Thursday, June 20, 2024
Homeસમાચારલઘુમતીઓનો શૈક્ષણિક વિકાસ દેશને શિક્ષણના ક્ષેત્રમાં વૈશ્વિક મહાશક્તિ બનાવી શકે છે :...

લઘુમતીઓનો શૈક્ષણિક વિકાસ દેશને શિક્ષણના ક્ષેત્રમાં વૈશ્વિક મહાશક્તિ બનાવી શકે છે : નુસરત અલી

“નવી શિક્ષણ નીતિ : એક સમીક્ષા” વિષય પર જમાઅતે ઈસ્લામી હિંદની વર્ચ્યુલ પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી,

જમાઅતે ઇસ્લામી હિંદની સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડના ચેરમેન નુસરત અલીએ એક ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં સરકારની નવી શિક્ષણ નીતિના વિભિન્ન મુદ્દાઓ પર પ્રકાશ નાખતા તેની પ્રશંસા કરી અને ઊણપો તરફ ઈશારો કરતાં તેને દૂર કરવાની અપીલ કરી અને કહ્યું કે જમાઅતે ઈસ્લામી હિંદના સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડની નવી શિક્ષણ નીતિ 2020 ના અધ્યયન માટે શિક્ષણવિદો અને હિતધારકો પર આધારિત એક સમૂહનું ગઠન કર્યું છે જેથી નાગરિકો માટે નીતિને વધુ લાભકારી બનાવી શકાય. વિશેષરૂપે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા તબક્કા માટે. આ સમૂહ દ્વારા કરવામાં આવેલા અવલોકન અને ભલામણો આ મુજબ છે :

નવી શિક્ષણ નીતિ 2020 ની 34 વર્ષ પછી સમીક્ષા કરવામાં આવી, આથી તેને સાર્વજનિક કરતા પહેલા સાંસદમાં રજૂ કરવી જોઇતી હતી. આ અંગે લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. આ સરાહનીય છે કે ભારતને ગ્લોબલ નોલેજ સુપર પાવર બનાવવા માટે શ્રેષ્ઠ શબ્દભંડોળ અને ઉચ્ચ મહત્વાકાંક્ષાઓની સાથે આ નીતિને તૈયાર કરવામાં આવી. આ શિક્ષણ નીતિમાં નાલંદા, તક્ષશિલા વગેરે તેમજ પ્રાચીન કાળમાં કીર્તિમાન સ્થાપિત કરવાવાળા વિદ્વાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ મધ્યકાલીન ભારતમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાનોને અવગણવામાં આવી છે. મદ્રેસાઓનું શિક્ષણ અને સ્વતંત્રતા આંદોલનમાં અગ્રણી ભૂમિકા હતી. મૌલાના અબુલ કલામ આઝાદ, સર સૈયદ અહમદ ખાન, રવીન્દ્રનાથ ટાગોર, ડો. ઝાકીર હુસૈન, સાવિત્રીબાઇ ફૂલે, જ્યોતિ રાવ ફૂલે જેવા શિક્ષણવિદોના નામોનો ઉલ્લેખ પણ હોવો જોઈતો હતો. લઘુમતીઓને ખાસ કરીને મુસલમાનોના શૈક્ષણિક ઉત્થાનથી ભારતને નોલેજ સુપર પાવર બનાવવામાં ઊંડો પ્રભાવ પડશે. સામાજિક, આર્થિક અને રાજનૈતિક કારણોથી તે શૈક્ષણિક દૃષ્ટિએ પછાત છે. વિશેષ શિક્ષણ ઝોન બનાવવાનો વિચાર ઘણો રચનાત્મક છે. પૂર્વવતી સરકારો દ્વારા ચિન્હિત તમામ 60 મુસ્લિમ કેન્દ્રિત જિલ્લાઓમાં આ શિક્ષણ ઝોન સ્થાપિત કરવામાં આવે. વિદેશ મંત્રાલયના આંકડા મુજબ કુલ 28 મીલીયન એન આર આઈ માંથી 8 મીલીયન એન આર આઈ અરબી બોલનારા ખાડી દેશોમાં રહે છે. આ દેશોની સાથે આપણા ઐતિહાસિક અને જીવંત સંબંધ છે. દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક લાભને ધ્યાનમાં રાખતા NEP 2020માં અરબીને વિદેશી ભાષાના રૂપમાં શાળાઓમાં ભણાવવામાં આવે. શિક્ષણ નીતિમાં નિહિત બંધારણીય મૂલ્યો જેમ જે ન્યાય, સમાનતા અને બંધુત્વને પ્રોત્સાહન આપવું જોઈએ, અને ભાઈચારો, ધર્મ નિરપેક્ષતા વગેરેને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવો જોઈએ. આ મહત્ત્વાકાંક્ષી નીતિઓને લાગુ કરવા માટે રાષ્ટ્રીય બજેટમાં યોગ્ય ફાળવણીની જરૂરત છે. આ કુલ ઘરેલુ પેદાશની 6 ટકા હોવી જોઈએ. અને આ ફાળવણી કાનૂન દ્વારા અનિવાર્ય હોવી જોઇએ.

FICCI મુજબ દેશમાં 25 ટકા ખાનગી શાળાઓ છે. જેમાં 40 ટકા વિદ્યાર્થીઓ ભણે છે. આ શાળાઓમાં મોટી સંખ્યામાં યોગ્ય અને પ્રશિક્ષિત શિક્ષક નથી. આથી તેમની પાસે આ અપેક્ષા ન રાખી શકાય કે તે આ નીતિમાં પ્રસ્તાવિત શિક્ષણ શાસ્ત્રનું ઉદ્યમ કરી શકે છે. આ માટે આ સુનિશ્ચિત કરવું જોઈએ કે આવી શાળા પ્રશિક્ષિત શિક્ષકોની નિયુક્તિ કરે. આ લક્ષિત સમુદાયોને ગુણવત્તા પૂર્ણ શિક્ષણ પ્રદાન કરવામાં આપણા રાષ્ટ્રીય સંસાધનના ઉપયોગનો લાભ ઉઠાવવા સુનિશ્ચિત કરશે. NEP 2020 મુજબ ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં ઈ-સામગ્રીનો વિકાસ તમામ ભાષાઓમાં થવો જોઈએ, પરંતુ તમામ પ્રેસ વાર્તામાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ઈ-સામગ્રી ફક્ત આઠ ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે, જેમાં ઉર્દૂનો ઉલ્લેખ નથી. જ્યારે જે ઉર્દૂ દેશમાં 7 મી સૌથી મોટી બોલાનારી ભાષા છે. આ શિક્ષણ નીતિ વિદેશી વિશ્વવિદ્યાલયો માટે દરવાજો ખોલે છે. આ નબળા વર્ગો માટે સમાન અવસરો માટે પ્રભાવિત કરશે. આથી નબળા વર્ગો માટે 25 ટકા સીટો આરક્ષિત હોવી જોઈએ. સરકાર સમાવેશ કોષમાંથી આ આરક્ષણમાં સહયોગ કરે. શિક્ષણના માધ્યમના રૂપમાં માતૃભાષાનું કાર્યાન્વયન એક સરાહનીય પગલું છે. આ સમયની માંગ છે. 3-18 વર્ષના વિદ્યાર્થીઓને શામેલ કરવા પણ આ નીતિનું એક સારું પગલું છે. પરંતુ તેને યોગ્ય વિધિ નિર્માણ દ્વારા આર ટી ઈ નો ભાગ બનાવવો જોઈએ. આ વિધિ નિર્માણમાં મફત તેમજ અનિવાર્ય ગુણવત્તાયુક્ત શિક્ષણને શામેલ કરવું જોઈએ. સમગ્ર વિકાસ, વિષયોની પસંદગીનો વિકલ્પ, સુગમતા અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસના અઘરા વિષયોને અલગ કરી દેવા આ પોલીસીની વિશેષતા છે. ઉચ્ચ શિક્ષણમાં એક્ઝિટ અને એન્ટ્રી પોલિસી વિકસિત કરવામાં આવી છે. જે વિદ્યાર્થી સમુદાય માટે ઉપયોગી હશે. આ ઉપરાંત પણ નવી શિક્ષણ નીતિના અન્ય વિભિન્ન મુદ્દાઓ પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments