નાગાલેન્ડમાં નાગરિકોની હત્યા અંગે SIOનું નિવેદન
નાગાલેન્ડના ઓટીંગ ગામમાં સશસ્ત્ર દળો દ્વારા 11 નાગરિકોની હત્યા અત્યંત નિંદનીય છે. SIO આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે અને ગુનેગારો સામે ઝડપી કાર્યવાહીની માંગ કરે છે. AFSPA જેવા કાયદાઓ, જે સશસ્ત્ર દળોને મારવા માટેનું લાયસન્સ આપે છે, તેને રદ્દ કરવામાં આવે અને તેને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનો સમય આવી ગયો છે. આપણે એક સમાજ તરીકે રાષ્ટ્રીય સુરક્ષાના અર્થ વિશે પણ પુનર્વિચાર કરવો જોઈએ કે કઈ રીતે આ લોકોના જીવન અને સુરક્ષાને પ્રભાવિત કરે છે.
મુહમ્મદ સલમાન અહેમદ
રાષ્ટ્રીય અધ્યક્ષ, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO)