Monday, June 24, 2024
Homeઓપન સ્પેસઆદુઃ નફાની ખેતી

આદુઃ નફાની ખેતી

સમજી વિચારીને અને યોજના-બદ્ધ રીતે કરવામાં આવેલ વેપાર તમને ઓછા સમયમાં વધુ નફો આપી શકે છે. જાે તમે અંદાજાે કે ગણતરી સાથેનું (calculated) જાેખમ ઉઠાવીને કોઈ વેપારને શરૂ કરો છો, તો એવામાં તેના સફળ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. આ જ પ્રકારનો એક વેપાર છે આદુની ખેતી. આદુનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આદુની માગ ઘણી વધી જાય છે. પારંપરિક પાકોથી ખેડૂતોને હવે નફો નથી મળી રહ્યો. આ જ કારણે મોટાભાગના ખેડૂતો હવે ઓછા સમયમાં વધારે નફો આપનારા પાકો તરફ વળી રહ્યા છે. આદુ પણ એ જ પાકોમાંથી એક છે. ચાથી લઈને શાકભાજી, અથાણા સુદ્ધાંમાં આદુનો ઉપયોગ થાય છે. આદુનો ઉપયોગ મસાલા બનાવવા માટે પણ કરવામાં આવે છે. આટલું જ નહીં આનાથી સૂંઠ પણ બનાવવામાં આવે છે, કે જે બજારોમાં આદુથી પણ વધુ ભાવે વેચાય છે. આખા વર્ષ આની માગ યથાવત્‌ રહે છે. આવામાં કેટલાય ખેડૂતો આની ખેતીથી સારો નફો કમાવી રહ્યા છે. જાે તમે પણ આદુથી ખેતી કરી તેને બજારમાં સારા ભાવે વેચો છો, તો આનાથી તમે સારી એવી કમાણી કરી શકો છો.
કેવી રીતે કરશો આદુની ખેતી ?
વર્ષાઋતુ શરૂ થતાં પહેલાં કે શરૂ થતાં જ આદુનું વાવેતર કરવામાં આવે છે. આદુની ખેતીનો સૌથી સારો સમય જુલાઈ-ઓગસ્ટનો હોય છે. પહેલાં ખેતીને બે થી ત્રણ વખત ખેડીને માટીને ઝીણા કણવાળી બનાવવી જરૂરી છે. ખેતરમાં ભરપૂર માત્રામાં છાણિયું ખાતર કે વર્મી કંપોસ્ટ નાખવું જરૂરી છે. આદુની ખેતીમાં આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યાં આની ખેતી કરવામાં આવી રહી હોય એ ખેતરમાં પાણી રોકાવું ન જાેઈએ.
એક હેકટરમાં આદુની ખેતી માટે તમને લગભગ ૨.૫ થી ૩ ટન જેટલા બીની જરૂરત હશે. આદુની ખેતીમાં સિંચાઈ માટે ડ્રિપ સિસ્ટમનો ઉપયોગ કરો આનાથી સિંચાઈ કરવી સરળ હોય છે, અને પાકને ડ્રિપની સાથે ખાતર પણ ભેળવીને સહેલાઈથી પહોંચાડી શકાય છે.
આદુની ખેતી માટે જરૂરી પરિસ્થિતિઃ
પપૈયા અને બીજા મોટા વૃક્ષોની વચ્ચે આનું વાવેતર કરી શકાય છે. આની ખેતી માટે ૬-૭ પી.એચ. વાળી જમીન યોગ્ય છે. એક હેકટરમાં વાવેતર માટે ૨ થી ૩ ક્વિંટલ જેટલા આદુના બીની જરૂરત પડે છે. વાવેતર બાદ થોડી માટી કે છાણિયા ખાતરથી આના બીને ઢાંકી દો. ધ્યાન આપો કે જે ખેતરમાં આનું વાવેતર થઈ રહ્યું છે, ત્યાં જળ-નિષ્કાસનની વ્યવસ્થા યોગ્ય હોવી જાેઈએ. આદુ વાવવા માટે આદુના પાછલા પાકના કંદ (અર્થાત્‌ આદુ) પણ ઉપયોગમાં લેવામાં આવે છે. મોટા મોટા આદુના એક ટુકડામાં બે થી ત્રણ અંકુર રહે.
આદુની ખેતી બલુઈ દોમટ કે જેમાં મોટા પ્રમાણમાં જીવાંશ કે કાર્બનિક પદાર્થનું પ્રમાણ હોય એ ભૂમિ સૌથી વધુ ઉપયુક્ત ગણાય છે. માટીનું પી.એચ. માત્ર ૫-૬ થી ૬.૫ જળ-નિષ્કાષનવાળી ભૂમિ સૌથી સારા આદુની વધારે પેદાશ માટે ગણાય છે. એક જ ભૂમિ પર વારંવાર પાક લેવાથી ભૂમિ-જન્ય રોગ તથા કીટાણુઓ કે જીવાતમાં વૃદ્ધિ થાય છે. આથી પાક-ચક્ર (અલગ અલગ કે બદલી બદલીને પાક લેવું) અપનાવવું જાેઈએ.
આદુની ખેતી ગરમ અને આર્દ્રતાવાળી જગ્યાએ કરવામાં આવે છે. મધ્યમ વર્ષા વાવેતરના સમયે આદુની ગાંઠો (રાઇઝૉમ)ને જમાવવા માટે આવશ્યક હોય છે. આના પછી થોડા વધુ વર્ષા-છોડની વૃદ્ધિ માટે તથા તેને ખોદતી વખતે એક મહિના અગાઉ સૂકા વાતારવણની આવશ્યકતા હોય છે. વ્હેલું વાવેતર કે રોપણ આદુની સફળ ખેતી માટે અતિઆવશ્યક છે. ૧૫૦૦-૧૮૦૦ મિ.થી વાર્ષિક વરસાદવાળા ક્ષેત્રોમાં આની ખેતી સારી પેદાશ સાથે કરી શકાય છે. પરંતુ યોગ્ય જળ-નિષ્કાષ રહિત સ્થળો પર ખેતીને ભારે નુકસાન થાય છે. સરેરાશ તાપમાન ૨૫ ડિગ્રી સેન્ટીગ્રેડ, ઉનાળામાં ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનવાળી જગ્યાઓ પર આની ખેતી બગીચાઓમાં અંતરવર્તીય પાકના રૂપમાં કરી શકાય છે.
આ સમયે કરો લણણી
સામાન્ય રીતે મોટાભાગના પાક એવા હોય છે કે જેમની એક નિશ્ચિત સમય પછી લણણી કરવી જરૂરી થઈ જાય છે. પરંતુ આદુની ખેતીમાં એક મોટો ફાયદો છે. કેમકે આમાં આવું કશું નથી. જાે કે આદુનો પાક ૯-૧૦ મહિનામાં પ્રથમ વખત લણણી માટે તૈયાર થઈ જાય છે. પરંતુ આ તમારા પર આધાર રાખે છે કે તમે આની ક્યારે લણણી કરવા ચાહો છો. જાે તમને બજારમાં સારો ભાવ ન મળે તો તમે પોતાનાં પાકને લાંબા સુધી પણ ખેતીમાં રાખી શકો છો.
૧૮ મહિનાાઓ સુધી લણણી જરૂરી નથી
મોટા ભાગના પાકોની સાથે આ મુશ્કેલી હોય છે કે જ્યારે તે તૈયાર થઈ જાય છે તો તેમની લણણી જરૂરી હોય છે પરંતુ આદુની સાથે આવું નથી. આદુનો પાક લગભગ ૯ મહિનામાં તૈયાર થઈ જાય છે. જાે તમને લાગે કે બજારમાં ભાવ સારા નથી મળી રહ્યા તો તમે પાકને ઉખાડો નહીં. આદુને ૧૮ મહિનાઓ સુધી જમીનમાં છોડી (રાખી) શકાય છે. આવામાં જ્યારે તમને બજારમાં સારો ભાવ મળે ત્યારે તમે પોતાના પાકની લણણી કરી શકો છો. આનાથી તમને ભારે નફો મેળવો નિશ્ચિત છે.
આવક
આદુની ખેતીમાં એક હેકટરમાં તમારૂં રોકાણ ૮-૧૦ લાખ રૂપિયા સુધી થઈ શકે છે. ત્યાં જ આનાથી લગભગ ૫૦ ટન જેટલી પેદાશ (ઉત્પાદન) નીકળે છે. બજારમાં આદુનો ભાવ ૮૦-૧૦૦ રૂપિયા કિલો સુધી હોઈ શકે છે. જાે આદુની સરેરાશ કીંમત ૪૦ થી ૫૦ રૂપિયા કિલો હોય તો પણ તમે ૫૦ ટન આદુથી ૨૦ થી ૨૫ લાખ રૂપિયા ખૂબ જ સહેલાઈથી કમાવી શકો છો. જાે ઉત્પાદકીય પડતર રકમ કાઢી નાખવામાં આવે તો તમને એક હેકટરથી જ ૧૦-૧૫ લાખ રૂપિયા સુધીનો ભારે નફો મળી શકે છે. આદુનો ઉપયોગ કેટલીય દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. આવામાં જાે તમે કોઈ દવાની કંપની સાથે કોન્ટ્રાક્ટ કરી આદુની ખેતી (જિંજર ફાર્મિંગ) કરો તો આનાથી ઓર વધુ નફો કમાવશો સાથે જ તમને પાક વેચવા માટે પરેશાન પણ થવું નહીં પડે.
•••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments