Thursday, November 21, 2024
Homeસમાચારઈદ-ઉલ-અઝહા પર જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીનો સંદેશ

ઈદ-ઉલ-અઝહા પર જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીનો સંદેશ

જમાઅતે ઈસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીએ ઈદ-ઉલ-અઝહાના અવસર પર મુસ્લિમો અને તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

મીડિયાને મોકલવામાં આવેલ પોતાના એક સંદેશમાં જમાઅતના પ્રમુખે કહ્યું: હું ઈદ ઉલ અઝહાના અવસર પર મુસ્લિમો અને તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. ઇદ ઉલ અઝહાનો દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમો દ્વારા પયગંબર ઇબ્રાહિમ (અ.સ.) અને પયગંબર ઇસ્માઇલ (અ.સ.)નો અલ્લાહ માટેનો પ્રેમ, તેની ખુશી અને કૃપા મેળવવા માટે અંતિમ બલિદાન આપવાની ઇચ્છાને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.

આ સૃષ્ટિના સર્જક પ્રત્યે સંપૂર્ણ વફાદારી અને સમર્પણ, સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા અને તે સિદ્ધાંતો માટે સર્વસ્વ બલિદાન આપવાની તૈયારી એ ઈદ ઉલ અઝહાનો મુખ્ય સંદેશ છે.

આ દ્ઢતા અને સમર્પણ માનવ ચારિત્ર્યની વિશેષતા છે અને આ ચરિત્ર સફળતા માટે મૂળભૂત શરત છે. મુસ્લિમો આ મહાન મૂલ્યોને આત્મસાત કરવાનો અને તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે છે.

હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે તે આપણા દેશને શાંતિ અને સમૃદ્ધિ આપે અને સંપૂર્ણ અને એક આદર્શ ને ન્યાયપૂર્ણ સમાજ તરફની આપણી યાત્રામાં આપણને મજબૂત અને એકજૂથ રહેવાની શક્તિ આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments