કોરોના વાયરસ મહામારી જેણે પૂરી દુનિયાને ભરડામાં લઇ લીધી છે. ભારતમાં પણ દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. કોરોનાના પ્રસારને રોકવા માટે ભારતમાં બે મહિનાથી વધુ લોકડાઉન રહ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનના આ યુગમાં હજારો પરિવારો એવા છે જે બે ટાઈમની રોટી માટેના મોહતાજ છે.
ભારત જ્યાં લોકોની મદદ કરવા પર પુણ્યનો દર્જો પ્રાપ્ત થાય છે, ત્યાં આ મહામારીના યુગમાં પણ હજારો લોકો અને સમાજસેવી સંગઠનોએ લોકોની નિષ્પક્ષ સેવા કરી છે. વિઝન 2026 પ્રોજેક્ટ હેઠળ કામ કરવાવાળા સંગઠન હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન અને સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચરનું નામ કોરોના મહામારીના આ યુગમાં લોકોની મદદ કરનારી સંગઠનોમાં અગ્રણી છે.
તેની સ્થાપનાના સમયથી જ દેશના લોકોની દરેક મુસીબતના સમયમાં સાથે ઊભા રહેવાની પોતાની ઓળખને વિઝન 2026એ કોરોના મહામારીમાં પણ કાયમ રાખી છે. દેશભરમાં વિભિન્ન જગ્યાઓ પર વિઝન 2026ની ટીમે 150600 થી વધુ મજૂર અને ઘરવિહોણા લોકોને તૈયાર રાંધેલું જમવાનું પહોંચાડ્યું. હજારો એવા જરૂરતમંદ પરિવારો પણ હતા જે દરરોજ કમાઈને ખાવાવાળા હતા. પરંતુ લોકડાઉનના લીધે તે લોકો અનાજ માટે મોહતાજ થઈ ગયા હતા. આવા 45998થી વધુ પરિવારોને વિઝન 2026ના વોલંટિયરે અનાજ કીટ પહોંચાડી.
આ ઉપરાંત 10000થી વધુ એવા પરિવારો પણ છે, જેના રાશન કાર્ડ કે બીજા સરકારી ફોર્મ ભરાવીને વિઝન 2026ના વોલંટિયરે મદદ કરી છે. ભારતના 19 રાજ્યોના 138 જિલ્લામાં વિઝન 2026ની ટીમે 5 લાખ થી વધુ લોકોની મદદ અનાજ કે રાંધેલા ભોજન દ્વારા કરી.
હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી નૌફલ પીકેએ જણાવ્યું કે “વિઝન 2026એ લોકોની મદદ ફક્ત અનાજ ઉપલબ્ધ કરાવીને નથી કરી, બલ્કે કેરળની ઇકરા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં એક આઇસીયુ યુનિટ પણ સ્પોંસર કર્યું છે. આ ઉપરાંત 1000 પીપીઈ કીટ, 13155 માસ્ક, 7000 ગ્લોવ્સ, 2000ની આસપાસ સેનીટાઇજરની બોટલો વગેરે સરકારી અધિકારીઓ અને કોરોના યોદ્ધાઓને આપવામાં આવી.”
દિલ્હીમાં વિઝન 2026ના કોવિડ રિલીફના કામોને અંજામ આપનાર ટીમના સાકીબ હુસેને જણાવ્યું કે, “સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર દિલ્હીના વોલંટિયર લોકડાઉનના પહેલા દિવસથી જ દિવસ રાત જરૂરતમંદ લોકો સુધી જરૂરી મદદ પહોંચાડવા માટે તત્પર છે. એસબીએફના સેંકડો વોલંટિયરે ભેદભાવ વગર હજારો લોકોની મદદ કરી છે. અમારી ટીમે દરરોજ સેંકડો મજૂરો અને ઘર વગરના લોકોને રાંધેલું જમવાનું જમાડ્યું. આ ઉપરાંત હજારો જરૂરતમંદ પરિવારો સુધી અનાજ પણ પહોંચાડ્યું છે.”
મુશ્કેલ ઘડીમાં હજારો પરિવારોના ચહેરાની સ્મિતનું કારણ બનનાર વિઝન 2026 જેવી આજે ઘણા સંગઠનોની જરૂર છે.
અહેવાલ: ANSAR IMRAN SR