વિજાપુર નિવાસી હમ્માદ વ્હોરા કે જેઓ પોતાની આંખોની રોશનીથી વંચિત છે, અને આ સમસ્યા સાથે તેમણે લગભગ 7 વર્ષ સરકારી બસોમાં મુસાફરી કરી છે. આ 7 વર્ષોમાં તેમને સૌથી મોટી સમસ્યા એ હતી કે બસ ક્યાંથી ક્યાં જઈ રહી છે, તે બસ પરનાં બોર્ડ કેવી રીતે વાંચવા? અને આ સમસ્યા તેમના જેવા 7 કરોડ અંધ ભાઈ-બહેનો લગભગ દરરોજ સામનો કરતાં હશે.
તેમણે આ સમસ્યાના નિવારણ માટે અથાગ પ્રયત્ન પછી તેનું નિરાકરણ લાવવામાં પ્રાથમિક સફળતા મેળવી છે. તેમણે એક મોબાઈલ એપ્લીકેશન બનાવવાની યોજના બનાવી છે જે દૂરથી આવતી બસના બોર્ડને સ્કેન કરશે અને તેના પર લખેલા લખાણને ફોનમાં ઓડિયો દ્વારા સંભળાવશે. આ એપ અંધ દિવ્યાંગોને સરળતાથી બસ મુસાફરી કરવામાં મદદરૂપ થશે.
અહીં એપ્લિકેશનનો એક વિડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એપ કઈ રીતે કાર્ય કરશે તેની વિગત દર્શાવવામાં આવી છે.