Friday, December 13, 2024
Homeકેમ્પસ વોઇસવિદ્યાંજલિ યોજના : શું શાળાઓમાં સુધારણાના બહાને કટ્ટરપંથી તત્ત્વોને લાવવા ઈચ્છે છે...

વિદ્યાંજલિ યોજના : શું શાળાઓમાં સુધારણાના બહાને કટ્ટરપંથી તત્ત્વોને લાવવા ઈચ્છે છે સરકાર?

ખાનગી ક્ષેત્રોમાંથી પ્રતિભાઓ લાવવાના બહાને કેન્દ્ર સરકારે સરકારી વિભાગોમાં લેટરલ એન્ટ્રી શરૂ કરી છે. વિદ્યાંજલિ યોજનાને શરૂ કર્યા બાદ મોદી સરકાર રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સરકારી અને સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં ‘સ્વયંસેવકો’ને ભરવાના પ્રયાસો કરી રહી છે.

આ યોજના હેઠળ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યોની જવાબદારી ખાનગી ક્ષેત્રોના પ્રતિભાવાન લોકોને આપવામાં આવી રહી છે અને શાળા ડેવલપમેન્ટ માટે સ્પોન્સરશિપ પ્રાપ્ત કરવા માટે ખાનગી લોકો અને સંગઠનોને જાેડવામાં આવી રહ્યા છે.

શાળાકીય શિક્ષણમાં સુધારણા અને મજબૂતીને ધ્યાનમાં રાખતાં પહેલી નજરમાં આ યોજના ખૂબ જ લાભદાયક પ્રતીત થાય છે. પરંતુ શિક્ષણવિદો, એકેડેમિક અને બુદ્ધિજીવીઓ મોદી સરકારની સાથે તેમના જૂના અનુભવોના આધારે આ યોજના વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

જાે કે સ્વયંસેવકો અને પ્રાયોજકોને પસંદ કરવાનો એકમાત્ર અધિકાર શાળાના અધિકારીઓ પાસે હશે, આથી લિબરલ શિક્ષણવિદોને શંકા છે કે એક વિશેષ વિચારધારાના લોકોની સરકારી અને સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં ભરમાર થઈ શકે છે.

આ બુદ્ધિજીવીઓનું માનવું છે કે આ યોજના હેઠળ લાવવામાં આવેલ સ્વયં સેવક શાળાકીય વિદ્યાર્થીઓ અને કિશોરોના મગજને ષડ્‌યંત્ર પ્રેરિત રાજનૈતિક અને ધાર્મિક વિચારધારાથી ભરશે, જેનાથી દેશભરમાં બહુસંખ્યકવાદી કટ્ટરપંથ તેમજ ધાર્મિક ઉન્માદ વધુ મજબૂત બનશે.

વિદ્યાંજલિ યોજના હેઠળ સ્વયં સેવકોની સાથે સંબંધ સમાપ્ત કરવાની જાેગવાઈ છે, જાે તે સ્વયં સેવક કોઈ પણ ‘વિભાજનકારી કે અન્ય વિચારધારાઓને પ્રોત્સાહન આપવામાં સામેલ જાેવા મળે, જે યુવા (શાળાકીય વિદ્યાર્થી) મગજ માટે અનુકૂળ નથી.’ તથા તે ‘સુરક્ષા અને ગોપનીયતા (શારીરિક, ભાવનાત્મક, સામાજિક, સ્વાસ્થ્ય સંબંધી અને સાઇબર ક્રાઇમ)ને નુકસાન પહોંચાડે છે.’

પરંતુ શું થશે જાે શાળાનાં આચાર્ય અને સ્વયં સેવક એક જ વિચારધારાને માનનારા હોય, અને શાળાના અધિકારી વિભાજનકારી અને ઘૃણાની વિચારધારાઓને પ્રોત્સાહન આપનાર સ્વયં સેવકો પર કોઈ પણ પ્રકારનો વાંધો ન ઉઠાવે? અને સામાન્ય રીતે જાેવામાં પણ આવ્યું છે કે કેવી રીતે સમગ્ર દેશમાં સરકારી એજન્સીઓ દ્વારા સત્તા પક્ષના દબાણમાં બંધારણ અને કાયદાનું દિવસ-રાત ઉલ્લંઘન કરવામાં આવે છે.

શિક્ષણવિદોનો આ પણ તર્ક છે કે આ શાળાકીય શિક્ષણની સરકારની જવાબદારીને ધીમે ધીમે ઓછી કરીને, આને ખાનગી ક્ષેત્રને સોંેપવા માટે કેન્દ્ર સરકારની ચાલ પ્રતીત થાય છે. આ શિક્ષણવિદોના તર્કોનો એક અર્થ તો આ નીકળે જ છે, કેમ કે મોદી સરકાર સરકારી ઉપક્રમોને ધીમે ધીમે ખાનગી સમૂહોમાં સ્થાનાંતરિત કરતી જઈ રહી છે. સ્વયં સેવકો દ્વારા શિક્ષણ અને બિનશિક્ષણ કાર્ય કરનારી આ યોજના બાદ સરકારને વર્તમાન શિક્ષકોની સેવાનિવૃતિ બાદ તેમની ખાલી પડેલી જગ્યાએ નવા શિક્ષકોને નિયુક્ત કરવાની ફરજ પડશે નહિ.

છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષણના બજેટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. પરિણામે, શિક્ષણનું કુલ બજેટ ૨૦૨૦-૨૧માં ૯૯,૩૧૧ કરોડ રૂપિયાથી ઘટાડીને ૨૦૨૧-૨૨માં ૯૩,૨૨૪ કરોડ કરી દેવામાં આવ્યું. અર્થાત્‌ ૬% નો ઘટાડો કરવામાં આવ્યો. મોદી સરકારે શાળાના શિક્ષણ માટે ફાળવણીમાં પણ ૫૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરી અને ઉચ્ચ શિક્ષણ માટે પણ ૩૮,૩૫૦ કરોડ રૂપિયામાંથી ૧૦૦૦ કરોડ રૂપિયા ઘટાડીને ઘણી કપાત કરવામાં આવી.

અનામત વર્ગના બુદ્ધિજીવીઓનું કહેવું છે કે કેન્દ્ર સરકારનું આ પગલું દલિતો અને અન્ય વર્ગો માટે અનામત નાબૂદ કરવાની તેમની નીતિનો એક ભાગ છે. આ ઉપરાંત, સરકારી અને સરકારી સહાય પ્રાપ્ત શાળાઓ અનામત સમુદાયના લોકો માટે સૌથી મોટી નોકરી પ્રદાતાઓમાંથી એક છે.

જાે કે વિદ્યાંજલિ યોજનામાં જાેગવાઈ અનુસાર ‘સ્વયં સેવકો’ની ભરતી માનદ આધાર પર છે. ‘સ્વયં સેવકો’ને આ શાળાઓ દ્વારા પણ કોઈ પણ જાતનું વળતર આપવામાં નહિ આવે જેના માટે તે પોતાની સેવાઓ આપે છે.

પરંતુ ‘સ્વયં સેવક’ હંમેશાં કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલિટી (CSR) યોજના હેઠળ કોર્પોરેટ કંપનીઓમાંથી વ્યક્તિગત સ્પોન્સરશિપ પ્રાપ્ત કરી શકે છે અને ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી વેતન પ્રાપ્ત કરી શકે છે. મોટા સ્તરે મૂડી લગાવીને કોર્પોરેટ સમૂહ હજારો શાળાઓને સ્પોન્સર કરી શકે છે. સ્વયં સેવક પોતાના સંપર્કોની મદદથી NRI અને PIOથી પોતાના માટે ચૂકવણીની વ્યવસ્થા પણ કરી શકે છે. કોર્પોરેટ્‌સ તથા વ્યક્તિઓ દ્વારા સ્વયં સેવકોને ચૂકવણીનાં સંબંધમાં વિદ્યાંજલિના દિશા નિર્દેશોમાં આવો કોઈ પ્રતિબંધ નથી.

શિક્ષણવિદોને ભય છે કે આ યોજનાથી આવનારા સમયમાં સરકારી શાળાઓને કોર્પોરેટ્‌સ તથા ખાનગી સમૂહો દ્વારા તેમના કબ્જા હેઠળ લઈ લેવામાં આવશે. તેમનો વિચાર છે કે ખાનગીકરણથી ગરીબ અને આર્થિક રૂપે વંચિત સમૂહો સુધી શિક્ષણની પહોંચ સીમિત થઈ જશે. આ આગળ આવનારા સમયમાં દેશ માટે વિનાશકારી હશે.

અલગ અલગ વર્ગો દ્વારા વિરોધ કરવામાં આવતાં હોવા છતાં યોજના શરૂ થઈ ચૂકી છે. ૨૨ રાજ્યોમાં નાના સ્તરે પ્રાયોગિક ધોરણે બનાવવામાં આવેલી આ યોજનાને ઔપચારિક રૂપે સપ્ટેમ્બરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ, શિક્ષણ મંત્રાલયે વિદ્યાંજલિ પોર્ટલ લોન્ચ કર્યું છે. શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં પોતાની સેવાઓ આપવા ઇચ્છુક સ્વયં સેવક અને પ્રાયોજક પોર્ટલ vidyanjali.education.gov.in પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

સ્વયં સેવકોને પોતાના વિષયોમાં નિષ્ણાંત હોવા અને એ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રીતે કુશળ હોવા જરૂરી છે જેમાં તે પોતાની સેવાઓ આપવા ઇચ્છતાં હોય. શૈક્ષણિક વિષયો અને મૂળભૂત સુવિધાઓની આવશ્યકતાવાળી શાળાઓ પણ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને પોતાની આવશ્યકતાઓને વિગતવાર દર્શાવી શકે છે. કર્ણાટક અને અન્ય દક્ષિણી રાજ્યોની ઘણી શાળાઓ પહેલાંથી જ પોતાની જરૂરતો માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી ચૂકી છે. તેમણે પોતાની શાળાઓમાં વિકસિત કરવામાં આવનારી માળખાગત યોજનાઓ માટે અંદાજિત બજેટ પણ જણાવ્યા છે.

સ્વયં સેવક અને પ્રાયોજક એ શાળાઓને લખી પણ શકે છે જેમને તે પોતાની સેવાઓ આપવા માટે સંપર્ક કરવા ઇચ્છે છે. જાે કે, શાળાઓને સ્વયં સેવકો અને પ્રાયોજકોના પ્રસ્તાવોનો સ્વીકાર કે અસ્વીકાર કરવાનો અધિકાર હશે.

શાળાઓને પોતાના સ્ત્રોતોનાં માધ્યમથી સ્વયં સેવકો અને પ્રાયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતીને ચકાસણી કરવાની સલાહ આપવામાં આવી છે. આ બાબતમાં શિક્ષણ મંત્રાલયની કોઈ જવાબદારી રહેતી નથી. સામાન્ય ગતિવિધિઓ હેઠળ સ્વયં સેવક નર્સરીથી ધો.૮ સુધી અંગ્રેજી, હિંદી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અને સ્થાનિક, ક્ષેત્રીય ભાષાઓ, માતૃભાષા સહિત તમામ ભાષાઓને ભણાવી શકે છે. આ ઉપરાંત, તે માધ્યમિક સ્તરે ધોરણ ૧૦ થી ૧૨ સુધીના બધા વિષયોને પણ ભણાવી શકશે.

સ્વયં સેવકોને શાળાઓની આવશ્યકતાનાં આધાર પર કળા અને શિલ્પ, વ્યવસાયિક કૌશલ્ય, યોગ અને રમત શીખવવામાં પણ સામેલ કરવામાં આવશે. યોજનામાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સલાહ આપવા, કેરિયર પરામર્શ માટે વિદ્યાર્થીઓને સલાહ આપવા, વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાઓની તૈયારીમાં મદદરૂપ થવા અને સ્પર્ધાઓની તૈયારી માટે સ્વયં સેવકોને સામેલ કરવાની જાેગવાઈ પણ છે.

આ રીતે ખાનગી ક્ષેત્રોમાંથી આવેલા વ્યક્તિ અને સંગઠન ચાર દીવાલો, ધોરણો, પ્રયોગશાળાઓ, લાયબ્રેરીઓ, રમતના મેદાનો વગેરેના નિર્માણ જેવી મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરી શકે છે. આ જાેગવાઈ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરનારા લોકોને સરકારી અને સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણને મજબૂત કરવામાં મદદ કરવાનો અવસર પ્રદાન કરે છે.

લેખ સાભારઃ ઇન્ડિયા ટુમોરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments