Monday, June 24, 2024
Homeસમાચારસોસાયટી ફોર બ્રાઈટ ફયૂચર દ્વારા વિન્ટર રિલીફ પ્રોજેક્ટ ‘‘રાહત’’નો પ્રારંભ

સોસાયટી ફોર બ્રાઈટ ફયૂચર દ્વારા વિન્ટર રિલીફ પ્રોજેક્ટ ‘‘રાહત’’નો પ્રારંભ

જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા

અહમદાબાદ, 

સોસાયટી ફોર બ્રાઈટ ડયૂચર, નવી દિલ્હી, હેઠળ વિઝન-ર૦ર૬ અંતર્ગત એક કાર્યક્રમ વિન્ટર રિલીફ પ્રોજેકટના નામથી તા.ર૮ નવેમ્બર, ર૦ર૧ના રોજ સોસાયટી ફોર બ્રાઇટ ફયૂચરના પ્રેસિડેન્ટના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં ખાસ કરી ગુજરાતભરના ગરીબ જરૂરિયાતમંદોને કંબલ વિતરણ કરવાનું હોઈ આ કંબલ વિતરણ કાર્યક્રમનું લોન્ચિંગ પ્રોગ્રામ કરવામાં આવ્યું.

આ પ્રસંગે એસબીએફના મરગૂબ અહમદે સંસ્થાની કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મદદ તેના સાચા હક્કદાર સુધી પહોંચતી કરવી તે ખાસ બાબત છે અને એસબીએફ દેશભરમાં પથરાયેલી ટીમ દ્વારા  યોગ્ય ચકાસણી કરી સાચા હક્કદાર સુધી મદદ પહોંચાડે છે. પછી આ મદદ કંબલની હોય, શિષ્યવૃત્તિની હોય કે આર્થિક મદદ હોય.

આ પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જ.શકીલ અહમદ રાજપૂત સાહેબ, ચેરમેન ઇસ્લામી રિલીફ કમિટી, ગુજરાત, જ.સુહેલ અન્સારી (ઓનર, એમ્પાયર બેકરીના) અને જનાબ અબ્દુલ કાદર મેમન, (ડાયરેકટર માઈક્રો ઈન્ફ્રા) તથા મોહંમદ ઈકબાલ સાચોરા, જનરલ સેક્રેટરી, થરાદી મેમન કાઉન્સિલ, અહમદઆબાદ અને જે.એડવોકેટ એમ.એમ. તિરમિઝી સાહેબ (પ્રેસિડેન્ટ લોકહિત પ્રકાશન સાર્વજનિક ટ્રસ્ટ,ગુજરાત ટુડે) દ્વારા આ પ્રસંગે પધારી પોતાના અમૂલ્ય  સૂચન અને માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવ્યા.

આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત ડો.યાકૂબ મેમન સાહેબે સ્વાગત પ્રવચનથી કરી હતી પ્રસંગને અનુરૂપે મુખ્ય મહેમાન સુહેલ અન્સારી એસબીએફના કાર્યને બિરદાવ્યું હતું અને સહભાગી થવાની વાત કરી હતી. બીજા મુખ્ય મહેમાન મકબુલ એહમદ અનારવાલાએ શ્રોતાગણને સંબોધતા ઉમેર્યું હતું કે, એસબીએફની કામગીરી સરાહનીય છે. મહિલાઓને ખાસ કહીશ કે તમારા બાળકોના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપજાે, જેેથી દેશ અને સમાજના સારા અધિકારી, આઈએએસ, ડોક્ટર, એન્જિનિયર અને શિક્ષણ મળે. આ પ્રસંગે ઈકબાલ સાચોરાએ લોકસેવા કાર્ય જે એસબીએફ કરી રહી છે તેને જરૂરી અને સમયાનુસાર નું કામ જણાવ્યું હતું. તેઓએ પણ આ એવા જ્ઞેત્રે જોડાયેલા છે અને સેવાકાર્ય અંગે ઘણી ઉપયોગી વાતો રજૂ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત ટુડે લોકહિત પ્રકાશનના એડવકેેટ એમ.એમ. તિરમિઝીએ એસબીએફના કાર્યો પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો અને એસબીએફ અને તેનાથી સંલગ્ન સંસ્થાઓ સાથે તેમનો સારો સંબંધ છે તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને ખાસ નોંધનીય વાત કરી હતી કે આજે મીડિયા આપણા સમાજને લગતી વાતો સમાચાર કાં તો આપતા નથી અથવા તો નકારાત્મક વિગતો પ્રસિદ્ધ કરે છે એવામાં આપણે જાગૃત્ત થઈ ગુજરાત ટુડેની જેમ દેશભરના સત્ય સમાચાર નિઃસંકોચ-નીડર રીતે છાપવાની જરૂર છે.

આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન પદે થી બોલતા આઈઆરસીજીના અધ્યક્ષ શકીલ અહમદ રાજપૂતે અલ્લાહના હક્કો અને બંદાઓના હક્કો વિશે જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, ‘દુનિયાનું નેતૃત્વ એ લોકોને જ મળે છે જેઓ દુનિયામાં કંઈક ફાળો આપે છે. મુસલમાનોએ  માનવજાતિને કંઈક આપવાની ક્ષમતા કેળવવી પડશે. કેમ કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું ઉપરવાળો હાથ નીચે વાળા હાથથી બહેતર છે.’

કાર્યક્રમ અંતે એસબીએફના ચેરમેને અધ્યક્ષ સ્થાનેથી બોલતા એસબીએફની કામગીરીનું વર્ણન કરતાં કેટલાક દાખલા ટાંક્યા હતા. જેમ કે ફ્લડ માટે રેસ્કયુ ટીમ પ્રશિક્ષિત કરવી, ફલડ વખત પછી તે આસામમાં, બિહારમાં કે કેરાલાના ફલડ વખતે તથા ગુજરાતમાં પણ ફલડ વખતે જે કામગીરી કરી હતી તેનું ખાસ ઉલ્લેખ કર્યું હતું.

વધુમાં તેમણે શ્રોતા જનોને ખાસ કરીને મહિલાઓને સંબોધ માતા-બહેનો-દીકરીઓ બાળકોના શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપી પોતાની ભૂમિકા ભજવે. પ્રવચન દરમિયાન કેટલીક કાવ્ય પંક્તિઓ પણ ટાંકીને અમૂલ્ય સંદેહ આપ્યો હતો.

કાર્યક્રમના અંતે જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુહમ્મદહુસેન બુલા (સ્ટેટ કન્વીનર, વિન્ટર રિલીફ પ્રોજેક્ટ)એ કર્યું હતું. •


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments