અહમદાબાદ,
જમાઅતે ઇસ્લામી હિંદ (JIH) 14 થી 23 ઓક્ટોબર 2022 સુધી 10-દિવસીય રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ‘રુજૂ ઇલલ કુર્આન’ એટલે કે “પલટો કુર્આન તરફ” મનાવી રહી છે. આ અભિયાન જમાઅતે ઇસ્લામી હિંદ ઇસ્લામી સમાજ વિભાગ હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે ડો. રઝીઉલ ઇસ્લામ નદવી આ અભિયાનના સંયોજક છે. ગુજરાતમાં આ અભિયાનના સંયોજક મુશ્તાક અન્સારી જણાવ્યું છે છે કે અભિયાનનો ઉદ્દેશ્ય છે કે “મુસલમાનોને કુર્આનમજીદ સાથે જોડવામાં આવે અને તેને પઢવાની પ્રેરણા આપવામાં આવે. કુર્આનની તિલાવત ખરી રીતે કરવાની તેમને તાકીદ કરવામાં આવે. કુર્આનમજીદને સમજીને પઢવા પર ભાર મૂકવામાં આવે અને કુર્આની તાલીમ પર અમલ કરવાની ભાવના સમગ્ર મુસ્લિમ સમુદાયમાં વિકસાવવામાં આવે.” વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક કક્ષાએ નાના-મોટા કાર્યક્રમો દ્વારા આ અભિયાનના ઉદ્દેશ્ય ને મુસ્લિમ ઉમ્મત સુધી પહોંડવામાં આવશે. સમગ્ર અભિયાન દરમિયાન મુસ્લિમ સમાજના તમામ વર્ગોને સંબોધિત કરવામાં આવશે. આમ મુસલમાનો, વિદ્યાર્થીઓ, યુવાનો, વિદ્યાર્થિનીઓ, મહિલાઓ, ઉલેમાએ કિરામ, બુદ્ધિજીવી, સજ્જનો, વ્યાપારી લોકો તમામને આ અભિયાનથી જોડવામાં આવશે.