Friday, December 13, 2024
Homeઓપન સ્પેસક્રિકેટ વર્લ્ડ કપઃ લડો તો એવી રીતે લડો કે પરાજય થાય તો...

ક્રિકેટ વર્લ્ડ કપઃ લડો તો એવી રીતે લડો કે પરાજય થાય તો પણ માથું સદાયે ઊંચું રહે

લડો તો એવી રીતે લડો કે પરાજય થાય તો પણ માથું સદાયે ઊંચું રહે

આ વિશ્વ વિજયની વાત ત્યારે શરૂ થઈ હતી જ્યારે ઇંગ્લેન્ડ એડિલેડમાં બાંગ્લાદેશ સામે ખૂબ જ અપમાનિત રીતે હારીને ગયા વર્લ્ડ કપમાંથી બહાર થયું. ત્યાર પછી કપ્તાન મોર્ગને ત્યાં બ્રેન્ડન મેક્કુલમના જાંબાઝ લડાકુઓને વિશ્વ ચેમ્પિયનથી હિંમતથી રમતા જોયા. ત્યાંથી ઇંગ્લેન્ડે – જે અત્યાર સુધી વર્ષમાં ગણતરીની 8-10 એક-દિવસીય રમત રમી રહી હતી અને ટેસ્ટના પ્રદર્શનના આધાર પર પોતાની વનડે ટીમ પસંદ કરતી હતી, તેમણે ન્યૂઝીલેન્ડની સ્ટાઇલ ઓફ ક્રિકેટને પોતાની ટીમનો એક આદર્શ અપનાવ્યુ. આજે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ એવી કાંટાની ટક્કરથી રમ્યા, જેમ કે તલવારની ધાર ચાલી રહી હોય. આ સંયોગ નથી. આ બંને ટીમોની તૈયારી અને રમતની પાછળ એક ખાસ પ્રકારની રણનીતિ કામ કરી રહી હતી, જેમાં ઘણી સામ્યતા છે. બંને એ આક્રમકતાને પોતાનો ધ્યેય બનાવ્યો અને હારના ભય પર વિજય મેળવ્યો. યોગ્ય ભૂમિકા માટે યોગ્ય ખેલાડી પસંદ કર્યા અને નામની પરવાહ ન કરી.

ઇંગ્લેન્ડે ખુશી ખુશી પોતાની ટીમના દરવાજા અન્ય રાષ્ટ્રો માટે ખોલ્યા. કડક નિયમ અને નિર્ભય ક્રિકેટ તેમનું મંત્ર બની ગયું. તેના જ દ્વારા આ ટીમ આખરે ઓસ્ટ્રેલિયાની અપરાજિત ટીમને માત આપી શકી. આવું કરી નિર્ભય ઓસ્ટ્રેલિયાને તેમની જ બુટ્ટી આપી. જેવાને તેવું. ચોવીસ વર્ષમાં ફક્ત બીજી વાર આવું થયું કે કોઈ બીજો દેશ, આક્રમક ઓસ્ટ્રેલિયાને વિશ્વકપ જીતવાથી રોકી શકયું. આ પહેલા ફક્ત ધોનીની ટીમે સંભવ કરી દેખાડ્યું હતું.

પરંતુ યાદ રહે, ઓસ્ટ્રેલિયા ને રોકવામાં આવ્યું છે ફક્ત બે વાર. અને તેને હરાવવા માટે દરેક વખતે ટીમોને પોતાની ઋતુ, પોતાના દર્શક, પોતાની પિચ, અને પોતાનો મેદાન લાગ્યો. પહેલી વાર 2011 માં અમદાવાદમાં ભારત, જ્યારે અનિચ્છિત કેન્સરથી લડતા એક છોકરો તેના માર્ગમાં અડચણરૂપ ઉભો હતો. અને 2019માં એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ. અને આગળ જઈને આખરે આ બંને ટીમોએ વિશ્વકપની ટ્રોફી ઉપાડી. જ્યારે કે આ વખતે ઓસ્ટ્રેલિયા અનેક કારણોથી પહેલેથી જ નબળી હતી. એટલા માટે ભલે આ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા ન હોય, in the larger context ક્રિકેટ ઇતિહાસના વિતેલ પચ્ચીસ વર્ષ પર તેમની અવિસ્મરણીય છાપને ભૂલી નથી શકાતું.

અને ન્યૂઝીલેન્ડની ટીમ ભલે વિશ્વકપ જીતી શક્યું નથી, પરંતુ આ ખુલ્લા દિલથી સ્વીકાર કરવું જોઈએ કે અપરાજિત ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સાચી દિશા તેમણે જ આ દુનિયાને દેખાડી છે. આ બ્રેન્ડન મેક્કુલમ સ્ટાઇલ ઓફ ક્રિકેટની જીત છે. જુસ્સાભેર લડનારા યોદ્ધાઓની જીત છે. જ્યાં બે અને બેનો સરવાળો પાંચ થાય છે. જ્યાં ટીમ હંમેશા ખેલાડીથી મોટી હોય છે. ભલે ન્યૂઝીલેન્ડ પરાજીત થયુ હોય, આખરે આ માર્ટિન ક્રો બ્રાન્ડ ઓફ ફિયરલેસ ક્રિકેટની જીત છે. અને જુઓ આ વાત પોતે ઇયાન મોર્ગન પણ જરૂર માનશે, જો (તે ઓવર થ્રો ના રન લેવા પછી અને મેચ ટાઈ થવા પર પણ વાહિયાત નિયમના ચાલતા જીત પછી) તેમની આંખોમાં જરા પણ શરમ બાકી હોય તો.

આજે તે ક્રિકેટનો સૌથી નાયબ કપ્તાન માર્ટિનક્રો જરૂર ઉપરથી જોતો હશે. વાંચજો શોધીને, તેમનુ ૨૦૧૫ની ફાઇનલથી પહેલા લખેલુ આત્મીય નિબંધ “The greatest time of our lives” કેમ કે આવું તમે ફરી કશું નહિ વાંચો. કેમ કે તે કેન્સરથી મરતા એક વ્યક્તિની અંતિમ કથા પણ નથી, તે એક પિતાનો પોતાના બાળકને લખેલ સૌથી સુંદર શાબાશી પત્ર હતો. પત્ર, જેમાં તેમણે ટેલર, ગુપ્ટીલને પોતાના બે બાળકો કહ્યા હતા, ” To see the two sons I never had, Ross Taylor and Martin Guptill, run out in black, in sync with their close comrades, drawing on all their resolve and resilience, will be mesmerically satisfying. I will hold back tears all day long. I will gasp for air on occasions. I will feel like a nervous parent. “

હકીકતમાં આ વિજય એમની છે. માર્ટિન ક્રો, જેમણે શિખાડ્યું હતું, લડો તો એવી રીતે લડો કે પરાજય થાય તો પણ માથું સદાયે ઊંચું રહે. આજે કેન વિલિયમ્સની નેતૃત્વમાં ન્યૂઝીલેન્ડે આ બ્રાન્ડની ક્રિકેટ રમી. સાબિત કર્યું, ક્રિકેટની સત્તા અને મોટો પૈસો ભલે કોઈની પાસે હોય, દુનિયાના આ સૌથી નાના ક્રિકેટીય દેશની છાતીમાં જે ધબકતું દિલ છે તેનો કોઈ મુકાબલો નથી. એમને બસ પ્યાર

❤️

લે. મિહિર પંડ્યા

સાભારઃ https://www.facebook.com/miyaamihir

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments