રાંચી, ૧૬ જુલાઈ.
સોશ્યલ મીડિયા પર ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપસર ધરપકડ કરેલી છાત્રાને કોર્ટે આ શર્ત સાથે જમાનત આપી કે ૧૫ દિવસોમાં તેને કુર્આનની પાંચ પ્રતિઓ ખરીદીને ભેટ કરવી પડશે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, રાંચી જિલ્લાના પીઠૌરિયા ક્ષેત્રમાં ૧૨ જુલાઈના રોજ ગ્રેજ્યુએટની છાત્રા રિચા ભારતીને કથિત રૂપથી સોશ્યલ મીડિયા પર મુસ્લિમ સમુદાય સંબંધિત વાંધાજનક પોસ્ટ લખીને ધાર્મિક ભાવના ભડકાવવા અને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ મામલમાં પીઠૌરિયાના અંજુમન કમિટીના પ્રમુખ મંસૂર ખલીફા દ્વારા એફઆઇઆર કર્યા બાદ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
નવભારત ટાઈમ્સના અહેવાલ અનુસાર પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટ મનીષ કુમાર સિંહની અદાલતે રિચા ભારતીને સાત સાત હજાર રૂપિયાના બે બોન્ડ ભરાવ્યા જેના પછી હટવાર જેલ અધિક્ષકને રિચાને રિહા કરવાનો આદેશ જારી કર્યો.
ન્યાયિક મેજિસ્ટ્રેટ મનીષ સિંહે આરોપી રિચા ભારતીને જમાનત આપતા કહ્યું કે તે કુર્આનની એક પ્રત અંજુમન ઇસ્લામીયા કમિટી અને 4 અન્ય પ્રતો સરકારી વિશ્વ વિદ્યાલય અથવા કોલેજોને ભેટ કરે.
રિચાના વકીલ રામ પ્રવેશ સિંહે કહ્યું કે, “અદાલતે શર્ત સાથે જમાનત આપી છે. તેના હેઠળ રિચાને પ્રશાસનની હાજરીમાં અંજુમન ઇસ્લામીયાને કુર્આનની એક પ્રત સોંપશે અને તેની રસીદ લેવી પડશે.”
ધ ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, ભારતીએ એક સ્થાનિક સમાચાર ચેનલને કહ્યું કે તેણે અદાલતના આદેશ અનુસાર તેની જમાનત માટે અદાલત દ્વારા નિર્ધારિત શર્તનું પાલન કરવાથી આ કહેતા ઇન્કાર કર્યો કે, “આજે તે મને કુર્આન ભેટ કરવા માટે કહે છે, કાલે તે મને ઇસ્લામનું પાલન કરવા માટે કહેશે. જ્યારે મુસ્લિમ વ્યક્તિ સોશ્યલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓ કરે છે, તો શું તેને ક્યારેય પણ હિન્દુ ધર્મનું અપમાન કરવા માટે રામાયણ તથા હનુમાન ચાલીસા વાંચવા માટે કહેવામાં આવ્યું છે?”
સાભારઃ indiatomorrow.net