Tuesday, December 10, 2024
Homeસમાચારમુસ્લિમોને નમાજ પઢતા રોકવા માટે હરિયાણા સરકારનું ગેરકાયદેસર અને અસ્વીકાર્ય કૃત્ય

મુસ્લિમોને નમાજ પઢતા રોકવા માટે હરિયાણા સરકારનું ગેરકાયદેસર અને અસ્વીકાર્ય કૃત્ય

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાનીનું નિવેદન

નવી દિલ્હી,  હઝરત મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહેમાની, જનરલ સેક્રેટરી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તેમની પ્રેસનોટમાં જણાવ્યું છે કે ગુડગાંવમાં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે અને આ વેપારી શહેરમાં મુસ્લિમ નોકરિયાત મોટી સંખ્યામાં છે. સરકાર તરફથી મસ્જિદ બનાવવાની પરવાનગી ન મળવાને કારણે મુસ્લિમોને ખુલ્લી જગ્યાઓમાં નમાજ પઢવાની ફરજ પડે છે; જો કે આવા સ્થળોએ નમાજ પઢવી મુશ્કેલ છે અને તેઓએ તડકો અને વરસાદ સહન કરવો પડે છે, પરંતુ મસ્જિદોની સંખ્યા ઓછી હોવાને કારણે મુસ્લિમોને આવા સ્થળોએ નમાજ પઢવાની ફરજ પડે છે. તેમ છતાં, મુસ્લિમોને જુમઆની નમાઝથી અટકાવવા, સરકારનું  ખૂબ જ ખેદજનક અને અસ્વીકાર્ય પગલું છે. વકફની ઘણી જમીનો સરકારના કબજામાં છે. સરકાર તે જમીનો પરત કરી રહી નથી, પરંતુ મુસ્લિમોને નમાજ પઢતા અટકાવી રહી છે, જો કે જુમઆ પઢવામાં ભાગ્યે જ એક કલાકનો સમય લાગે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ કૃત્યની નિંદા કરી હતી અને હરિયાણા સરકારથી  મુસ્લિમોને જુમાની નમાઝ અદા કરવાના મુદ્દાને તાત્કાલિક અસરથી ઉકેલવા માંગ કરી હતી. 

બોર્ડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આતંકવાદીઓ દ્વારા અપનાવવામાં આવેલા વલણને યોગ્ય સજા મળે તેવા પગલાં લેવા તથા કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માંગ કરી હતી.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments