Wednesday, April 17, 2024
Homeસમાચારકોરોના વાયરસના વૈશ્વિક રોગચાળો ફાટી નીકળવાના સંદર્ભમાં અમીર જમાઅતે ઇસ્લામી હિંદની અપીલ

કોરોના વાયરસના વૈશ્વિક રોગચાળો ફાટી નીકળવાના સંદર્ભમાં અમીર જમાઅતે ઇસ્લામી હિંદની અપીલ

કોરોના વાયરસના વૈશ્વિક રોગચાળો વિશ્વભરમાં માનવ વસ્તી માટે એક પડકાર અને આજમાયશ છે. આપણા દેશમાં, પીડિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને સંબંધિત ભય ખૂબ જ ચિંતાજનક છે. આ પરિસ્થિતિમાં દેશના તમામ નાગરિકોએ જાગ્રત રહેવાની જરૂર છે અને સરકાર તેના સંબંધિત વિભાગો અને નિષ્ણાતો દ્વારા જારી કરેલા માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવું જોઈએ.

 1. રોગચાળો ફાટી નીકળવાનો સૌથી મોટો સ્રોત લોકોનું ટોળું એકત્ર થવામાં છે. આ માટે વિશાળ કાર્યક્રમો અને સભાઓનું આયોજન વર્તમાન પરિસ્થિતિમાં ટાળવું જોઈએ. જો નાની સભાઓનું આયોજન અનિવાર્ય હોય તો તેમાં જરૂરી સાવચેતીઓના પગલાઓ અવશ્ય ભરવા જોઈએ.
 2. આ દરમ્યાન શક્ય હોય તો યાત્રા કરવાનું ટાળવું જોઈએ અને લોકો પોતપોતાના સ્થાને રહે. એવા રોગચાળાની પરિસ્થિતિમાં આ જ રસૂલુલ્લાહ સ.અ.વ.નું માર્ગદર્શન હતું.
 3. જુમ્આની નમાઝ અને ખુત્બો ટૂંકો હોય. અને નમાઝના તરત જ બાદ લોકો વિખરાઈ જાય. સુન્નત નમાઝ ઘરે જઈને પુરી કરે.
 4. પાંચ ટાઈમની નમાઝ પણ મસ્જિદમાં ટુંકી કરી દેવામાં આવે અને મસ્જિદમાં ફકત ફર્જ નમાઝ અદા કરવામાં આવે. વુઝૂ ઘરેથી કરીને જાવ. મસ્જિદમાં સ્વચ્છતાનો વિશેષ સંભાળ રાખવામાં આવે અને શક્ય હોય તો સેનીટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવે.
 5. જે લોકોને ઠંડી, તાવ, ખાંસી, છીંક વિગેરેથી પરેશાન છે તેઓ મસ્જિદ જવાનું ટાળે. ઉમર લાયક વૃદ્ધો, બીમાર લોકો અને બાળકોને પણ ઘરોમાં નમાઝ અદા કરવાની સલાહ આપવામાં આવે.
 6. સી.એ.એ. અને એન.પી.આર. જે વિરોધ અભિયાન ચાલી રહ્યા છે તેને ચાલુ રાખવા જોઈએ પરંતુ સ્થાનિક પરિસ્થિતિને સામે રાખી કોઈ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે લોકોના આરોગ્યને કોઈ જોખમ ન હોય અને આરોગ્ય વિભાગના માર્ગદર્શનનું ઉલ્લંઘન પણ ન હોય.
 7. વાયરસ માનવથી માનવમાં પ્રસારિત થાય છે. સ્વસ્થ લોકો વાયરસથી પ્રભાવિત હોવા છતાં સ્વસ્થ્ય રહી શકે છે અને બીજા કમજોર માનવોને બીમાર કરીને તેમના મૃત્યુનું કારણ બની શકે છે. પોતાને નુકસાન પહોંચાડો અથવા બીજાને નુકસાન પહોંચાડો બન્ને ઇસ્લામમાં પ્રતિબંધિત છે (લા ઝરર વલા ઝરાર). તેથી જ દરેકને પ્રયત્ન કરવો જોઇએ કે તેઓ રોગ ફેલાવવાનું કારણ ન બને અને આ માટે તમામ સંભવિત સાવચેતીઓ અપનાવે.
 8. દીનમાં જે વાતોની હેસિયત ફકત મુબાહ અથવા મુસ્તહબની છે, જ્યાં સાવચેતીનો તકાદો હોય તેના ઉપર આગ્રહ ન કરવામાં આવે.
 9. જમાઅતની બધી જ સ્થાનિક શાખાઓ અને કારકુનાનો આ સંદર્ભે સરકાર અને આરોગ્યથી સંબંધિત વિભાગોનો ભરપૂર સહકાર કરે અને જનતામાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે.
 10. આ બધા સંજોગો સમગ્ર સૃષ્ટિના સર્જનહારની અસીમ શક્તિ અને સામર્થ્ય તેમજ માનવીય લાચારી તથા નિર્બળતાની અનુભૂતિની યાદ દેવડાવે છે. આ સંજોગોમાં અલ્લાહ તરફ પલટો. મોટા પ્રમાણમાં તોબા અને ઇસ્તિગફાર કરો. હાની પહોંચાડનાર વસ્તુથી બચવા માટે મસનૂન દુઆઓની વ્યવસ્થા કરો. પોતાના પરિવાર, દેશ અને માનવજાતની સલામતી માટે સતત દુઆઓ કરતા રહો.
 11. આ સંજોગો આપણને આપણી દઅવતી જવાબદારીની યાદ અપાવે છે અને આ વાત તકાદો કરે છે કે આપણે દેશના સામાન્ય જન સુધી માલિક અને સૃષ્ટિના સર્જનહાર અલ્લાહ તરફ વાળીએ અને એ વાતની યાદ અપાવીએ કે કુદરતી આપત્તીઓનું એક મોટુ કારણ માનવનું ગેરવર્તન, દમન અને ફિત્ના-ફસાદ હોય છે તેથી આ સંજોગોમાં આપણા બધાના ઉત્તરદાયિત્વ તરફ પણ ધ્યાન આપવુ જોઈએ.

પ્રસ્તુતકર્તા,
મીડિયા વિભાગ,
જમાઅતે ઇસ્લામી હિંદ,ગુજરાત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments