Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસખેલદિલીની જરૂરત છે, પોકળ રાષ્ટ્રવાદની નહીં

ખેલદિલીની જરૂરત છે, પોકળ રાષ્ટ્રવાદની નહીં

ભાગ્યના આધારે જ પરંતુ ઇંગ્લેંડ ૨૦૧૯નો ક્રિકેટ વિશ્વકપ જીતવામાં સફળ રહ્યો. આ વિશ્વકપમાં રમનારા ૧૦ દેશોમાં ફકત અફઘાનિસ્તાનને બાદ કરી દઈએ તો બધા જ દેશો ઇતિહાસમાં કોઈ ને કોઈ સમયગાળામાં બ્રિટેનનો ગુલામ રહ્યા છે. આશ્ચર્યજનક વાત આ છે કે, ૨૦૧૯ ક્રિકેટ વિશ્વકપમાં રમી રહેલી ઇંગ્લેન્ડની અડધી ટીમ વિદેશી મૂળની છે.  અહીં અમે એવા જ ખેલાડીઓ વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ.

પહેલું નામ ઇયોન મોર્ગનનું છે –

Image result for eoin morgan

૧૯મી સદીના ઇંગ્લેન્ડના લોકો પોતાના પાડોશીઓ આઇરિશ લોકોને નિમ્ન કક્ષાના માનતા હતા.  સામાન્ય ધારણા હતી કે આઇરિશ લોકો ચહેરો વાંદરા જેવું છે. આ રીતે તેઓ એન્ગ્લો સેકશન જાતિથી નિમ્ન કક્ષાના મનુષ્યો છે. તેમના વિશે પૂર્વગ્રહ આ પણ હતો કે આઇરિશ લોકો શરાબી અને ઝઘડાળુ હોય છે. ૧૯મી સદીના લંડનમાં બહાર પાડવામાં આવતી નોકરીઓની જાહેરાતમાં કાળા અક્ષરોમાં “No Irish Need Apply” લખેલા રહેતું. આઇરિશ લોકો સાથે ભેદભાવનો આ સિલસિલો ૨૦ સદીની શરૂઆત સુધી ચાલતો રહ્યો. હવે આઈરીશ મૂળના જ ઇયોન મોર્ગન ૨૦૧૯ના વિશ્વકપમાં રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમનો નેતૃત્વ કરી રહ્યા હતા. મોર્ગનનો જન્મ ડબ્લિનનો છે, જે આયરલેન્ડની રાજધાની છે. ૫ ઓગષ્ટ ૨૦૦૬ના વર્ષમાં ૧૬ વર્ષની વયે મોર્ગન આયરલેન્ડની લીલા રંગની ટી-શર્ટ પહેરીને પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમ્યા. ૨૦૦૭ના ક્રિકેટ વિશ્વકપમાં પણ પોતાના દેશની ટીમ સાથે જ રમી રહ્યા હતા. પરંતુ તેના થોડા સમય બાદ જ તેમને ઇંગ્લેન્ડની ટીમમાં લઈ લેવામાં આવ્યા. મે ૨૦૦૭માં તેમને લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થઈ રહેલા ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટઇન્ડિઝ મેચમાં ૧૨મા ખલાડી રૂપે રમાડવામાં આવ્યા. ૨૦૧૦માં સન્ડે ટાઈમ્સમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મોર્ગને કહ્યું: “હું ૧૩ વર્ષની વયથી ઇંગ્લેન્ડ  માટે રમવા ઇચ્છતો હતો. મને આ કહેવામાં જરાય શરમ નથી કે હું શું ઇચ્છતો હતો. મારી માતા એક ઇંગ્લિશ મહિલા છે, અને મારા જન્મની સાથે જ મારી પાસે ઇંગ્લિશ પાસપોર્ટ હતો.”

બીજા ખેલાડી છે આદિલ ઉસ્માન રાશિદ –

Image result for adil usman rashid world cup

બ્રિટનમાં વસેલા પાકિસ્તાન મૂળના કુલ ૬૦ ટકા લોકો એક જ જિલ્લાના છે. આ પાક. પ્રસારિત કાશ્મીરનો મીરપુર જિલ્લો છે. તેથી આ લોકોને ઇંગ્લેન્ડમાં મીરપુર સમુદાયના નામથી ઓળખવામાં આવે છે. રાશિદનો પરિવાર રોજી-રોટીની શોધમાં ઇંગ્લેન્ડમાં આવ્યો હતો. તેનો જન્મ યોર્કશાયરના બ્રેડફોર્ટમાં ઇંગ્લેન્ડમાં જ થયો હતો. યોર્કશાયર એ જગ્યા છે જ્યાંના ખેડૂત મજૂરોએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. રાશિદનો પરિવાર ભલે જ ઇંગ્લેન્ડમાં હતો પરંતુ ઘરની દીવાલો પાછળ ભારતીય ઉપખંડ જીવિત હતો. ઘરમાં કાશ્મીરના કહેવાની મહેક અને ક્રિકેટનો જૂનૂન એક જ આંચમાં પાકી રહ્યો હતો. ૧૪ વર્ષની વયે યોર્કશાયર એકેડમીની નજર રાશિદ ઉપર પડી. ૧૭ વર્ષની વયે તે પોતાની બોલીંગનો જાદુ કરી બતાવ્યું. યોર્કશાયર એકેડમી માટે ૧૩ રન આપીને ૬ વિકેટ લીધી. ૨૦૦૭માં ઇંગ્લેન્ડના બેસ્ટ યૂથ પ્લેયર બન્યા. ૨૦૦૮માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊતર્યા. આજે તે ઇંગ્લેન્ડના સૌથી વિશ્વાસપાત્ર સ્પીનર છે.

ત્રીજો નામ મોઇન અલીનો છે –

Image result for Moeen ali

રાશિદની જેમ મોઇન પણ મીરપુર સમુદાયથી આવે છે. તેમના દાદા રોજી-રોટીની શોધમાં ઇંગ્લેન્ડ આવ્યા હતા. બ‹મગમમાં જન્મ્યા. મોઇન અલીના પિતા એક ટેકસી ડ્રાઇવર હતા. જે શેરીમાં તેમનું મકાન હતું. તેની ધાક આજે પણ ઇંગ્લિંશ ક્રિકેટ ઉપર છે. તેમના પિતરાઈ ભાઈ કબીર અલી નક્શ ખાન રવેદ ખાન તેમની શેરીમાં રહેતા હતા. આ બધા ખેલાડીઓ ઇંગ્લેન્ડના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ખેલાડીઓ રહી ચૂક્યા છે. તેમના ભાઈ કલીદ અને ઉમર પણ ક્રિકેટર છે. મોઇને તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી. ૪૮ રન બનાવ્યા અને ૧ વિકેટ પણ લીધી. ત્યારથી અત્યાર સુધી એક ઓલ-રાઉન્ડર ક્રિકેટર તરીકે ઇંગ્લેન્ડની ટીમનો ભાગ બનેલો છે. ૨૦૧૪માં ભારત વિરુદ્ધ થઈ રહેલા ટેસ્ટ મેચમાં મોઈન અલીએ “Save Gaza અને Free Palestine”ની હેન્ડ બેલ્ટ પહેરીને મેદાન પર ઊતર્યા હતા. આ એપિસોડે વિવાદ સર્જ્યો હતો. ICCના નિયમોનુસાર કોઈ પણ ખેલાડી મેદાનથી કોઈ પણ રાજનૈતિક પ્રવૃત્તિનો પ્રચાર નથી કરી શકતો. બાદમાં ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે મોઈનની આ હરકતને યોગ્ય ઠેરવી. સ્પષ્ટતા આપી કે મોઈન અલી આ માનવીય આધાર ઉપર કરી રહ્યા હતા, કોઈ રાજનૈતિક લાભ તેમની સમક્ષ ન હતું.

ચોથું નામ બેન સ્ટાક્‌સનો છે –

Image result for ben stokes

બેન સ્ટાક્‌સ, ન્યુઝિલેડના પ્રખ્યાત રગબી ખેલાડી ગેરાર્ડ સ્ટોક્‌સના પુત્ર છે. જ્યારે સ્ટોક્‌સ ખૂબ જ નાનો હતો તો તેમના પિતા પોતાનો દેશ છોડીને ઇંગ્લેન્ડમાં વસી ગયા. અહીં તેમના પિતાને વ‹કગ્ટન ટાઉન રગ્બી લીગ ક્લ્બમાં કોચની નોકરી મળી ગઈ. સ્ટોક્‌સનો ઉછેર ઇંગ્લેન્ડમાં થયો છે. ૨૦૧૦માં થયેલા અંડર ૧૯ વિશ્વકપમાં રમીને ભારત વિરુદ્ધ શતક પણ બનાવ્યા. આયરલેન્ડ વિરુદ્ધ ૨૦૧૧માં તેમણે પોતાની પ્રથમ વન્ડે મેચ રમી. તે ક્રિકેટના સૌથી પ્રખ્યાત મેરિલેબોન ક્રિકેટ ક્લબનો ભાગ પણ રહ્યા છે. ૨૦૧૩માં સ્ટોક્‌સનો પરિવાર ફરી ન્યુઝીલેન્ડ ખાતે વસી ગયો, પરંતુ સ્ટોક્‌સ ઇંગ્લેન્ડમાં જ રહ્યા અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં પણ રહ્યા. કમાલની વાત આ છે કે ૨૦૧૯ના વિશ્વકપ ફાઈનલમાં આ જ બેન સ્ટોક્‌સ પોતાના દેશ વિરુદ્ધ રમ્યા અને ખૂબ સારી રીતે રમ્યા. આ વિશ્વકપ ફાઈનલમાં તેમને ‘મેન ઓફ ધી મેચ’નો ટાઈટલ પણ આપવામાં આવ્યો.

પાંચમું નામ જોફરા આર્ચરનું છે –

Image result for jofra archer

જોફરા આર્ચરના પિતા ઇંગ્લિશ છે, જ્યારે તેમની માતા બાર્બાડોસની છે. આર્ચરે પોતાની ક્રિકેટની કારકિર્દી વેસ્ટઇન્ડિઝ ટીમ સાથે કરી. તે વેસ્ટઇન્ડીઝની અંડર-૧૯ ટીમ માટે ત્રણ મેચ પણ રમી ચૂક્યા છે. બ્રિટિશ પાસપોર્ટ હોવા છતાં આર્ચરને ઇંગ્લેન્ડ ટીમમાં સ્થાન બનાવવા માટે એક મુશ્કેલી આવી. ઇંગ્લિશ ક્રિકેટ ટીમનો નિયમ હતો કે, રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે ઇંગ્લેન્ડમાં ઓછામાં ઓછા ૭ વર્ષ રહેવું જરૂરી છે. આ પરિસ્થિતિમાં તે ૨૦૨૨ સુધી ઇંગ્લેન્ડ ટીમનો ભાગ બની શકતા ન હતા. પરંતુ બોર્ડે પોતાનો નિયમ બદલ્યો અને ઇંગ્લેન્ડમાં રહેવાની મર્યાદાને હટાવીને ૩ વર્ષ કરી નાખી. આનાથી આર્ચરને ટીમમાં સ્થાન મળ્યો. પોતાની ઝડપી બોલિંગથી સૌને હતપ્રત કરવાવાળા આર્ચર વિશે એન્ડ્રિવ  ફિ્‌લનટોફનું કહેવું હતું કે તે આર્ચરને ટીમમાં લેવા માટે બીજા કોઈ પણ ખેલાડીને બેસાડી શકે છે. વિશ્વકપ ફાઇનલમાં સુપર ઓવર જેવી નાજુક સ્થિતિમાં આર્ચર ઉપર ભરોસો મૂકીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધો હતો.

આજે આપણાં દેશમાં રાષ્ટ્રવાદ ઉપર ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. અસંમતિના દરેક અવાજને દેશદ્રોહી ઠેરવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવે છે કે આજના રાષ્ટ્રવાદનાં વિચારની શરૂઆત ફ્રેન્ચ ક્રાંતિ પછી થાય છે. આ યુરોપમાં જન્મેલ વિચાર હતો. સૌથી વધારે ત્યાં જ વિકાસ પામ્યો. પરંતુ બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનો આ વિચાર મધ્યમ પડવા લાગ્યો. આજે યુરોપનું દરેક મોટું શહેર આપને સભ્યતાઓને સંગમની રીતે જાવાશે. કોઈ પણ માનવી તેના જન્મ કે જાતિના આધારે નિમ્ન કક્ષાનો ગણવી રૂઢિચુસ્ત વિચાર ગણવામાં આવે છે. પરંતુ હાલમાં આપણે ત્યાં એવી કઈ ઘટનાઓ બની છે કે લોકોની જરાક વાતોમાં પાકિસ્તાન જવા માટે કહી દેવામાં આવે છે. બીજી બાજુ ઇંગ્લેન્ડના અડધા ખેલાડી બ્રિટિશ મૂળના જ નથી. પરંતુ તેમની દેશભક્તિ ઉપર ક્યારેય પ્રશ્નો ઉભા કરવામાં નથી આવ્યો.

તમે પણ વિશ્વકપના બહાનાથી જ પણ આ વાત ઉપર જરાક શાંતિથી વિચાર-મનન જરૂર કરશો.

–•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments