચે સંપર્ક અને વાતચીતનું વાતાવરણ ઊભું કરવામાં આવે તો સાંપ્રદાયિકતાનો પ્રસાર ઘણો ઓછો થઈ જાય છે. એટલા માટે આપણી સામે મૂળ પડકાર એ છે કે સમાજમાં જે પણ વિભાજન કરવામાં આવી રહ્યું છે આપણે એનો સામનો કરીએ. સમાજમાં દરેક સ્તરે સંપર્ક અને વાત-ચીત વધારવામાં આવે. સર્વસ્થળે એવી જગ્યા હોય જ્યાં બેસીને આપણી સમસ્યાઓ પર વાત-ચીત થઈ શકે. જાે આ કામ મોટાપાયે સમગ્ર દેશમાં કરવામાં આવે તો સાંપ્રદાયિકતાના વિષનો સામનો કરવામાં ઘણી સરળતા રહેશે. –•–


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments