નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિંદ (JIH)ના રાષ્ટ્રીય અધ્યક્ષ, સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ લદ્દાખમાં ચીની ઘુસણખોરીની નિંદા કરી છે અને ભારત સરકારને ચીન પ્રત્યે પરિપક્વ અને નિશ્ચિત અભિગમ અપનાવવા અનુરોધ કર્યો છે.
મીડિયાને આપેલા નિવેદનમાં, સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું: ““અમે લદ્દાખના ગાલવાન ખીણમાં આપણા સૈનિકો પરના અવિચારી ચાઇનીઝ હુમલાની વખોડણી કરીએ છીએ. અને આપણી સરહદોની રક્ષામાં બલિદાન આપનારા આપણા બહાદુર સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ હોવાથી, ભારતે પરિપક્વતા દર્શાવવાની અને પરિસ્થિતિ પ્રત્યે મક્કમ અને અડગ અભિગમ અપનાવવાની જરૂર છે.
સૈયદ સઆદતુલ્લાહે જણાવ્યું: “આપણે આપણી પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન ન કરવું જોઈએ અને ચીનને એવા તમામ ક્ષેત્ર ખાલી કરવા મજબૂર બનાવવું જોઈએ કે જેના પર ગેરકાયદેસર કબજો છે. લશ્કરી નિષ્ણાતોએ ધ્યાન દોર્યું છે કે ગાલવાન ખીણ વિસ્તાર ઘણું મહત્વ ધરાવે છે, કારણ કે ત્યાં ઘૂસણખોરી કરવાથી આપણો વ્યૂહાત્મક માર્ગ અવરોધિત થઈ શકે છે જે સબ સેક્ટર નોર્થમાં આપણા સૈનિકોને જીવાદોરી આપે છે. આપણે બધી રાજકીય અને રાજદ્વારી ચેનલો આગળ ધપાવવી પડશે. લોકોને, વિરોધી લોકોને અને વિપક્ષો તથા લશ્કરી અને મુત્સદ્દીગીરીના નિષ્ણાતોને વિશ્વાસમાં લેવા અને આપણી પ્રાદેશિક અખંડિતતાને ઝડપથી પુનસ્થાપિત કરવાની ખાતરી કરવા અમે સરકારને વિનંતી કરીએ છીએ. અમને આ સમસ્યાનું શાંતિપૂર્ણ, ન્યાયી અને કાયમી નિરાકરણની જરૂર છે જેથી આપણે આપણી અર્થવ્યવસ્થાને સુધારવા અને પ્રચંડ રોગચાળા સામે લડવાની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.“