Sunday, April 21, 2024
Homeઓપન સ્પેસઆરએસએસના સુપ્રિમોએ કહ્યું કે લઘુમતીઓને "સંગઠિત હિંદુઓ"થી ડરવાની જરૂર નથી તેના થોડાં...

આરએસએસના સુપ્રિમોએ કહ્યું કે લઘુમતીઓને “સંગઠિત હિંદુઓ”થી ડરવાની જરૂર નથી તેના થોડાં જ દિવસો પછી, બીજેપી સાંસદે “મુસ્લિમોનો બહિષ્કાર” કરવાની હાંકલ કરી

આરએસએસના વડા મોહન ભાગવતે દેશમાં આતંક ફેલાવનારા અને સામાજિક અશાંતિ ફેલાવનારાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા માટે ઉપદેશ આપ્યાના થોડાં જ દિવસોમાં ભાજપના સાંસદ પ્રવેશ વર્મા અને ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે 9 ઓક્ટોબરના રોજ કથિત રીતે મુસ્લિમો વિરુદ્ધ અત્યંત ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા હતાં. પ્રવેશ વર્મા દિલ્હીનાં લોકસભા સાંસદ અને નંદ કિશોર ગુર્જર યુપીમાં લોનીની વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

જ્યારે પ્રવેશ વર્માએ કથિત રીતે મુસ્લિમોનાં “સંપૂર્ણ બહિષ્કાર” માટે હાંકલ કરી હતી, ત્યારે નંદ કિશોર ગુર્જરે સંકેત આપ્યો હતો કે તેણે ઉત્તરપૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી 2020નાં રમખાણોમાં ભાગ લીધો હતો. બંને બીજેપી અને વિશ્વ હિન્દુ પરિષદનાં ઘણાં નેતાઓ આમાં સામેલ હતાં, જેમણે રવિવારે દિલ્હીના શાહદરાની સરહદે યુપીના લોની ખાતે VHP અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત “વિરાટ હિન્દુ સભા”માં અત્યંત ઉશ્કેરણીજનક મુસ્લિમ વિરોધી ભાષણો આપ્યાં હતા.

લોની જિલ્લામાં આવેલ સુંદર નગરીમાં સાજીદ, આલમ, બિલાલ, ફૈઝાન, મોહસીન અને શાકિર તરીકે ઓળખાતાં છ મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ યુવક મનીષની હત્યાનાં વિરોધમાં હિન્દુ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, આ ઘટના બંને પક્ષો વચ્ચે જૂની દુશ્મનાવટનું પરિણામ હતું, પરંતુ ભાજપ, વીએચપી અને અન્ય હિન્દુ સંગઠનોએ તેને સાંપ્રદાયિક રંગ આપી દીધો હતો. ભાજપ અને વીએચપીના વક્તાઓ કટાક્ષમાં સુંદર નગરી (સુંદર ટાઉનશીપ)ને “ડુક્કર નગરી” (ડુક્કરની ટાઉનશીપ) કહે છે, કારણ કે આ ટાઉનશીપ પર મુસ્લિમોનું વર્ચસ્વ છે.

પોલીસે એફઆઈઆર નોંધી છે, પરંતુ કોઈ વ્યક્તિનું નામ નોંધ્યું નથી.

શ્રી ભાગવતે, નાગપુરમાં 5 ઓક્ટોબરના રોજ તેમના દશેરાનાં ભાષણમાં કહ્યું હતું કે “આતંક, સંઘર્ષ અને સામાજિક અશાંતિને ઉત્તેજિત કરતી શક્તિઓ વિભાગીય સ્વાર્થવૃતિ અને દ્વેષના આધારે સમાજનાં વિવિધ વર્ગો એકબીજાની વિરુદ્ધમાં હોય છે અને અંતર અને દુશ્મનાવટમાં વધારો કરે છે.” તે જ છટામાં, શ્રી ભાગવતે કહ્યું હતું કે “આવા દળો સાથે નિર્ભયતાથી, નિર્દયીપૂર્વક સામનો કરવાની જરૂર છે અને તેમની ભાષા, ધર્મ, પ્રદેશ અને નીતિને ધ્યાનમાં લીધા વિના, વિરોધ કરવામાં તથા ભગાડવામાં આવશે.” આતંક અને સાંપ્રદાયિકતાના દળો સાથે કડકાઈથી વ્યવહાર કરવા માટે આરએસએસના વડાના આહ્વાનને રાજકીય કે ધાર્મિક વિચારધારાને ધ્યાનમાં લીધા વિના બધાએ સમર્થન આપવું જોઈએ.

શ્રી ભાગવતે, તેમના ભાષણમાં, “સંગઠિત હિંદુઓ” નાં લઘુમતીઓના ડરને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લઘુમતીઓને “સંગઠિત હિંદુઓ”થી કોઈ ડર ન હોવો જોઈએ, જેને તેમણે “હિંદુ રાષ્ટ્ર” સાથે સરખાવ્યા હતાં. કેટલાક “શ્રેષ્ઠ મુસ્લિમો” સાથેની તેમની બેઠકોનો ઉલ્લેખ કરીને, તેમણે ખાતરી આપી કે સંઘનો મુસ્લિમ આઉટરીચ પ્રોગ્રામ ચાલુ રહેશે. જીવનના વિવિધ ક્ષેત્રોના મુસ્લિમ નેતાઓએ મુસ્લિમો સાથેનાં તેમનાં સંવાદને આ આશામાં આવકાર્યા કે તેમની પહેલ દેશના સાંપ્રદાયિક તાપમાનને નીચે લાવશે અને સામાજિક સંવાદિતા સ્થાપિત કરવામાં મદદ કરશે. મુસ્લિમો શ્રી ભાગવતના ઇરાદા પર શંકા કરતા નથી અને તેમને ગંભીરતાથી લે છે કારણ કે કેન્દ્રમાં અને ઘણાં રાજ્યોમાં સત્તાધારી પક્ષ ભાજપ, સંઘની રાજકીય શાખા છે.

પરંતુ લોની ડેવલપમેન્ટ સૂચવે છે કે શ્રી ભાગવતનો સંદેશ કાં તો પક્ષનાં નેતાઓ અને સંઘ પરિવારનાં નીચલા વર્ગ સુધી પહોંચ્યો નથી અથવા સંઘ પરિવારના નેતાઓ અને કાર્યકર્તાઓ RSS સુપ્રીમો દ્વારા લેવામાં આવેલાં વલણથી પ્રભાવિત થયાં નથી. જો તેમનો સંદેશ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સુધી પહોંચ્યો હોત તો બેઠકમાં પ્રવેશ વર્મા, નંદ કિશોર ગુર્જર અને અન્ય લોકોએ મુસ્લિમો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા ન હોત.

મીડિયાના એક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા અહેવાલો મુજબ આક્ષેપ છે કે શ્રી ભાગવતના મુસ્લિમ આઉટરીચ પ્રોગ્રામ સામે, મુખ્યત્વે કટ્ટરપંથી સંગઠનો સાથે સંકળાયેલા સંઘ પરિવારના કાર્યકરોમાં ઘણી અશાંતિ છે. તેઓ આરએસએસ ચીફની મુસ્લિમોની બદલાયેલી નીતિ સાથે જવા તૈયાર નથી. આ દર્શાવે છે કે જો આપણે ઉગ્રવાદીઓને પ્રોત્સાહિત કરીશું, તો એક દિવસ એવો આવશે જ્યારે તેઓ એ જ લોકોને અને સંગઠનોને ખાવાનું શરૂ કરશે જેઓએ તેમની સ્થાપના અને સમર્થન કર્યું હતું. આપણે આપણા પડોશી દેશો પાસેથી આ પાઠ શીખી શકીએ છીએ, જેઓ એ જ ઉગ્રવાદી શક્તિઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યાં છે જેઓ તેમના પડોશમાં મુશ્કેલી ઊભી કરવા માટે સંગઠિત અને પ્રશિક્ષિત હતા.

દ્વેષપૂર્ણ ભાષણો દેશનું વાતાવરણ બગાડે છેઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નફરતભર્યા ભાષણો દેશનું વાતાવરણ બગાડી રહ્યા છે. 10 ઑક્ટોબરે નફરતના ભાષણોને રોકવા માટેની અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે “દ્વેષપૂર્ણ ભાષણો દેશના વાતાવરણને બગાડે છે અને તેને રોકવાની જરૂર છે”. પીટીશનર હરપ્રીત મનસુખાનીએ કોર્ટને કહ્યું હતું કે, “દ્વેષયુક્ત ભાષણ નફાકારક વ્યવસાયમાં ફેરવાઈ ગયું છે.”

તેણીએ રજૂઆત કરી હતી કે લઘુમતી સમુદાય વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણો “બહુમતી હિંદુ મતો જીતવા, કોઈપણ કિંમતે સત્તા મેળવવા, નરસંહાર કરવા અને 2024ની સામાન્ય ચૂંટણી પહેલા ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે” આપવામાં આવ્યા હતા. તેણીની અરજીમાં, તેણીએ દાવો કર્યો છે કે તેણી પાસે પુરાવા છે કે એક રાજકીય પક્ષે હિન્દી ફિલ્મ “ધ કાશ્મીર ફાઇલ્સ” માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ ફિલ્મ પર દેશભરમાં મુસ્લિમ વિરોધી ભાવનાઓને વેગ આપવાનો આરોપ છે કારણ કે આ ફિલ્મમાં કાશ્મીર ખીણમાંથી હિંદુઓની બળજબરીથી હિજરત દર્શાવવામાં આવી હતી.

સૌજન્યઃ ઇન્ડિયા ટુમોરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments