Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસજામિયાના વિદ્યાર્થીઓની ધરપકડ ઉપર આપણે શા માટે મૌન છીએ ! ક્યાં...

જામિયાના વિદ્યાર્થીઓની ધરપકડ ઉપર આપણે શા માટે મૌન છીએ ! ક્યાં સુધી વિદ્યાર્થીઓની ધરપકડ થતી રહેશે ?

કોરોનાનો યુગ છે અને દરેક વ્યક્તિ ક્યાંયને ક્યાંય આ મહામારીની પીડાને મહેસૂસ કરી રહ્યો છે. જ્યાં દરરોજ સેંકડોની સંખ્યામાં વ્યક્તિઓ આ દુનિયાને અલવિદા કહીને જઈ રહ્યા છે, તો સડકો પર પગપાળા યાત્રા કરી રહેલા મજૂર વર્ગની પણ પોતાની એક દાસ્તાન છે.

દુનિયાભરની અલગ અલગ સરકારો જ્યાં આ મહામારીથી લડવાનો ઉપાય શોધી રહી છે, ત્યાં એક સરકાર આપણી છે. આપણો દેશ ભારતની મોદી સરકાર..! ક્યારેક ક્યારેક મહેસૂસ થાય છે કે ભારતમાં કોરોનાના આગમનનો સમય સત્તાધારી ભાજપા સરકાર માટે અનુકૂળ સમય રહ્યો છે. હવે તમે વિચારશો કે હું આવું શા માટે કઈ રહ્યો છું. તો આને સમજવા માટે તમારે મહામારી ક્રોનોલોજીને સમજવી પડશે. તો આવો સમજીએ.

કોરોનાના આગમનના બરાબર પહેલા દેશભરમાં CAA NRC વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનો મોદી સરકાર માટે એક વાસ્તવિક પડકાર બની ચૂક્યો હતો. દેશભરમાં દિલ્હીના શાહીન બાગની રૂપરેખા પર કેટલાય સો શાહીન બાગ બની ચૂક્યા હતા, જેમણે મહામારી અને કોરોનાની દહેશત છતાં પીછેહઠ કરવાથી ઇનકાર કરી દીધો, જે સરકાર સતત બે મહિના સુધી અલગ અલગ રીતે આંદોલનને કચડવા માટે હથકંડા અપનાવતી રહી. ભલે તે તરીકો બંદૂકની ગોળીઓ ચલાવડાવવાનો હોય કે મીડિયા ટ્રાયલનો. હવે તેને એક વેલીડ કારણ મળી ગયું હતું, આ આંદોલનને ખતમ કરવા માટે કોરોનાના રહેતા હવે તમે એકઠા નથી થઈ શકતા અને તમારે આ આંદોલનને અહીં જ અંત કરવું પડશે.
પછી શરૂ થયું આંદોલન સ્થળોને નિર્દયી રીતે ઉખાડવાનો અને આંદોલનને અંત કરવાનો યુગ. આ જ ક્રોનોલોજી છે જેના આધારે અમે શરૂઆતમાં એમ કહ્યું કે સરકાર માટે કોરોનાના આગમનનો સમય અનુકૂળ સાબિત થયો. આગળ પણ કેટલાક કારણો આવશે જ્યાં અમે સાબિત કરશું કે મોદી સરકારે આ સમયને કઈ રીતે અનુકૂળ બનાવ્યો.

જામિયા મિલિયા ઇસ્લામીયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દેશના બે પ્રમુખ અલ્પસંખ્યક સંસ્થાન છે.

એ સંસ્થા જ્યાંથી CAA NRCના વિરુદ્ધ આંદોલનનો બ્યુગલ ફૂંકવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જામિયા સ્વતંત્રતાની લડાઈના ઈતિહાસનું પુનરાવર્તન કરી રહી છે. આ બંને સંસ્થાનોએ અહીં સમગ્ર દુનિયાનું ધ્યાન આ આંદોલનની તરફ કેન્દ્રિત કર્યું અને સમગ્ર દુનિયામાંથી આ આંદોલનને સમર્થન મળવા લાગ્યું.

હવે કોરોનાના યુગમાં જ્યારે આપણે લોકડાઉન રહેતા થોભી ગયા છીએ. દરેક તરફ બેહાલી અને લાચારી છે. ત્યાં આપણી સરકાર આ સંસ્થાનોના એ વિદ્યાર્થીઓને નિશાનો બનાવી રહી છે જે CAA NRCના આંદોલનો સાથે મહત્વની ભૂમિકા રાખતા હતાં. સરકાર લોકડાઉનની આડમાં દિલ્હી પોલીસના સહારે બદલો લેવાની નીતિ અપનાવી રહી છે. બદલો લેવાની નીતિ આપણે તેને એટલા માટે કહીશું કે કેમ કે દિલ્હી પોલીસ દ્વારા જેલોમાં બંધ કરવામાં આવેલા દરેક નવયુવાનનો પરિચય આ છે કે તે સંઘ પરિવારની અલોકતાંત્રિક, ઈસ્લામોફોબિક નીતિઓના વિરુદ્ધ હિંમતપૂર્વક અવાજ ઉઠાવતા રહ્યા છે. દિલ્હી પોલીસે એક એવી પટકથા તૈયાર કરી છે જેને વાંચીને મહેસૂસ થાય છે કે દિલ્હી રમખાણના પાછળ આ જ આંદોલનકારી વિદ્યાર્થીઓનો હાથ છે, જ્યારે કે દિલ્હી રમખાણ દરમ્યાન આપેલા ભડકાઉ ભાષણો (જેને ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ સુદ્ધાં કોટ કરે છે) આપનારો કપિલ મિશ્રાનો દૂર દૂર સુધી આ રમખાણો સાથે કોઈ સંબંધ દેખાડવામાં નથી આવતો.

હવે ગૃહ મંત્રાલય દ્વારા જામિયાના વિદ્યાર્થીઓને જેલમાં નાખીને નાગરિક ભેદભાવના વિરુદ્ધ ઊભા થયેલા આંદોલનોનો અવાજ અને બંધારણીય અધિકારોની મોતનો પૂરો સામાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

તમને 15 ડિસેમ્બર 2019 યાદ છે? હોવું તો જોઈએ… આ તે તારીખ છે જ્યાં જામિયાના કેમ્પસમાં ઘૂસીને પોલીસે બર્બરતાનું પ્રદર્શન કર્યું હતું. આ અન્યાયની વિરુદ્ધ જામિયાના વિદ્યાર્થીઓ એકઠા થયા અને જામિયા કો-ઓર્ડીનેશન કમિટીની રચના કરવામાં આવી. હવે સરકાર આ કમિટીના વિદ્યાર્થી નેતાઓની એક એક કરીને ધરપકડ કરી રહી છે અને હજુ સુધી ત્રણ વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપ લગાવીને ધરપકડ કરી લીધા છે. જ્યારે પોલીસને લાગ્યું કે આરોપ દમ નથી રાખતા તો યુએપીએ જેવા કાળા કાયદાનો સહારો લીધો.

અમે ઈચ્છીએ છીએ કે આ વિદ્યાર્થીઓનો પરિચય તમારી સમક્ષ રાખીએ અને જણાવીએ કે તેમની રાજનૈતિક, સામાજિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ શું છે.

પહેલો વિદ્યાર્થી છે બિહારના સિવાન જીલ્લાનો રહેવાવાળો મીરાન હૈદર. મીરાન 2008માં જામિયા આવ્યો હતો. તે એ જ વર્ષ હતું જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જામિયા મિલિયા ઈસ્લામીયા વિરુદ્ધ એક અભિયાન ચલાવીને આ વાત કહી હતી કે આ સંસ્થાન આતંકવાદની એક નર્સરી છે. મીરાને મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો, એમબીએ ઈન ઇન્ટરનેશનલનું અધ્યયન કર્યું અને જામિયાથી જ પશ્ચિમ એશીયાઇ અધ્યયનમાં એમ ફિલની ડીગ્રી પ્રાપ્ત કરી. હવે તે યુનિવર્સિટીમાં સંશોધનનો વિદ્યાર્થી છે.

મીરાન હંમેશા કેમ્પસ પોલિટિકસમાં સક્રિય રહ્યો. જામિયાની છાત્ર રાજનીતિ અન્ય યુનિવર્સિટીઓથી અલગ છે. અહીં છાત્ર સેવા વોટ મેળવવા માટે કરવામાં આવતી નથી. છતાં મીરાન સતત અહીં સંઘર્ષ કરતો રહ્યો અને જામિયાના છાત્ર નેતાના રૂપમાં ઓળખવામાં આવ્યો. પોતાના સક્રિય છાત્ર જીવનના શરૂઆતના વર્ષોમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા શક્તિ સંગઠન (CYSS)નો સભ્ય હતો. તે જામિયા સ્ટુડન્ટ્સ ફોરમ (JSF)ના સંસ્થાપક સભ્યોમાંથી એક છે. મીરાન CYSSનો હિસ્સો હતો, વિદ્યાર્થી સંઘ ચુંટણીને પુનઃપ્રસ્થાપનાની માંગને લઈને વિરોધ પ્રદર્શન હેઠળ ભૂખ હડતાળ પર રહ્યો. આ હડતાળોએ યુનિવર્સિટીની અંદરની રાજનીતિને ઘણી રીતે પ્રભાવિત કરી. મીરાને 2019માં CYSS મૂકી રાષ્ટ્રીય જનતા દળનો સભ્ય બની ગયો.

મીરાન હાલ યુવા રાજદનો દિલ્હી પ્રદેશનો અધ્યક્ષ છે. તે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે અને જામિયા નગર અને ઓખલામાં વિભિન્ન સાંસ્કૃતિક અને રાજનૈતિક સમારોહમાં એક લોકપ્રિય ચહેરો રહ્યો છે. મીરાન હૈદર સક્રિય રૂપથી એન્ટી CAA NRC આંદોલન અને યુનિવર્સિટીમાં પોલીસના હુમલાના વિરોધમાં ઊભો રહ્યો અને જેસીસીનો એક મહત્વનો નેતા હતો.

લોકડાઉન દરમ્યાન મીરાનની એક એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેની ધરપકડ કરવામાં આવી તે મહામારીમાં રહેતા રાહત કાર્યોમાં લાગેલો હતો. તેને પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં દિલ્હી પોલીસના વિશેષ પ્રકોષ્ઠે ગંભીર ગેર જામીન ગુનાહોના આરોપમાં ધરપકડ કરી. મીરાનને બે વખત જામીનથી વંચિત કરી દેવામાં આવ્યો હતો.

બે મહિના થઈ ગયા છે. મીરાન કયા કારણસર જેલમાં છે તે કારણ તો હજુ સામે નથી આવ્યું પરંતુ મીરાનના બીમાર પિતા અને તેમનો પરિવાર તેનાથી મળી પણ નથી શકતા.

બીજી ધરપકડ સફૂરા જર્ગરની થઈ. તમે આ વિદ્યાર્થિનીને સારી રીતે જાણતા હશો જેને બદનામ કરવાના ભરપૂર પ્રયાસો આઇટી સેલ દ્વારા કરવામાં આવ્યા. સફૂરા ગર્ભવતી છે અને બે મહિનાથી જેલમાં છે. તેની ધરપકડની એમનેસ્ટી ઇન્ટરનેશનલ, હ્યુમન રાઇટ્સ જેવી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો દ્વારા ખૂબ જ નિંદા કરવામાં આવી.

સફૂરા જર્ગર એક જામિયાના સમાજશાસ્ત્રના વિભાગમાં સંશોધનની વિદ્યાર્થિની છે. સફૂરાએ દિલ્હી યુનિવર્સિટી સાથે સંબંધ જીસસ એન્ડ મૈરી કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણી પિંજરા તોડની સક્રિય સભ્ય રહી.

સફૂરાએ પણ એન્ટી CAA NRC આંદોલનમાં સક્રિય રૂપથી ભાગ લીધો હતો. તે JCCની સંસ્થાપક સભ્ય અને મીડિયા સમન્વયક પણ છે. દિલ્હી પોલીસના વિશેષ પ્રકોષ્થ દ્વારા પૂછતાછ માટે બોલાવ્યા બાદ 10 એપ્રિલે સફૂરાની ધરપકડ કરવામાં આવી હતી. તેને કેટલી વખત જામીનથી વંચિત કરવામાં આવી છે અને તેને કાળા કાયદા યુએપીએ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે કેટલાક સંગઠનોએ જેલમાં ગર્ભાવસ્થા દરમ્યાન તેના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ અદાલતે તેને જામીન આપવાથી ઇનકાર કરી દીધો છે.

જામિયાના છાત્ર નેતાઓને ધરપકડ કરવાનો સિલસિલો અહીં જ નથી રોકાતો અને જામિયાના અન્ય વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હાની પણ ધરપકડ કરી લેવામાં આવી. આસિફ ઈકબાલ તન્હા, JMIમાં ‌બીએ ફારસી અધ્યયનના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે.

16 મેના દિવસે પૂછતાછ માટે બોલાવવામાં આવ્યો હતો અને દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા સાંજે ધરપકડ કરવામાં આવી. આસિફ ઈકબાલ તન્હા ઝારખંડના હઝિયાબાગનો રહેવાવાળો છે અને જમાતે ઇસ્લામી હિંદની યુવા શાખા સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન (SIO)નો સક્રિય સભ્ય છે. આસિફ પાંચ વર્ષથી SIOમાં કામ કરી રહ્યો છે. તે યુનિવર્સિટીમાં તેના પહેલા વર્ષથી જ કેમ્પસની રાજનીતિમાં સક્રિય છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની સ્થાપના માટે થયેલા હુમલાઓમાં તે એક પ્રમુખ ચહેરો હતો. આસિફે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ગાયબ થયેલ નજીબ અહમદ માટે ન્યાયની માંગ કરતા આંદોલનમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી હતી. તે શરૂઆતથી જ એન્ટી CAA NRCના વિરોધ પ્રદર્શનોમાં ઉપસ્થિત હતો અને 15 ડિસેમ્બરે યુનિવર્સિટીની અંદર પોલીસ હિંસામાં ગંભીર રૂપથી ઘાયલ પણ થયો હતો.

15 ડિસેમ્બરે જામિયામાં ભડકેલી હિંસામાં આરોપી આસિફની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ તેની પર ઉત્તર પૂર્વી દિલ્હી હિંસામાં ભાગ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો અને યુએપીએ હેઠળ ફરીથી ધરપકડ કરી લેવામાં આવી.

સવાલ ફક્ત આ ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ પર આવીને નથી રોકાતો. સવાલ દરેક તે વ્યક્તિ માટે કરવો જોઈએ જે સરકારની બદલાવાળી નીતિનો શિકાર છે. પછી તે યુનાઈટેડ અગેઇન્સ્ટ હેટના ખાલિદ સૈફી હોય, જેએનયુ વિદ્યાર્થી શરજીલ ઇમામ હોય કે શિફા ઉર રહેમાન હોય કે પછી દેશભરના જુદા જુદા ભાગોમાંથી ધરપકડ કરાયેલા કોઈ પણ વિદ્યાર્થી હોય.

સવાલ આ પણ કરવો જોઈએ કે આખરે “દેશકે ગદ્દારોકો ગોલી મારો સાલો કો” જેવા સૂત્રો લગાવવાવાળા લોકો પર કાર્યવાહી કયારે થશે? એ યુવકો પર કયારે થશે જેણે જાહેરમાં દિલ્હીની સડકો પર ગોળી ચલાવતા જોવામાં આવ્યા તથા તેની પર કાર્યવાહી ક્યારે થશે જેણે દિલ્હીને રમખાણોની આગમાં ધકેલી દીધી.

સવાલ ઘણા બધા છે… કેટલાક અમે પૂછીએ છીએ કેટલાક તમે પૂછો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments