દિલ્હીના કંચન કુંજમાં હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા પ્રોજેક્ટ એહસાસ અંતર્ગત કમ્યુનિટી કિચન શરૂ કરવામાં આવ્યું છે. કમ્યુનિટી કિચન ઉચ્ચ ધોરણોથી સજ્જ છે અને એક સમયે ૩૦૦૦ લોકોનું ભોજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન આગામી દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં વધુ સામુદાયિક રસોડા શરૂ કરવાની યોજના ધરાવે છે. હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન, નવી દિલ્હીનું મુખ્ય લક્ષ્ય ભૂખમરીને નાબૂદ કરવાના યુએનના ‘ઝીરો હંગર’ અભિયાનને આગળ વધારવાનું છે.
આ અંતર્ગત હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન તેના દાતાઓ અને નિસ્વાર્થ ભાવના સાથે મદદ કરતા લોકોના સહયોગથી “ભુખ વિનાનું ભારત” (Hunger Free India) ચળવળના લક્ષ્યાંકને હાંસલ કરવા ઇચ્છે છે.