Tuesday, December 10, 2024
Homeકેમ્પસ વોઇસઈદ ઉલ અઝહા પ્રસંગે યુવાસાથી એડિટર ઈન ચીફ જાવેદ કુરેશીનો શુભેચ્છા સંદેશ

ઈદ ઉલ અઝહા પ્રસંગે યુવાસાથી એડિટર ઈન ચીફ જાવેદ કુરેશીનો શુભેચ્છા સંદેશ


ઈદ ઉલ અઝહા માનવોના મહાનાયક, ખલીલુલ્લાહ (અલ્લાહના મિત્ર) હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામનું બોધદાયક જીવન યાદ કરવા અને તેમના માર્ગ પર કાયમ રહેવાની પ્રતિજ્ઞાને યાદ કરવાનો પ્રસંગ છે.

હઝરત ઇબ્રાહિમ અલયહીસ્સલામનાં જીવનમાં જીવન જીવવાનો અને તેના  હેતુનો એ રાજ નિહિત છે, જેની દરેક વ્યક્તિને શોધ છે. એક બાજું તકલીફો, મુસીબતો ,શારીરિક તેમજ માનસિક વ્યાધિઓ તો બીજી બાજું મોજ મસ્તીથી ભરપુર દુનિયાનો વૈભવ તેમજ સુખ સાહ્યબી.  જીવનમાં આ બંને પાસાઓથી તે દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે પરિચિત છે જે આ જાણવા માંગે છે કે અનિશ્ચિતતાઓથી ભરપુર આ જીવનનો ઉદ્દેશ્ય શું છે? અને એવો કયો માર્ગ છે જેનાં દ્વારા આ જીવનમાં વાસ્તવિક સફળતા પ્રાપ્ત થશે. હઝરત ઇબ્રાહીમ અલયહીસ્સલામનું જીવન આ બધા પ્રશ્નોનો ઉત્તર છે. આપની જીવન યાત્રા જણાવે છે કે જીવન એક પરીક્ષા છે, જે વ્યક્તિને એટલા માટે આપવાની હોય છે કે જાણી શકાય કે કોણ છે જે શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ શ્રેષ્ઠ કાર્ય માટે વ્યક્તિને જે ઈશપરાયણતા, સંયમ.ધૈર્ય, ત્યાગ, બલિદાન અને હિંમતની જરૂરત છે, તેના દાખલાઓ હઝરત ઇબ્રાહીમના જીવનમાંથી  ભરપુર રીતે મળે છે. ટુંકમાં હઝરત ઇબ્રાહિમ અલયહીસ્સલામનું જીવનચરિત્ર જીવનના ઉદ્દેશ્ય સંબંધે માનવોનું માર્ગદર્શન કરે છે અને જીવનની પરીક્ષામાં સફળ થવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. આવો આ  મુબારક ઈદના પ્રસંગ પર હઝરત ઇબ્રાહિમ અલયહીસ્સલામના પદ્દ ચિન્હો પર ચાલવાની નક્કર પ્રતિજ્ઞા લઈએ.

આપ તમામને યુવા સાથી પરિવાર તરફથી ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments