Tuesday, September 10, 2024
Homeસમાચારજી.આઈ.ઓ. ગુજરાત દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અવસરે ઓન લાઈન અભિયાન

જી.આઈ.ઓ. ગુજરાત દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અવસરે ઓન લાઈન અભિયાન

આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, જી.આઈ.ઓ. ગુજરાત દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યો. આપ સૌ જાણો છો કે જે આજે આપણો ભારત દેશ ભયજનક સ્થિતિમાંથી પસાર થઈ રહેલો છે. વિવિધતામાં એકતા માટે પ્રખ્યાત એવો આપણો દેશ આજે વિશ્વભરમાં શરમ અનુભવી રહ્યો છે. અને કેમ ન શર્માય કે જ્યારે એક તરફ મુહમ્મદ અખ્લાક જેવા નિર્દોષ માનવીને ફકત શંકાથી મારી નાંખવામાં આવે અને બીજી તરફ ટ્વિન્કલ જેવી નાની બાળકીને ફકત થોડાક પૈસા માટે પીંખી નાંખવામાં આવે. આસિફા જેવી બાળાને મંદિર જેવા પવિત્ર સ્થાન પર 7 દિવસ સુધી રિબાવવામાં આવે, અને તબરેઝ જેવા યુવાનને ભગવાનના નામ પર લોહી લુહાણ  કરવામાં આવે, અને આવી ઘટનાઓ બંધ થવાને બદલે જો વધતી રહે તો કંઈ પ્રજા શાંતિનો શ્વાસ લઈ શકશે? આવી ભયજનક સ્થિતિમાં સરકાર સૂત્રોચ્ચાર કરે છે કે, “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” તો શું આ સૂત્ર આપવો આપણી સરકાર માટે સાર્થક ખરો? જે દેશમાં ન્યાયને જ અવગણવામાં આવશે તો એ દેશની પ્રજા પણ સલામત નહીં રહે. શાંતિપૂર્વક નહીં જીવી શકે.

 દેશમાં થઈ રહેલ આવી ઘટનાઓને વખોડવા ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ગુજરાત દ્વારા આજે એક દિવસીય ઓનલાઈન અભિયાન ચલાવવામાં આવ્યો હતો, જેમાં આ ઘટનાઓને લાગતી પોસ્ટને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવી સોશ્યલ એપ્સ પર અપલોડ કરવામાં આવેલ છે. નીચે જણાવેલ આઈડી પર આપ જઈને અમારી પોસ્ટને લાઈક તથા સપોર્ટ કરી શકો છો.

ટ્વીટરઃ Girls Islamic Organisation, ઇન્સ્ટાગ્રામઃ gio_gujarat_ahmedabad, ફેસબુકઃ International Justice Day

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments