અહમદાબાદ,
જમાઅતે ઇસ્લામી હિંદ હેઠળ ચાલતી સંસ્થા Rifah Chamber of Commerce and Industry દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે “RIFAH JOB PORTAL” www.rifahjobs.com લોંચ કરવામાં આવી. આ પોર્ટલના ઓનલાઈન ઉદઘાટન વખતે જમાઅતે ઇસ્લામી હિંદના રાષ્ટ્રીય પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ જણાવ્યું કે હલાલ કમાવવું ઇસ્લામનો એક ભાગ છે, અને કોઈના માટે નોકરીનું પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવું કે જેથી તે હલાલ કમાણી કરી શકે, આ પણ દીને ઇસ્લામનો એક ભાગ છે. તેમણે જમાઅતના જનસેવા વિભાગ અને “રિફાહ”ના સંયુક્ત પ્રયાસની પ્રશંસા કરી અને કહ્યું કે આ સમયની તાતી જરૂર છે. તેમણે વર્તમાન જીવલેણ રોગચાળા કોરોના વાયરસની સમાપ્તિ માટે પ્રાર્થના પણ કરી અને વેબિનારમાં હાજર તમામ લોકોથી અપીલ કરી કે તેઓ આ પોર્ટલને સમગ્ર દેશમાં ફેલાવીને નોકરી શોધનારાઓને નોકરી મેળવવા અને કોન્ટ્રાકટરોને માનવબળ પ્રાપ્ત કરવામાં ધર્મ અને જાતિ ધ્યાનમાં લીધા વિના મદદ કરવામાં આવે.
જમાઅતે ઇસ્લામી હિંદના જનસેવા વિભાગના સેક્રેટરી મુહમ્મદ અહમદ સાહેબે પોર્ટલની ઉપયોગિતા ઉપર પ્રકાશ નાખતા જણાવ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ હેઠળ ચાલતો આ વિભાગ વર્ષોથી જાહેર સેવાઓ અંજામ આપી રહ્યો છે, અને જ્યારે પણ માનવતાને તેની જરૂર પડી છે આગળ આવીને પોતાની જવાબદારી નિભાવી છે. આ સમયે જોબ પોર્ટલનો આઈડિયા આવ્યો જે સમયની તાતી જરૂર છે. કારણ કે કોવિડ-19ની મહામારી વચ્ચે ઘણી બધી નોકરીઓ સમાપ્ત થઈ છે અને આ ક્રમ અત્યારે પણ ચાલુ છે. પરંતુ જમાઅતના જનસેવા વિભાગની ટીમ માટે આ એક પડકાર હતો કે તે એવા વિભાગોને ઓળખી શકે જે પ્રોજેક્ટનું વધુ સારૂં માર્ગદર્શન કરી શકે અને ઇન્ટરફેસ જેવી તકનીકો વિશે આઈડિયાઝ આપી શકે. આના સિવાય નોકરિયાત અને કોન્ટ્રાક્ટરની પોસ્ટ ઉપર નજર રાખી શકે. તેથી રિફાહ ચેમ્બર ઓફ કોમર્સનું નામ સામે આવ્યું જેણે તકનીકી ટીમને આ વિશે માર્ગદર્શ આપ્યું.
9924841946.
My name Mohammed Sharif ansari
Mera DILSHAD PAN PARLAR ,
NEAR , GENRAL HOSPITAL BAPUNAGAR
NEAR COMAL PLOTE’S ME CHATA HO IS KOMAN PLOTE KO KHARID KAR YAHAN BUSINESS HUB BANAYA JAYE.
Mohammed Sharif ansari