Tuesday, December 10, 2024
Homeમનોમથંનપરવરીશની પાઠશાળા

પરવરીશની પાઠશાળા

અંતરની આંખેથી..

ઈદુલ અઝ્‌હાનો સંદેશ

પરવરીશ જેવા પાક અને પવિત્ર કામનું મહત્વ ભૂલી ગયેલા સમાજમાં બાળકોના બેગો અને બસ્તાનો ભાર તો રોજબરોજ વધતો જાય છે પરંતુ તેમની ઉંમર જેમ વધતી જાય છે તેમ તેમના સ્વભાવ અને સંસ્કાર વધુને વધુ નિમ્ન અને હલકા થતાં જાય છે..કિશોરાવસ્થામાં ડગ માંડી ચૂકેલા આજના બાળકોના રંગ અને ઢંગ જોઈને ભવિષ્યની ભયાનક પરિસ્થિતિ જો સમાજના લોકોને હજુ સમજાતી નથી તો પછી વિનાશ વેઠવાની વ્યવસ્થિત તૈયારી પણ કરી લેવી જોઈએ..૧૪-૧૫ વર્ષની આજની આ ખેપ કાલે દિશા વગરની યુવાવસ્થામાં મનફાવે એમ દોડાદોડ કરશે તો રોજ કોણ કોની અડફેટે ચઢી જશે એજ નક્કી કરવું મુશ્કેલ હશે.. પોતાના ત્રણ વર્ષના બાળકના શાળાના પ્રવેશ માટે ભાગમભાગ કરનાર માતાપિતા એ પણ કોઈક એવી સ્કૂલ કે જ્યાં ઇબ્રાહિમ (અ.સ) અને હાજરા(અ.સ) ની સીરત મુજબ માતાપિતા કેવી રીતે બનવું તે શીખવાડવામાં આવતું હોઈ ત્યાં તાત્કાલિક એડમિશન લેવું જોઈએ..અને યોગ્ય પરવરીશ વિશે સાચું જ્ઞાન આપવા માટે કોઈ સ્કૂલ ના હોઈ તો તાત્કાલિક ઊભી કરવી જોઈએ.. અને તો જ એ આશા રાખી શકાય કે ભવિષ્યમાં ઇસ્માઇલ(અ.સ) ની સીરત ઉપર ચાલવા વાળી પેઢી આપણે તૈયાર કરી શકીશું. આ ઈદના દિવસો દર વર્ષે આ જ પવિત્ર સંદેશ લઈને આવે છે.

– ડૉ ઇફ્તેખાર મલેક, મોડાસા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments