Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસનફરત, હિંસા અને ટોળા દ્વારા હિંસાની ઘટનાને રોકવા માટે ટોલ ફ્રી નંબર...

નફરત, હિંસા અને ટોળા દ્વારા હિંસાની ઘટનાને રોકવા માટે ટોલ ફ્રી નંબર 1800-3133-60000 લોંચ કરવામાં આવ્યો

યૂનાઇટેડ અગેંસ્ટ હેટ (UAH) દ્વારા તા. 15 જુલાઈ, 2019ના દિવસે દિલ્હી પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં હિંસા, નફરત અને ટોળા દ્વારા હિંસાની ઘટનાઓને રોકવા માટે ટોલ ફ્રી નંબર 1800-3133-60000 લોંચ કરવામાં આવ્યો છે. આ લોન્ચિંગ કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત વકીલો, સામાજિક કાર્યકર્તાઓ, પ્રોફેસર્સ અને વરિષ્ઠ પત્રકારોએ પોતાની વાત મુકી હતી.

Image may contain: 6 people, people smiling, people standing and indoor

આ હેલ્પલાઈન સેવાનો પરિચય કરાવતાં યૂનાઇટેડ અગેંસ્ટ હેટના કન્વીનર નદીમ ખાને જણાવ્યું હતું કે “ટોળા-હિંસા, લિંચિંગ અને નફરતની હિંસાને જોતાં અમે આ ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી રહ્યા છીએ. આ હેલ્પલાઈન પીડિતોના પક્ષ જાણવા અને તેને અદાલતોમાં ન્યાય અપાવવા માટે શરૂ કરવામાં આવી છે.”

હેલ્પલાઈન સેન્ટરનો ઉદ્દેશ્ય, ટોળા હિંસાના શિકાર થયેલા લોકોને ત્વરિત ન્યાય અપાવવામાં મદદ કરવા, મીડિયા દ્વારા યોગ્ય અહેવાલો, ડોક્યુમેન્ટેશન અને ન્યાયિક મદદના પ્રયત્નો કરવા અને આ પ્રકારના હુમલાની ઘટનાઓના દસ્તાવેજ તૈયાર કરીને તેના ઉપર તબક્કાવાર આંદોલનના પ્રયત્નો કરવાનો છે. “રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આવી ઘટનાઓ ઉપર કેવળ નિવેદનો જ કરે છે. સરકારના બધા જ દાવાઓ છતાં પણ આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.”

Image may contain: 15 people, people sitting

ફાધર માઇકલ વિલિયમ, ફાઉન્ડર અધ્યક્ષ માઇનોરિટી ક્રિસ્ચિયન ફોરમએ જણાવ્યું હતું કે આ એક ઉત્તમ પ્રયાસ છે. ઈસાઈઓને પણ નિશાના બનાવવામાં આવ્યા છે અને સમગ્ર દેશમાં ઘણી ઘટનાઓ થઈ છે. આ સંવિધાનને બચાવવા માટે બધાને આગળ આવવું પડશે. પ્રેમ ભાઈચારાનું વાતાવરણ બનાવીને ભારત દેશને આગળ વધારવો છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર, અપૂર્વાનંદે કહ્યું કે ભારતની વાસ્તવિકતા આ છે કે દરરોજ આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. સંસદ અને મીડિયાને આના ઉપર વાત કરવી પડશે. મુસલમાન, ઈસાઈ અને દલિતો પર સતત હિંસા થઈ રહી છે.

પ્રોફેસર રતનલાલે કહ્યું કે રોહિત વેમુલાથી લઈને અત્યાર સુધી ઘટનાઓમાં કમી નથી આવી રહી. સતત લોકો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. આના ઉપર તરત જ રોક લગાવવી જોઈએ.

ડોક્ટર કફીલે જણાવ્યું કે ધર્મના નામ પર લોકોને મારવું ખૂબ નિરાશાજનક છે. આપણે દેશમાં નફરતની વિચારધારાથી સંઘર્ષ કરવો પડશે.

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ સંજય હેગડેએ કહ્યું હતું કે એક હું ભારતીય હોવાના નાતે આ સમજું છું કે દેશમાં ન્યાયને સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

રવિ નાયરએ જણાવ્યું કે દેશમાં નફરત અને હિંસાને સમાપ્ત કરવા માટે સરકાર નિષ્ફળ નિવડી છે.

મૌલાના હકીમુદ્દીન સાહેબ જમીઅતે ઉલેમા હિંદે કહ્યું કે અમે અત્યાચાર વિરુદ્ધ ભોગ બનેલા લોકો સાથે ઉભા છીએ. અત્યાચારીની મદદ આ રીતે કરવી છે કે અત્યાચાર કરતો રોકાઈ જાય. આપણે ન તો નિરાશ થવા માંગીએ છીએ, અને ન તો લોકોને નિરાશ થવા દેવા માંગીએ છીએ. આપણે બધા મળીને દેશને શિક્ષિત, જવાબદાર અને સારા હિંદુસ્તાન બનાવવાનો સંકલ્પ લેવો છે.

વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશએ કહ્યું કે હિંસા ચાહે જેની સાથે પણ હોય તેને રોકવા માટે સામુહિક પ્રયાસ કરવાની જરૂરત છે. બધાને સાથે મળીને ન્યાય અને શાંતિ સુનિશ્ચિત કરવી જોઈએ.

સુપ્રિમ કોર્ટના એડવોકેટ એહતેશામ હાશ્મીએ જણાવ્યું કે હેલ્પલાઈનની જરૂરત સૌથી વધારે ગ્રામીણ અને દૂરસ્થ વિસ્તારોમાં છે. ન્યાયને સુનિશ્ચિત કરાવવા માટે અમે હંમેશા તત્પર છીએ.

રાષ્ટ્રીય સચિવ, જમાઅતે ઇસ્લામી હિંદ મલિક મોહતસિમ ખાને કહ્યું કે ટોળા-હિંસા અને નફરતી હિંસાની ઘટનાઓમાં વધારો ચિંતાનો વિષય છે. આપણને સમાજની આ સ્થિતિને બદલવા માટે હળી-મળીને કામ કરવું પડશે. જીવન અને મિલ્કતોની સુરક્ષાની જવાબદારી સરકારની છે. સરકારને આ સંદર્ભમાં ઠોસ પગલાઓ ઉઠાવવા પડશે.

સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ફુઝૈન અય્યુબીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે આના ઉપર જે દિશા-નિર્દેશ જારી કર્યા છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને હજુ સુધી લાગૂ ન કરવું અફસોસજનક છે.

મૌલાના અબ્દુર રાઝિક સાહેબે જણાવ્યું કે વડાપ્રધાનનો કેવળ આ મુદ્દે નિવેદન આપવું પૂરતું નથી. બલ્કે તેના રોકથામ માટે ઠોસ પગલા ઉઠાવવા અતિ આવશ્યક છે.

જેએનયૂના પ્રોફેસર ગઝાલા જમીલે કહ્યું કે નિરાશા અને ભયના આ વાતાવરણમાં સુનિશ્ચિત કરવાના આ પ્રયત્નો ખૂબ જ પ્રશંશાપાત્ર છે.

કાર્યક્રમના અંતે, ટૉલ ફ્રી નંબર 1800-3133-60000 રિલિઝ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments