હિજાબ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી અમે સંપૂર્ણ અસહમત છીએ અમે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, સમગ્ર મુસ્લિમ સમાજ અને વિશેષ કરીને મુસ્લિમ મહિલાઓ ખુબજ આશ્વત થઈ છે અત્યંત આઘાત પામી છે. દેશના સંવિધાન, ન્યાયાલય અને સરકારો ઉપરથી મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ જ ઉઠી ગયો છે.
કર્ણાટક હાઇકોર્ટ દ્વારા હિજાબના નિર્ણયમાં જે કહેવામા આવ્યું છે કે હિજાબ ઇસ્લામ ધર્મની ધાર્મિક પ્રથા નથી, ઇસ્લામ ધર્મના વિધિવિધાન કુર્આનમાં સૂરઃ નૂર આયત નંબર 60 અને સૂરઃ એહઝાબમાં આયત નંબર 59માં સ્પસ્ટતાપૂર્વક જણાવી દેવામાં આવ્યું છે કે ઈમાન ધરાવનારી મહિલાઓને જણાવી દો તેઓ જ્યારે ઘરની બહાર નીકળે તો પોતાની ઉપર ચાદર નાખી દો, અહી “જલાબીબ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેથી તેમને ઓળખી લેવામાં આવે અને તેમને હેરાન કરવામાં ન આવે, આ છે હિજાબનો મૂળ ઉદેશ્ય. આ બાબતને જાણે એ રીતે પ્રસ્તુત કરવામાં આવી રહી છે કે જાણે હિજાબનો ઇસ્લામ સાથે કોઈ સંબંધ જ નથી. બીજી વાત જે કહેવી છે તે આ છે જે દેશમાં આપણે રહીએ છીએ તેનું ખૂબ જ સુંદર સંવિધાન છે. દુનિયામાં તેને સારી દ્રષ્ટિએ જોવામાં આવે છે આર્ટીકલ 15-20-25-26ના 13માં ભાગમાં દરેક નાગરિક પોતાની આસ્થા મુજબ જીવવાનો તેના પ્રચાર પ્રસારનો અધિકાર ધરાવે છે, તેના મૂળભૂત અધિકારોનું હનન છે. જે રીતે મહિલાઓને પશ્ચિમવાદના આંધળા અનુકરણમાં સ્વતંત્રતાના નામે ઓછા કપડા પહેરવાનો અધિકાર છે તેવી જ રીતે સભ્યતાના પ્રતિક સમાન હિજાબનો પહેરવાનો પણ અધિકાર ચોક્કસ પણે મળવો જ જોઈએ. આજે હું કહું કે હું ભારતીય નાગરિક છુ મને માથું ઢાંકવાનો અધિકાર મળવો જોઈએ. મારો આ અધિકાર કેમ છીનવામાં આવી રહ્યો છે. ભારતમાં હાલમાં ખૂબ જ જોરશોરથી નારો લગાવવામાં આવી રહ્યો છે કે બેટી બચાવો બેટી પઢાવો, આવા નિર્ણય આ અભિયાનમાં અવરોધ બનશે અને મુસ્લિમ વિધ્યાર્થીનીઓ શિક્ષણથી વંચિત થઈ જશે. અમે કર્ણાટક હાઇકોર્ટના આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ અને તેને ચોક્કસ પણે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું અને અમારા અધિકાર મેળવીને રહીશું.
ઉપરોક્ત શબ્દો હતા જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતની મહિલા પાંખની પ્રમુખ અને ઇસ્લામી વિદ્વાન આરેફા પરવીનના જે તેમણે કર્ણાટક હાઇકોર્ટના હિજાબ સંબંધિત નિર્ણયના વિરોધમાં પોતાના આક્રોશ સાથે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ હતું.