અમદાવાદ તો અમદાવાદ છે સાહેબ……
4 વર્ષ થયા રાત્રે 1 વાગ્યે બાપુનગર રોડ પર એક લકઝરી બસ વાળાએ અમને ઉતાર્યા અમારે *સિવિલ હોસ્પિટલ જવુ હતુ*
કોઈ રીક્ષાવાળ 300 ભાડુ કહે કોઈ 400 કહે
એવામા એક લાંબી દાઠી અને માથે ગોળ ટોપી વાળા આશરે 60 વર્ષના મુસલમાન કાકા ની રીક્ષા મા અમે ડરતા ડરતા બેઠા
એમણે મુંગા મોઢે કોઈ જાતની વાત કર્યા વગર
સિવિલ હોસ્પિટલ કેમ્પસ મા રીક્ષા પ્હોચાડી મે એમને 500 ની નોટ આપી મને એવુ હતુ કે 300 થી 400 રૂપીયા ભાડુ ચાલતુ હશે એટલે 400 થી વધારે નહીં લે
હવે ઘટના એવી ઘટી કે મુસ્લિમચાચા એ મને હાથ પકડીને રીક્ષા પાછળ નુ બોર્ડ વંચાવ્યુ રાત્રે દર્દીઓ માટે ફ્રિ સેવા અને રૂપીયા મને કાંઈક ઈશારાથી સમ દઈને પરત કર્યા
મે એમનુ નામ પુછ્યું તો લાઈસન્સ બતાવી ઈશારાથી બતાવ્યુ રહીમખાન નામ હતુ.. અને મે પુછ્યું મુંગા છો એમણે માથું હલાવી ને હા કહ્યું
ત્યારે મને ખબર પડી કે આ દેશના રાજકારણીઓ
મુસ્લિમો ને બદનામ કરી હિન્દુઓના મનમાં ઝેર ભરી ઝગડાઓ કરાવી મતની રાજનીતિ કરેછે.
-રામકૃષ્ણસિંહ ગોહિલ
સૌરાષ્ટ્ર
“નફરતોના કાંટાળા બાવળ વચ્ચે પણ, માનવતાના બીજ તું રોપતો જાજે!”
RELATED ARTICLES