નવી દિલ્હી, જમાઅતે ઇસ્લામી હિંદના અમીર સૈયદ સઆદુલ્લાહ હુસેનીએ લોકસભા દ્વારા માન્ય નાગરિકતા સુધારણા બિલની નિંદા કરી છે. મીડિયાને આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે, અમે લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ પસાર કરવાની નિંદા કરીએ છીએ. અમને લાગે છે કે આ બિલ સાંપ્રદાયિક માનસિકતાનું પરિણામ છે. આ બિલ પૂર્વગ્રહયુક્ત અને ભેદભાવપૂર્ણ છે.
આ ખરડામાં મુસ્લિમો ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા તમામ વિદેશી ઈમિગ્રન્ટ્સને નાગરિકતા આપવાની હાકલ કરવામાં આવી છે. આ આપણા દેશમાં વર્ષોથી ચાલતી વિવિધતામાં એકતા અને બંધારણના મૂળભૂત મૂલ્યોનું ઉલ્લંઘન છે.
નાગરિકતા મેળવવા ઇચ્છુક લોકોમાં ધર્મના આધારે ભેદભાવ એ ફક્ત બંધારણના મૂળ સિદ્ધાંતો વિરુદ્ધ જ નથી, બલ્કે માનવતા અને મૂળભૂત માનવ મૂલ્યોની વિરુદ્ધ પણ છે.
સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે આ ખૂબ જ અફસોસની વાત છે કે ભાજપ ઉપરાંત અન્ય રાજકીય પક્ષો પણ આ કાયદાને ટેકો આપી રહ્યા છે. અમે તેમને અપીલ કરીએ છીએ કે તેઓ તેમના મંતવ્યોની સમીક્ષા કરે અને રાજ્યસભામાં તેનો વિરોધ કરે. તેની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવશે, જે સમય જતા વધશે.
આ સત્ય કોઈથી છુપાયેલું નથી કે શ્રીલંકા અને બર્મામાં મોટાભાગના મુસલમાનોને સતાવવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિને અવગણીને નાગરિકતા સુધારણા બિલ પોતે પોતાના તર્કનું પરીક્ષણમાં નિષ્ફળ છે અને દેશને પૂર્વગ્રહ અને ઇસ્લામોફોબીઆ સમક્ષ વધારે કમજોર બનાવી રહયો છે. જમાઅતના અમીરે કહ્યું કે અમે મુસ્લિમ સમુદાય અને દેશના તમામ ન્યાયપ્રિય લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ નાગરિકતા સુધારણા બિલને નામંજૂર કરે. જમાઅતે ઇસ્લામી હિંદ તમામ કાનૂની અને લોકશાહી પગલાઓ દ્વારા નાગરિકતા સુધારણા બિલનો વિરોધ ચાલુ રાખશે. અમને આશા છે કે બિન-ભાજપ રાજકીય પક્ષો તેના ભયંકર પરિણામો સમજી શકશે અને સંસદના ઉપલા ગૃહમાં તેનો વિરોધ કરશે.
(મીડિયા વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા જારી કરાયેલ)